________________
૧૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
અંધકારને દૂર કરે છે.
તદુપરાંત કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ જણાવે છે કે
મિથ્યાષ્ટિઓ માટે પ્રલયકાલના સૂર્યસમાન, સમ્યગુદૃષ્ટિ આત્માઓ માટે અમૃતના અંજન જેવું અને તીર્થંકરલક્ષ્મીના ભાલસ્થલમાં તિલક જેવું ધર્મચક્ર હે સ્વામી ! આપની આગળ ચાલે છે.
તેમજ શ્રી આશાબરકત જિનસહસ્રનામની શ્રુતસાગરી ટીકામાં ૩ ૨ ધર્મનલ રેવનન્દ્રિના કહીને ધર્મચક્રની વ્યાખ્યા નીચે પ્રમાણે આપેલ છે :
સ્કુરાયમાણ હજારો આરાઓથી મનોહર, નિર્મળ મહારત્નોના કિરણોના સમૂહથી વ્યાપ્ત, સૂર્યની કાંતિના સમૂહનો તિરસ્કાર કરનારું અને શ્રી તીર્થકર ભગવંતની આગળ ચાલનારું ધર્મચક્ર હોય છે.
૪. પ્રશ્ન-શ્રી અરિહંતદેવોને લોક અથવા સમસ્ત વિશ્વના પ્રકાશક કહ્યા પછી ધર્મતીર્થકર કહેવાની શી જરૂર છે ?
ઉત્તર-લોક શબ્દથી લોકનો એક ભાગ એવો અર્થ પણ થાય અને તેવા લોકના (લોકના એક ભાગના) પ્રકાશક તો અવધિજ્ઞાની આદિ તેમજ
१. जस्सवरधम्मचक्कं , दिणयरबिंब व भासुरच्छायं ।
तेएण पज्जलंतं गच्छइ पुरओ जिणिदस्स ॥१९॥ आयासं पायालं सयलं महिमंडलं पयासंतं । भिच्छत्तं मोह तिमिरं हरेइ तिण्डंपि लोयाणं ॥२०॥
-અરિહાણાઈ થુત્ત, નમસ્કાર સ્વાધ્યાય (પ્રા. વિ.), પૃ. ૨૦૭ २. मिथ्यादृशां युगान्तार्कः सुदृशाममृताञ्जनम् । तिलकं तीर्थकृल्लक्ष्म्याः पुरश्चक्रं तवैधते ॥१॥
-વીતરાગસ્તોત્ર, ચતુર્થ પ્રકાશ, શ્લોક ૧, પૃ. ૨૯ ३. स्फुरदरसहस्ररुचिरं, विमलमहारत्नकिरणनिकरपरीतम् प्रहसितसहस्रकिरणद्युतिमण्डलमग्रगामि धर्मसुचक्रम्
-જિનસહસ્રનામ, અધ્યાય ૨, શ્લો. ૨૭ની ટીકા, પૃ. ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org