________________
૨૪૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
મનના દસ દોષો વિવેક નો-ત્તિ, નામસ્થી -મ-નિયાત્થિી ! संसय-रोस अविणओ, अबहुमाणए दोसा भाणियव्वा ॥
(૧) અવિવેક દોષ-સામાયિકના સમય દરમિયાન આત્મ-હિત સિવાય અન્ય વિચારો કરવા તે અવિવેક દોષ છે.
(૨) યશકીર્તિ દોષ-લોકો વાહવાહ બોલે એવી ઇચ્છાથી સામાયિક કરવું તે યશકીર્તિ દોષ છે.
(૩) લાભ-વાંછા દોષ-સામાયિક દ્વારા કોઈ પણ જાતના લાભની ઇચ્છા રાખવી તે લાભ-વાંછા દોષ છે.
(૪) ગર્વ દોષ-અન્ય લોકો કરતાં હું સારું સામાયિક કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાતો છું, એવો વિચાર કરવો તે ગર્વ દોષ છે.
(૫) ભય દોષ-હું સામાયિક નહિ કરું તો અન્ય લોકો શું કહેશે ? એવા ભયથી સામાયિક કરવું તે ભય દોષ છે.
(૬) નિદાન દોષ-સામાયિક કરીને તેના ફલ તરીકે સાંસારિક સુખની ઇચ્છા કરવી તે નિદાન દોષ છે.
(૭) સંશય દોષ-સામાયિકનું ફલ મળશે કે કેમ ? એવો વિચાર કરવો તે સંશય દોષ છે.
(૮) રોષ દોષ-કોઈ પણ કારણથી ઉત્પન્ન થયેલા રોષમાં ને રોષમાં સામાયિક કરવા બેસી જવું તે રોષ દોષ છે.
(૯) અવિનય દોષ-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનય વગર સામાયિક કરવું તે અવિનય દોષ છે.
(૧૦) અબહુમાન દોષ-ભક્તિભાવ, બહુમાન અને ઉમંગ સિવાય સામાયિક કરવું તે અબહુમાન દોષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org