________________
૭૨ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
કોઈને કહી રહ્યા કે તરત જ બોલી ઊઠવું કે તમારી વાત બરાબર નથી. એ તો આમ હતું, તેમ હતું વગેરે. આવા પ્રસંગે અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉત્પન્ન થઈ હોય.
પં વિત્તિ પટ્ટ વિય-પરિહvi-જે કાંઈ મારા વડે વિનયથી રહિત થયું હોય.
ગુરુ સાથે મુખ્યત્વે જે જે કામ પ્રસંગ પડે છે, તેનો નિર્દેશ કરે પાળે આદિ પદોથી કરવામાં આવ્યો છે. એ સર્વપ્રસંગોમાં કોઈ પણ અપરાધ થયો હોય, તેનું સૂચન કરવા માટે વિય પરિીમાં શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે વિનય-રહિત વર્તન વડે જે કાંઈ અપરાધ થયો હોય.
સુહુરં વા વાયરે વી-થોડું કે વધારે, નાનું કે મોટું (અનુચિત વર્તન થયું હોય).
વિનય-રહિત વર્તનની સ્પષ્ટતા અહીં બે પ્રકારો વડે કરવામાં આવી છે. એક તો જેનું પ્રાયશ્ચિત્ત લઘુ કે સામાન્ય હોય અને બીજું જેનું પ્રાયશ્ચિત્ત બૃહત્ કે વિશેષ હોય. વી પદ વડે આ બન્ને પ્રકારના વર્તનની મિથ્યા દુષ્કૃત વડે થનારી તુલ્ય શુદ્ધિ સૂચવવામાં આવી છે.
તુ નાદુ, મર્દ નાપામિ–તમે જાણો છો, હું જાણતો નથી.
એવા પણ અપરાધો થવાની શક્યતા છે કે જે ગુરુના ખ્યાલમાં બરાબર આવી ગયા હોય અને શિષ્ય તેના વિશે કાંઈ પણ જાણતો ન હોય, એટલે તેવા અપરાધોનું સૂચન પણ કરવામાં આવ્યું છે. તરસ મિચ્છા મિ દુદાં-તે સંબંધી મારું સર્વ દુષ્કૃત મિથ્યા થાઓ.
(૫) અર્થ-સંકલના [શિષ્ય:] હે ભગવંત ! ઇચ્છા-પૂર્વક આજ્ઞા આપો. હું દિવસ (રાત્રિ)-દરમિયાન થયેલા અપરાધોની ક્ષમા માગવાને ઉપસ્થિત થયો છું.
ગુર:]-ખમાવો. [શિષ્ય:-ઈચ્છું છું. દિવસ-સંબંધી થયેલા અપરાધો ખમાવું છું. આહાર-પાણીમાં, વિનયમાં, વૈયાવૃજ્યમાં, બોલવામાં, વાતચીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org