________________
૯૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
અર્થનું સ્પષ્ટીકરણ કરતાં શ્રીહરિભદ્રસૂરિએ જણાવ્યું છે કે-ઞાતોષનાહિના પુન: સંમિત્યર્થઃ-આલોચના અને નિંદા વડે આત્માને ફરી શુદ્ધ બનાવવો એ તેનો અર્થ છે. એટલે ઉત્તરીકરણ એ વિશેષ આલોચન-નિંદા વડે આત્માને શુદ્ધ બનાવવાની ક્રિયા છે.
પાયચ્છિત્ત-વાળેĪ-શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા વડે. આત્મશુદ્ધિ માટે કાયોત્સર્ગ કરીને ઊભેલો આત્મા વિશેષ આલોચના અને નિંદા કર્યા પછી વિચારે કે શ્રી જિનેશ્વર ભગવાને પાપનો નાશ કરવા માટે અધિકાર ભેદથી દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત કહ્યાં છે, તેમાંથી અહીં કાયોત્સર્ગ નામનું પ્રાયશ્ચિત્ત કરવાનું વિધાન છે, માટે હું તેમાં પ્રવૃત્ત થાઉં. આ કાયોત્સર્ગ કિસ્સામાળ પાવીસુસ્સાÈ –એ આગમવચનથી પચીસ ઉચ્છ્વાસ પ્રમાણ છે, માટે તેટલો સમય હું કાયોત્સર્ગ કરું અને મારા ચિત્તનું શોધન કરી આવા અતિચારો પુનઃ ન લાગે એવી સાવધાનતા કેળવું. વળી આલોચના પ્રસંગે ખાસ અતિચારોનો સંગ્રહ થયો હોય તો તે એવો વિચાર
કરે કે હું કાયોત્સર્ગ પૂર્ણ થયા પછી યથાસમયે ગુરુ આગળ આ અતિચારોનું પ્રકાશન કરીશ અને તેઓ જે પ્રાયશ્ચિત્ત આપશે, તે સમ્યક્ પ્રકારે ગ્રહણ
કરીશ.
વિમોદ્દીનનેળ-ચિત્તનું વિશેષ શોધન કરવા વડે.
આલોચના અને નિંદા કરીને તથા તે અંગે જિનેશ્વર દેવે ફરમાવેલું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીને શુદ્ધ થયેલો આત્મા ચિત્તની વિશેષ શુદ્ધિ કરવા માટે
× વિષે પાત્તેિ પન્નત્તે, તું ના-o. આતોયવ્હેિ, ૨. ડિશ્ચમારિદે, રૂ. તડુમયા િહે, ૪. વિવેÈ, ૧. વિશહેિ, ૬. તવારિà, છ. છેવરિષ્ઠે, ૮. મૂલારિત્તે, ૧. અાવકુપ્પાદ્દેિ ૬૦. પાંચિયારિહે ! પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર કહ્યા છે ઃ ૧. આલોચનાને યોગ્ય, ૨. પ્રતિક્રમણને યોગ્ય, ૩. આલોચના અને પ્રતિક્રમણને યોગ્ય, ૪. વિવેક-અશુદ્ધ ભક્તાદિના ત્યાગને યોગ્ય, પ. કાયોત્સર્ગને યોગ્ય, ૬. તપને યોગ્ય, ૭. દીક્ષા-પર્યાયના છેદને યોગ્ય, ૮. મૂળને યોગ્ય-ફરીથી મહાવ્રત લેવાને યોગ્ય, ૯. અનવસ્થાપ્યાર્હ-તપ કરીને ફરી મહાવ્રત લેવાને યોગ્ય તથા ૧૦. પારાંચિક-ગચ્છથી બહાર રહેવાને યોગ્ય, જુદું લિંગ ધારણ કરવાને યોગ્ય. + ઈરિયાવહી નિમિત્તે કરવાના કાયોત્સર્ગનું પ્રમાણ પચીસ ઉચ્છ્વાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org