________________
લોગસ્સ-સૂત્ર ૭ ૨૦૫
અબાધિત ગુરુના મુખમાંથી નીકળેલ તેમના સંતોષ તથા કૃપાથી મળેલ, સંસાર સમુદ્રની અંદર નૌકા સમાન, મિથ્યાત્વના દોષથી નહીં હણાયેલ વિશિષ્ટ બુદ્ધિવાળા ગણધર ભગવંતોએ રચેલ, સાત ગાથા પરિમાણવાળા શ્રી લોગસ્સ સૂત્રની ચાર પદ અને બત્રીસ અક્ષર પ્રમાણવાળી પ્રથમ ગાથાનું અધ્યયન ત્રણ ઉપવાસ જેટલો તપ કરવા દ્વારા કરવું જોઈએ. એટલે કે મોટા વિસ્તારથી અત્યંત સ્ફુટ, નિપુણ અને શંકા રહિતપણે સૂત્ર તેમજ અર્થોને અનેક પ્રકારે સાંભળીને અવધારણ કરવા જોઈએ.
ત્યાર બાદ બીજી, ત્રીજી અને ચોથી ગાથાનું છ ઉપવાસ જેટલો તપ કરવા દ્વારા કરવું જોઈએ.
તે જ પ્રમાણે પાંચમી, છઠ્ઠી તથા સાતમી ગાથાનું અધ્યયન સાડા છ ઉપવાસ જેટલો તપ કરવા દ્વારા કરવું જોઈએ.
આ રીતે વિધિપૂર્વક લોગસ્સ સૂત્ર રૂપ શ્રુતજ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા પ્રાપ્ત કરવાનો નિર્દેશ કરતો પાઠ સિરી મહાનિસૌંદ સુત્તમાં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે :
चवीसत्थयं एगेणं छठ्ठेणं,
एगेणं चउत्थेणं पणवीसाए आयंविलेहिं । - सिरिमहानिसीहसुत्त જે કોઈ આ રીતે અન્ય સર્વ કહેલી વિધિઓનું અતિક્રમણ કર્યા વિના ઉપધાન તપને કરે છે. તે પ્રિયધર્મી, દૃઢધર્મી, એકાંત ભક્તિયુક્ત, સૂત્ર અને અર્થની અંદર અનુરાગી મનવાળો, શ્રદ્ધા તથા સંવેગથી યુક્ત બનેલો, ભવરૂપી કારાવાસમાં ગર્ભવાસની અનેકવિધ પીડાઓને વારંવાર પામતો નથી. જપમાલિકા :
લોગસ્સ-સૂત્રના ઉપધાન દરમ્યાન દરરોજ સંપૂર્ણ લોગસ્સ સૂત્રનો જપ, માળાના ત્રણ આવર્તન દ્વારાં કરવાનો હોય છે. તેથી દરરોજ ૩૨૪ વાર લોગસ્સ સૂત્રનું સ્મરણ થાય છે; અને ઉપધાનના ૨૮ દિવસોમાં એકંદર ૯૦૭૨ વાર સ્મરણ થાય છે.
પાદનોંધ :
જગદ્ગુરુ આચાર્ય શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજ દ૨૨ોજ લોગસ્સસૂત્રની નવકારવાળી ગણતા હતા. એવો ઉલ્લેખ હીરવિજયસૂરિ રાસમાં ઉપલબ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org