________________
લોગસ્સ-સૂત્ર ૦ ૧૭૯
સૂર્ય ચંદ્ર પણ હોઈ શકે છે. તેવા પ્રકાશક પ્રસ્તુતમાં ન લેવા તે માટે ધર્મતીર્થકર-ધર્મતીર્થના કરનાર-એ વિશેષણ મૂકવામાં આવ્યું છે.
૫. પ્રશ્ન-ધર્મતીર્થર એટલા વિશેષણથી જ કાર્ય ચાલી શકે છે તો પછી લોકોદ્યોતકર એ વિશેષણની શી જરૂર છે ? કારણ કે, જે ધર્મતીર્થ સ્થાપે તે લોકનો ઉદ્યોત કરે જ છે.
- ઉત્તર-લોકમાં નદી વગેરે વિષમ સ્થાનોમાં ઊતરવા માટે કેટલાક ભદ્રિક જીવો ધર્મના હેતથી ઓવારા વગેરે બનાવે છે અને તેને તીર્થ કહેવામાં આવે છે. તીતૈિડમેન તિ તીર્થ-જેના દ્વારા કરાય તે તીર્થ. તો આવા જીવોને પણ ધર્મતીર્થકર કહેવાય. માટે લોકોદ્યોતકર એ વિશેષણ મૂકવું જરૂરી છે અને તે મૂકવાથી કેવલ શ્રી અરિહંત ભગવંતોનું જ ગ્રહણ થાય છે.
૬. પ્રશ્ન-લોકોદ્યોતકર અને ધર્મતીર્થકર વિશેષણનો ઉપયોગ કર્યા પછી જિન વિશેષણ શા માટે ?
ઉત્તર-જૈનેતર દર્શનો પોતે માનેલ પરમાત્માને લોકોદ્યોતકર તેમજ ધર્મતીર્થકર માને છે પરંતુ સાથે સાથે એમ પણ માને છે કે પોતે સ્થાપેલ તીર્થને જ્યારે હાનિ પહોંચે છે ત્યારે તે પરમાત્મા પુનઃ અવતાર ધારણ કરી સંસારમાં પાછા આવે છે તેથી જિન-રાગાદિ શત્રુઓને જીતે તે જિન-એ વિશેષણ મૂકવામાં આવ્યું છે.
१. इह लोकैकदेशेऽपि ग्रामैकदेशे ग्रामवत् लोकशब्दप्रवृत्ते मा भूत् तदुद्द्योत-करेष्ववधि विभङ्गज्ञानिष्वर्कचन्द्रादिषु वा सम्प्रत्यय इत्यतस्तद्व्यवच्छेदार्थधर्मतीर्थकरानिति ।।
-લ. વિ. પૃ. ૪૩ २. इह लोके येऽपि नद्यादिविषमस्थानेषु मुधिकया धर्मार्थमवतरणतीर्थकरण-शीलास्तेऽपि
धर्मतीर्थकरा एवोच्यन्ते, तन्माभूदतिमुग्धबुद्धीनां तेषु सम्प्रत्यय इति तदपनोदाय लोकस्योद्योतकरानप्याहेति ।
-લ. વિ., પૃ. ૪૩ ३. माभूत्कुनयमतानुसारिपरिकल्पितेषु यथोक्तप्रकारेषु सम्प्रत्यय इत्यतस्तदपोहाय-जिनान् इति,
श्रूयते च कुनयदर्शनेज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयो भवं तीर्थनिकारतः ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org