________________
તસ્સ ઉત્તરી સૂત્ર ૦૯૫ તેના અર્થની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ત્યારે મમત્વી તનૂસ્કૃતિછતાહંતા / દેહના મમત્વનો ત્યાગ કાયોત્સર્ગ કહેવાય છે. તાત્પર્ય કે અહીં વાય શબ્દથી ધૂલ કાયા નહિ પણ તેના પરનું મમત્વ કે તેના પ્રત્યેનો મોહ સમજવાનો છે. આ.ટી.માં કહ્યું છે કે વ્યાપારવતઃ યેચ પરિત્યા કૃતિ ભાવના વ્યાપારવાળી કાયાનો પરિત્યાગ કરવો, અર્થાત્ સ્થાન, મૌન અને ધ્યાન સિવાય કાયા વડે અન્ય પ્રવૃત્તિ ન કરવી એ કાયોત્સર્ગનો ભાવાર્થ છે.
(૪) તાત્પર્યાર્થ ૩૪રીર-સુ-જેનો મુખ્ય વિષય ઉત્તરીકરણ છે, તેવું સૂત્ર. પ્રથમ પદો પરથી તેને તસ્સ ઉત્તરી સૂત્ર પણ કહેવામાં આવે છે.
ત-જેનું પ્રતિક્રમણ કર્યું, તેનું અનુસંધાન કરીને આ સૂત્ર કહેવાય છે.
તત્ સર્વનામ આગળ ચત્ની અપેક્ષા રાખે છે, એટલે જેનું પ્રતિક્રમણ કર્યું તેનું અનુસંધાન કરીને આ સૂત્ર કહેવાય છે, એમ સમજવાનું છે.
કરી રો-પુનઃ વિશેષ શુદ્ધિ કરવા વડે.*
વ્રત-નિયમમાં અતિચાર લાગતાં તેની આલોચના કરવામાં આવે છે અને પછી તેનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. આથી આત્મા નિર્મલ બને છે, પરંતુ કેટલાક અતિચારો એવા હોય છે કે તેમને શુદ્ધ કરવા માટે વિશિષ્ટ ક્રિયા કરવી પડે છે. શાસ્ત્રકારોના અભિપ્રાયથી આવી ક્રિયાઓ ચાર છે :(૧) ઉત્તરીકરણ, (૨) પ્રાયશ્ચિત્તકરણ, (૩) વિશોધીકરણ અને (૪) વિશલ્યીકરણ. જો આ ચાર ક્રિયાઓ બરાબર કરવામાં આવે તો તે ગમે તેવા અતિચારોનું શોધન કરી પાપકર્મોનો સર્વાશે નાશ કરે છે. આ ચાર ક્રિયાઓ કાયોત્સર્ગમાં રહીને કરવાની હોય છે, એટલે તે માટે કાયોત્સર્ગનો આશ્રય લેવાય છે.
ઉત્તરીકરણનો જે અર્થ નિર્યુક્તિકારે કર્યો છે, તેનું તાત્પર્ય એ છે કે ઉત્તરીકરણ એ આત્માને શુદ્ધ કરવા માટેની એક પ્રકારની ક્રિયા છે. આ
* અર્થાત્ જે અતિચારોનું ઈરિયાવહીથી આલોચના અને પ્રતિક્રમણ કર્યું તેની પુન શુદ્ધિ માટે કાઉસ્સગ્ન કરું છું.
-ધ. સં. ભા. ૧, પૃ. ૪૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org