SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ અને કાયાથી ક્ષમા માગવી. આ કારણે ગુરુને વંદન કરતાં દિવસ અને રાત્રિનું પ્રતિક્રમણ કરતાં, તેમ જ પક્ષ, ચાતુર્માસ અને સંવત્સર દરમિયાન થયેલા અપરાધોની આલોચના કરતાં ગુરુ-ખામણા-સુત્ત બોલીને ગુરુને ખમાવવાનો વિધિ છે. આ ક્રિયાનો પ્રારંભ ગુરુની આજ્ઞા પ્રાપ્ત થયા પછી કરવાનો છે. એટલે શરૂઆતમાં ઇચ્છાકારેણ સંદિસહ ભગવં ! અદ્ભુફિઓ હં અલ્પિતરદેવસિએ (રાઈએ, પખિએ, ચાઉમાણિય, સંવચ્છરિય) ખામેઉં એ પદો વડે ગુરુની આજ્ઞા માગવામાં આવે છે અને ગુરુ ખામહ પદ વડે એ ક્રિયા કરવાની અનુજ્ઞા આપે છે. એટલે શિષ્ય ઇચ્છે પદ વડે એ આજ્ઞાનો સ્વીકાર કરે છે અને પોતે એ ક્રિયામાં દાખલ થાય છે, એમ સૂચવવાને સ્વામિ ફેવસિયં (રાગં, વિવાં, વીરમાસિકં કે સંવરિબં) એ બે પદો બોલે છે. પછી નીચો નમીને, ભૂમિએ મસ્તક અડાડીને, ડાબા હાથમાં ધારણ કરેલી મુહપત્તી વડે (પ્રતિક્રમણ સિવાય વંદના-પ્રસંગે ગૃહસ્થોએ ખેસ વડે) મુખ આચ્છાદિત કરીને તથા જમણો હાથ (સાધુ) ગુરુના ચરણે મૂકીને (તેમ ન થઈ શકે તેમ હોય તો સાધુ અને ગૃહસ્થ એ તે તરફ લંબાવીને) પોતાના અપરાધોની ક્ષમા માગે છે. આ અપરાધો ત્રણ રીતે થવાનો સંભવ છે : (૧) અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવાં કાર્યોથી કે જે આહાર-પાણી વખતે, ઔપચારિક વિનય વખતે, દશવિધ વૈયાવૃત્ય વખતે, આસન-ગ્રહણ વખતે અને વાતચીત વગેરે પ્રસંગોમાં થવાનો સંભવ છે. (૨) કોઈ પણ વિનય-રહિત કૃત્યથી કે જેનો શિષ્યને ખ્યાલ હોય. (૩) કોઈ પણ વિનય-રહિત કૃત્યથી કે જેનો શિષ્યને ખ્યાલ ન હોય (પણ ગુરુને બરાબર ખ્યાલ હોય). આ કારણે પ્રથમ તે = કિવિ અપત્તિગં ઘર-પત્તિમં બન્ને પાળે વિUU वेआवच्चे आलावे संलावे उच्चासणे समासणे अंतरभासाए उवरिभासाए, આટલાં પદો બોલીને પ્રથમ પ્રકારના અપરાધોની ક્ષમા માગે છે. પછી તે = કિવિ વિપાયપરિશ્રીui વા વાયરું વા, એ પદો બોલીને બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy