________________
કરેમિ ભંતે' સૂત્ર૦ ૨૦૯
મદ્ ધાતુ કલ્યાણ અને સુખના અર્થમાં છે. તેના પરથી મત્ત શબ્દ બનેલો છે. એટલે તેનો અર્થ કલ્યાણવાનું અથવા સુખવાનું થાય છે. કલ્યાણનો અર્થ આરોગ્ય પણ છે.
ભવાંત-એટલે ભવનો અંત કરનાર અને મયાંત' એટલે ભયનો અંત કરનાર કે ત્રાસનો અંત કરનાર. તે માટે શ્રીવિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું
नेरयाइ-भवस्स व, अंतो जं तेण सो भवंतो त्ति । अहवा भयस्स अंतो, होइ भयंतो भयं तासो ॥
(ગા. ૩૪૪૯) જે નરકાદિ-ભવનો અંત કરે છે, તે ભવાંત કહેવાય છે અથવા જે ભયનો અંત કરે છે, તે ભયાત કહેવાય છે. ભય એટલે ત્રાસ.
મકવન્ !-હે પૂજય ! (વિશેષ માટે જુઓ સૂત્ર-૫) સામાફિયં-[સામયિ]-સામાયિકને.
સામયિક શબ્દ સમાય કે સામાન્ય પદનું તદ્ધિત રૂપ છે; અર્થાત્ સમય કે સમય પદને સ્વાર્થમાં રૂદ્ પ્રત્યય લાગવાથી એ સિદ્ધ થાય છે.
સમય એટલે સમનો લાભ-સમની પ્રાપ્તિ. સમસ્ય મય: સમય: સમ-શબ્દ નીચે જણાવેલા જુદા જુદા અર્થોમાં વપરાય છે -
(૧) સમ એશ્લે સમસ્થિતિ, વિષમતાનો અભાવ, સ્વરૂપ-લીનતા કે સ્વરૂપમાં મગ્નતા. અનાદિ કાળથી આત્માની સ્થિતિ વિષમ છે. તે મટાડીને સમ કરવી. (૨) સમ એટલે સમભાવ, મિત્રતા કે બંધુત્વ. અન્ય સર્વ જીવોને આત્મ-સદશ માની તેમની સાથે સમાન રીતે વર્તવું. (૩) સમ એટલે રાગદ્રષ-રહિત અવસ્થા, મધ્યસ્થતા કે વીતરાગતા. આસક્તિના કારણે પદાર્થોમાં કરેલી મનોજ્ઞ અને અમનોજ્ઞ, અથવા ઈષ્ટ અને અનિષ્ટ કે પ્રિય અને અપ્રિયની કલ્પના દૂર કરવી. (૪) સમ એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્રનો સમન્વય. શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક ચારિત્રની સુધારણા કરવી-એ તેનું રહસ્ય છે.
આ પ્રકારના સમનો જે લાભ, તે સામાયિક અથવા આ પ્રકારના સમનો લાભ જેનાથી, જેના વડે કે જેમાં મળે, તે સામાયિક. પ્ર.-૧-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org