________________
૨૫૦
શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
તે અશુદ્ધ દોષ છે.
(૧૯) નિરપેક્ષ દોષ-અપેક્ષા રહિત વચન બોલવું એટલે કે નિશ્ચયકારી ભાષાનો ઉપયોગ કરવો તે નિરપેક્ષ દોષ છે. આ કાર્ય હું જરૂર કરીશ, તમારું કામ થશે જ, વગેરે વાક્ય-પ્રયોગો નિરપેક્ષ છે; જ્યારે આ કાર્ય માટે હું બનતો પ્રયત્ન કરીશ, તમારું કામ થવાનો સંભવ છે વગેરે વાચ-પ્રયોગો સાપેક્ષ છે. આ જાતની ભાષામાં જૂઠા પડવાનો સંભવ રહેતો
નથી.
(૨૦) મુણમુણ દોષ-સામાયિક સમય દરમિયાન ગણગણ્યા કરવું અથવા સૂત્ર-પાઠમાં ગરબડ ગોટા વાળવા તે મુણમુણ દોષ છે.
કાયાના બાર દોષો.
कुआसणं चलासणं चला दिठ्ठी,
सावज्जकिरिया ऽऽलंबणाऽऽकञ्चण-पसारणं ।
આતમ-મોડા-મન-વિમામાં,
निद्दा वेयावच्चति बारस कायदोसा ॥
(૨૧) અયોગ્યાસન દોષ-સામાયિકમાં પગ પર પગ ચડાવીને બેસવું તે અયોગ્યાસન દોષ છે.
(૨૨) અસ્થિરાસન દોષ-ડગમગતા આસને અથવા જ્યાંથી ઊઠવું પડે તેવા આસને બેસીને સામાયિક કરવું, તે અસ્થિરાસન દોષ છે.
(૨૩) ચલદૃષ્ટિ દોષ-સામાયિકમાં બેઠા છતાં ચારે બાજુ નજર ફેરવ્યા કરવી તે ચલદિષ્ટ દોષ છે.
(૨૪) સાવધક્રિયા દોષ-સામાયિકમાં બેઠા છતાં કોઈ પણ ઘ૨કામની કે વેપાર-વણજને લગતી વાતનો સંજ્ઞાથી ઇશારો કરવો તે સાવધક્રિયા દોષ છે.
Jain Education International
(૨૫) આલંબન દોષ-સામાયિક વખતે કોઈ ભીંત કે થાંભલાનું આલંબન લઈને બેસવું તે આલંબન દોષ છે.
(૨૬) આકુંચન-પ્રસારણ દોષ-સામાયિક ચાલુ છતાં હાથ-પગને
For Private & Personal Use Only
www.jainelibrary.org