________________
લોગસ્સ-સૂત્ર ૦ ૨૦૩
૧૨. યોગશાસ્ત્ર વિવરણ
શ્રી હેમચંદ્રસૂરિ ૧૩. દેવવંદન ભાષ્ય
શ્રી દેવેંદ્રસૂરિ ૧૪. વંદારુ વૃત્તિ
શ્રી દેવેંદ્રસૂરિ ૧૫, આચાર દિનકર
શ્રી વર્ધમાનસૂરિ ૧૬. ધર્મસંગ્રહ
શ્રી માનવિજય ઉપાધ્યાય પ્રતિક્રમણની પીઠ અને તેનું દઢીકરણ પ્રતિક્રમણના છ આવશ્યક અંગે ન્યાય-વિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય ભગવંત શ્રીમદ્ યશોવિજયજી મહારાજ નીચે મુજબ જણાવે છે :
પડિક્કમણાનાં છ આવશ્યક કર્મનાં નામ લિખીઈ છઈ.
૧) દોષ સંગ્રહ, ૨) આલોચના, ૩) પ્રતિક્રમણ, ૪) ક્ષામણ વિધિ, ૫) વ્રણ ચિકિત્સા. ૬) ગુણ-ધારણા.
तेन प्रथमकर्मणि आत्मसाक्षिकदोषालोचनया दोषसंग्रहः कार्यः । यतीनां सयणासण गाथया दोषसंग्रहः कार्यः । .....श्राद्धेन तु अष्टगाथया । एतेन-प्रतिक्रमणपीठं दर्शितम् । पीठदाार्थंचतुर्विंशतिस्तवः पठनीयः ॥१॥ અર્થ :
તેથી પ્રથમ આવશ્યક કર્મમાં આત્મસાક્ષીએ દોષોની આલોચના કરવા પૂર્વક દોષ સંગ્રહ કરવો જોઈએ. સાધુઓએ સયસ એ ગાથા વડે દોષ સંગ્રહ કરવો જોઈએ. જ્યારે શ્રાવકે તો (નામિ દંપમિ ગ વગેરે) આઠ ગાથા વડે. આ રીતે પ્રતિક્રમણનું પીઠ બતાવ્યું. પીઠની દઢતા માટે ચતુર્વિશતિસ્તવ બોલવો જોઈએ.
-ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ ૨ જો. પૃ. ૧૧૦
તપ ઉપધાન શ્રી લોગસ્સસૂત્ર રૂપ શ્રુતજ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા માટે વિનયપધાનની વિધિ * કોઈ પણ સૂત્રનું અધ્યયન કરતાં પૂર્વે તે સૂત્રનું અધ્યયન કરવાની ગુરુ મહારાજ પાસેથી
અનુજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ. તે સિવાય તે સૂત્રનું અધ્યયન કરવાનો જૈન શાસ્ત્રોમાં નિષેધ છે. તે અનુજ્ઞા મેળવવા માટે અમુક અમુક પ્રકારનાં તપ અથવા અમુક પ્રકારની ક્રિયાઓ નિર્મીત સમય પર્યત કરવાની હોય છે. અને એ રીતે તે તે સૂત્રો માટે નિર્ણાત કરેલ સમય પર્યત કરાતી ક્રિયા તપ વગેરેને ઉપધાન કહેવામાં આવે છે. લોગસ્સ સૂત્રરૂપ શ્રુતજ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા મેળવવા માટે પણ આ રીતના ઉપધાન કરવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org