________________
૨૫૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
વાચક શ્રી ઉમાસ્વાતિ-પ્રણીત તત્ત્વાર્થ સૂત્રના અધ્યાય ૭ના સૂત્ર ૨૮માં સામાયિક વ્રતના અતિચારો ટૂંકામાં નીચે પ્રમાણે દર્શાવ્યા છે :
योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि
ભાવાર્થ :- (૧) કાયદુપ્રણિધાન, (૨) વચનદુપ્રણિધાન, (૩) મનોદુપ્રણિધાન, (૪) અનાદર અને (૫) સ્મૃતિનું અનુસ્થાપન એ પાંચ અતિચારો સામાયિક વ્રતના છે.
(૫) અર્થ-સંકલના
સામાયિક-વ્રતધારી જ્યાં સુધી અને જેટલી વાર મનમાં નિયમ રાખીને સામાયિક કરે છે ત્યાં સુધી અને તેટલી વાર તે અશુભ કર્મનો નાશ કરે છે. ૧.
સામાયિક જ કર્યે છતે શ્રાવક શ્રમણ (સાધુ) જેવો થાય છે; તેથી તેણે સામાયિક વારંવાર કરવું જોઈએ. ૨
આ સામાયિક મેં વિધિ-પૂર્વક ગ્રહણ કર્યું છે અને વિધિપૂર્વક પૂર્ણ કર્યું છે. તે બંને પ્રકારની ક્રિયામાં જો કોઈ પણ અવિધિ કે ભૂલ સરતચૂકથી થઈ ગઈ હોય તો તે સંબંધી મારું પાપ નિષ્ફલ થાઓ. વળી આ સામાયિકના સમય દરમિયાન દસ મનના, દસ વચનના અને બાર કાયાના એમ કુલ બત્રીસ દોષોમાંથી જે કોઈ પણ દોષનું સેવન સરતચૂકથી થઈ ગયું હોય, તો તે સંબંધી મારું પાપ નિષ્ફલ થાઓ.
મેલ ઉતારે ખણજ ખણાય, પગ ઉપર ચડાવે પાય; અતિ ઉઘાડું મેલે અંગ, ઢાંકી વળે ત્યમ અંગ ઉપાંગ.
નિદ્રાએ રસ ફલ નિર્ગમે, કરહા કંટકતરુએ ભમે; એ બત્રીસે દોષ નિવાર, સામાયિક કરજો નર નાર. સમતા-ધ્યાન-ઘટા ઊજળી, કેસરી ચોર હુવો કેવળી; શ્રી શુભવીર-વચન પામતી, સ્વર્ગે ગઈ સુલસા રેવતી.
Jain Education International
For Private & Personal Use Only
૭
८
(
www.jainelibrary.org