________________
૨૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
હે ગૌતમ ! એકાંતિક, આત્યંતિક પરમશાશ્વત, ધ્રુવ, નિરંતર એવા સર્વોત્તમ સુખના આકાંક્ષીએ સૌથી પ્રથમ આદરપૂર્વક સામાયિકથી માંડીને લોકબિંદુ (ચૌદમું પૂર્વ) સુધીના બાર અંગ પ્રમાણના શ્રુતજ્ઞાનનું, કાલ લક્ષ્યમાં રાખીને તથા આયંબિલ વગેરે વિધિપૂર્વક ઉપધાનથી હિંસા વગેરેનો ત્રિવિધે ત્રિવિધ ત્યાગ કરીને, સ્વર-વ્યંજન-માત્રા-બિંદુ-પદ તથા અક્ષર જરા પણ ન્યૂન ન આવે એવી રીતે, પદચ્છેદ, ઘોષબદ્ધતા, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, તથા અનાનુપૂર્વીથી ખૂબ વિશુદ્ધ રીતે તેમજ ભૂલ્યા વિના એકાગ્રતાપૂર્વક જ્ઞાન મેળવવું જોઈએ.
ઉપરનાં વાક્યો દ્વારા ચરમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવંત શ્રી મહાનિસીહ સુત્તમાં શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ સૂત્ર અંગે જે નિર્દેશ કરે છે તે લોગસ્સ સૂત્રના વિનય-ઉપધાનને પણ તેટલો જ લાગુ પડે છે.
તેની વિધિ દર્શાવતાં તે પરમોપકારી પરમેશ્વર જણાવે છે કે :
સુપ્રશસ્ત અને સુંદર તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન અને ચંદ્રબલ હોય ત્યારે,
જાતિ વગેરે આઠ મદ તથા આશંકાઓથી રહિત બનીને, ભક્તિ અને બહુમાન પૂર્વક,
નિયાણા વિના ત્રણ ઉપવાસ પ્રમાણ તપ કરીને, જિન ચૈત્યમાં, જંતુરહિત પ્રદેશમાં, ભક્તિથી સભર બનીને, નતમસ્તકે, પ્રફુલ્લિત રોમરાજિ, વિકસિત વદન કમળ, પ્રશાંત, સૌમ્ય અને સ્થિર દષ્ટિ, નવા નવા સંવેગથી ઉછળતા, અત્યંત, નિરંતર અને અચિજ્ય એવા શુભ પરિણામ વિશેષથી ઉલ્લસિત આત્મવીર્ય અને પ્રતિસમય વૃદ્ધિ પામતા પ્રમોદથી વિશુદ્ધ, નિર્મળ, સ્થિર અંત:કરણવાળા બનીને
જમીન ઉપર બે ઢીંચણ, બે કરકમલ તથા મસ્તક સ્થાપીને અંજલિપુટ રચીને
ધર્મતીર્થકરોના બિંબ પર દૃષ્ટિ તથા મનને સ્થિર કરીને દઢ ચારિત્ર્ય વગેરે ગુણ સંપદાથી સહિત,
જરૂરી ગણાયાં છે અને તેની વિધિ ઉપર મુજબ શાસ્ત્રકારોએ દર્શાવી છે. ૧. આલોક અને પરલોકનાં સુખોની માગણી તે નિયાણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org