________________
સામાયિક પારવાનું સૂત્ર ૭ ૨૪૯
વચનના દસ દોષો.
कुवयणं सहसाकारे,
સછંદ્ર-સંઘેય-નદં ચ ।
વિજ્ઞા-વિહામોડવુદ્ધ,
निरवेक्खो मुणमुणा दोसा दस ॥
(૧૧) કુવચન દોષ-કડવું, અપ્રિય કે અસત્ય વચન બોલવું, તે કુવચન દોષ છે.
(૧૨) સહસાકાર દોષ-વગર-વિચારેય એકાએક વચન કહેવું તે સહસાકાર દોષ છે.
(૧૩) સ્વચ્છંદ દોષ-શાસ્ત્રની દરકાર રાખ્યા વિના કોઈ પણ વચન બોલવું તે સ્વચ્છંદ દોષ છે.
(૧૪) સંક્ષેપ દોષ-સામાયિક લેતી વખતે તેની વિધિના પાઠ તથા સ્વાધ્યાય દરમિયાન અન્ય કોઈ સૂત્રસિદ્ધાંતના પાઠ ટૂંકાણમાં બોલી જવા તે સંક્ષેપ દોષ છે; મતલબ કે તે સ્ફુટ અને સ્પષ્ટાક્ષરે બોલવા જોઈએ.
(૧૫) કલહ દોષ-સામાયિક દરમિયાન કોઈની સાથે કલહકારી વચન બોલવું તે કલહ દોષ છે.
(૧૬) વિકથા દોષ-સામાયિક દરમિયાન સ્ત્રીનાં રૂપ-લાવણ્ય-સંબંધી, ખાન-પાનના-સ્વાદસંબંધી, લોકાચાર-સંબંધી કે કોઈની શોભા યા સૌન્દર્યસંબંધી, વાતચીત કરવી તે વિકથા દોષ છે. [ચાર પ્રકારની વિકથા માટે જુઓ-શ્રીહરિભદ્રસૂરિએ રચેલી શ્રી દશવૈકાલિક સૂત્રની ટીકા. અધ્યયન
ત્રીજું.]
(૧૭) હાસ્ય દોષ-સામાયિકમાં કોઈની હાંસી કરવી કે હસવું એ હાસ્ય દોષ છે.
(૧૮) અશુદ્ધ દોષ-સામાયિકના સૂત્ર-પાઠમાં કાનો, માત્રા કે મીંડું ન્યૂનાધિક બોલવાં અથવા હ્રસ્વનો દીર્ઘ ને દીર્ઘનો હ્રસ્વ ઉચ્ચાર કરવો, અથવા તો સંયુક્તાક્ષરોને તોડીને બોલવા અને છૂટા અક્ષરોને સંયુક્ત બોલવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org