________________
૧૨૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ पाय-समा ऊसासा, काल-पमाणेण हंति नायव्वा । एयं काल-पमाणं, उस्सग्गेणं तु नायव्वं ॥१५३९॥
આ.નિ. ભાવાર્થ :- શ્વાસોચ્છવાસને કાલ પ્રમાણથી એક પાદ સમાન એટલે શ્લોકના ચતુર્થ ભાગ પ્રમાણે જાણવો. કાલનું આ પ્રમાણ ઉત્સર્ગથી સમજવાનું છે. (અપવાદથી નહીં).
જૈન રીતિએ કાલ ગણના પ્રમાણે ૭ પ્રાણનો એક સ્તોક, ૭ સ્તોકનો એક લવ અને ૭૭ લવનું એક મુહૂર્ત થાય છે. એટલે ૪૮ મિનિટમાં ૩૭૭૩ પ્રાણ અને એક મિનિટમાં ૭૮૬ પ્રાણ થાય છે. આ સમયમાં લગભગ તેટલાં જ પદો બોલાય છે.
૪. કાયોત્સર્ગના આગાર : કાયોત્સર્ગ દરમિયાન કાયાનો વ્યાપાર સંપૂર્ણ રીતે છોડી દેવાનું શક્ય છે કે કેમ? તે પણ એક પ્રશ્ન છે. દાખલા તરીકે આપણે શ્વાસોચ્છવાસ લઈએ છીએ તે પણ એક જાતનો કાય-વ્યાપાર છે; આપણને છીંક કે બગાસું આવી જાય તો તે પણ એક જાતનો કાય-વ્યાપાર છે. આ રીતે બીજી પણ ઘણી ક્રિયાઓ એવી છે કે જેને કાય-વ્યાપાર ગણી શકાય; જેમકે અંગ-સ્કુરણ, કફ-સંચાર વગેરે. વળી કાય-વ્યાપાર બે પ્રકારનો છે : કેટલોક કાવ્ય-વ્યાપાર ઇચ્છાને આધીન હોય છે, અને કેટલોક કાય-વ્યાપાર ઇચ્છાના પ્રવર્તન સિવાય નૈસર્ગિક રીતે પણ થયા કરે છે. એટલે તે બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે નીચેના કાય-વ્યાપારો થતા હોય કે થઈ જાય તો તેને કાયોત્સર્ગમાં બાધક સમજવા નહિ :
૧. ઉચ્છવાસ, ૨. નિઃશ્વાસ, ૩. ખાંસી, ૪. છીંક, ૫. બગાસું, ૬. ઓડકાર, ૭. વા-છૂટ, ૮. ભ્રમરી, ૯. પિત્તની મૂચ્છ, ૧૦. સૂક્ષ્મ અંગ-સંચાર, ૧૧. સૂક્ષ્મ કસંચાર અને ૧૨. સૂક્ષ્મ દૃષ્ટિ-સંચાર.
જેઓ કર્મ ખપાવવા માટે કાયોત્સર્ગનો આશ્રય લે છે અને તે માટે સ્મશાનમાં, શૂન્યગૃહમાં કે જંગલોમાં જઈને પોતાની કાયાનું વ્યુત્સર્જન કરે છે, તેના માટે ઘણી વાર વિચિત્ર અને વિકટ સંયોગો ઉપસ્થિત થાય છે. આ પ્રસંગે જ મૃત્યુને ભેટવાની તૈયારી પૂરેપૂરી ન હોય અથવા ઘણો પ્રયત્ન કરવા છતાં, મન પર તે સંયોગોની અસર થાય તેમ હોય તો કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org