________________
સામાયિક પારવાનું સૂત્ર ૭૦ ૨૫૧
લાંબા-ટૂંકાં કરવા તે આકુંચન-પ્રસારણ દોષ છે.
દોષ છે.
(૨૭) આલસ દોષ-સામાયિકના સમયમાં આલસ મરડવું તે આલસ
(૨૮) મોટન દોષ-સામાયિકના સમય દરમિયાન હાથ-પગની આંગળીના ટાચકા ફોડવા-ટચાકા વગાડવા (શરીર મરડવું) તે મોટન દોષ છે. (૨૯) મલ દોષ-સામાયિક વખતે શરીરનો મેલ ઉતા૨વો તે મલ દોષ છે.
(૩૦) વિમાસણ દોષ-સામાયિકના સમયમાં એદીની માફક બેસી રહેવું તે વિમાસણ દોષ છે.
(૩૧) નિદ્રા દોષ-સામાયિકમાં ઊંઘવું તે નિદ્રા દોષ છે.
(૩૨) વસ્ત્ર-સંકોચન દોષ-સામાયિકમાં ટાઢ વગેરેના કારણથી [કે વિના-કારણે ] વસ્ત્રને સંકો૨વાં તે વસ્ત્ર-સંકોચન દોષ છે.*
* આ સંબંધમાં વિક્રમની ૧૯મી સદીના કવિ પં. શ્રી વીરવિજયજીએ રચેલી સજ્ઝાય નીચે મુજબ છે :
[ચોપાઈ] શુભ-ગુરુ-ચરણે નામી શીસ, સામાયિકના દોષ બત્રીશ; કહીશું ત્યાં મનના દસ દોષ, દુશ્મન દેખી ધરતો રોષ. સામાયિક અવિવેકે કરે, અર્થ-વિચાર ન હૈડે ધરે; મન ઉદ્વેગે ઇચ્છે યશ ઘણો, ન કરે વિનય વડેરા તણો. ભય આણે ચિંતે વ્યાપાર, ફળ-સંશય નિયાણાં સાર; હવે વચનના દોષ નિવાર, કુવચન બોલે કરે ટુંકાર. લે કુંચી, જા, ઘર ઉઘાડ, મુખ લવરી કરતો વઢવાડ; આવો, જાવો બોલે ગાળ, મોહ કરી હુલરાવે બાળ. કરે વિકથા ને હાસ્ય અપાર, એ દશ દોષ વચનના વા; કાયા-કેરાં દૂષણ બાર, ચપલાસન જોવે દિશિ ચાર. સાવદ્ય કામ કરે સંઘાત, આળસ મોડે ઊંચે હાથ; પગ લંબે બેસે અવિનીત, ઓસીંગણ લે થાંભો ભીંત.
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
3
૪
પ
દ
www.jainelibrary.org