________________
અબ્દુટ્ટિયો સૂત્ર
કરવામાં, ઊંચું આસન-રાખવામાં, સમાન આસન રાખવામાં, વચ્ચે બોલી ઊઠવામાં, ગુરુની ઉ૫૨વટ થઈને બોલવામાં અને ગુરુ-વચન ઉપર ટીકાટિપ્પણ ક૨વામાં જે કાંઈ અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું કર્યું હોય, તથા મા૨ા વડે સૂક્ષ્મ કે સ્થૂલ, થોડું કે વધારે જે કાંઈ વિનય-રહિત વર્તન થયું હોય; તમે જાણો છો અને હું જાણતો નથી, તેવા કોઈ અપરાધ થયા હોય; તે સંબંધી મારું સઘળું પાપ મિથ્યા થાઓ.
૭૩
(૬) સૂત્ર-પરિચય
સર્વજ્ઞ-કથિત ધર્મનું મૂળ વિનય છે. તેનાથી ગ્રહણ કરવા યોગ્ય અને આચરવા યોગ્ય, બન્ને પ્રકારની શિક્ષા પ્રાપ્ત થાય છે કે જે પરિણામે અવિચલ મુક્તિ-સુખને આપનારી છે. તેથી મુક્તિ-મોક્ષ કે નિર્વાણનું સુખ ઇચ્છાનાર સાધકે ગુરુનો વિનય દરેક પ્રકારે નિરંતર કરવો જોઈએ.
જે સાધક ગુરુનો વિનય યથાર્થ રીતે કરતો નથી અને મોક્ષને ઇચ્છે છે, તે જીવિતની ઇચ્છા છતાં અગ્નિમાં પ્રવેશ કરવાનું કાર્ય કરે છે. મતલબ કે ગુરુનો યથાર્થ વિનય નહીં કરનાર પોતાની સાધનાનાં ફળથી ભ્રષ્ટ થાય છે અને માનવભવ આદિ અમૂલ્ય સામગ્રીને હારી જાય છે; તેથી જ કહ્યું છે કે :गुरुपद - सेवा निरओ, गुरु-आणाराहणंमि तलिच्छ । ચરળ-મા-ધરળ-સત્તો, હોડ્ બર્ફે નન્નજ્ઞા નિયમા ॥
-ધર્મરત્ન-પ્ર. ગા. ૧૨૬
ગુરુના ચરણની સેવા કરવામાં મગ્ન અને તેમની આજ્ઞાનું પાલન કરવામાં તત્પર એવો સાધુ ચારિત્રનો ભાર વહન કરવાને શક્તિમાન થાય છે, બીજો નહિ જ, એ વાત નક્કી સમજવી.
કદાચ ગુરુ મંદ હોય, નાની ઉંમરના હોય કે ઓછું ભણેલા હોય, તોપણ વિનીત શિષ્યે તેમનો વિનય બરાબર સાચવવાનો છે. અન્યથા વાંસના ફળની માફક તેઓ પોતાના હાથે જ હણાય છે. જૈન શાસ્ત્રોનું એ સ્પષ્ટ ફરમાન છે કે રત્નત્રયીની ઇચ્છા રાખનાર ધર્માભિલાષી શિષ્ય ગુરુને વિનયથી આરાધવા તેમ જ પ્રસન્ન કરવા. તેમ છતાં કોઈ પણ કારણે તેમનો અવિનય થાય કે આશાતનાનું કારણ ઉત્પન્ન થાય તો તેમની મન, વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org