________________
અમ્મુદ્રિયો સૂત્ર ૦૭૧
કે વિશેષ અપ્રીતિ ઉત્પન્ન થાય.
તાત્પર્ય કે આહાર પાણી સંબંધમાં ગુરુએ જે જે અને જેવી જેવી સૂચનાઓ આપેલી હોય, તે તે બને તેવી તેવી સૂચનાઓનો બરાબર અમલ કરવો જોઈએ. તેમ ન કરવામાં આવે તો અપરાધ ઉત્પન્ન થાય.
ગૃહસ્થોએ આ પદોથી ગુરુમહારાજ પોતાને ત્યાં આહાર લેવા પધાર્યા હોય; અને તે વખતે પોતાથી જે કંઈ અપ્રીતિકર કે વિશેષ અપ્રીતિકર વર્તન થઈ ગયું હોય, તે સમજવાનું છે.
વિU[, વેસાવચ્ચે-વિનય અને વૈયાવૃજ્યમાં.
ગુરુનો વિનય સાચવવો અને ઉચિત વૈયાવૃત્ય કરવું, એ શિષ્યનું કર્તવ્ય છે, શિષ્યનો વિશિષ્ટ ધર્મ છે. તેમાં વિનય મુખ્યત્વે શિષ્ટાચારરૂપ છે, અને વૈયાવૃન્ય મુખ્યત્વે સેવા-સુશ્રુષા રૂપ છે. તીર્થંકર-નામકર્મ બાંધવામાં નિમિત્તભૂત થતાં વીસ સ્થાનકોમાં તેમનું સ્થાન અનુક્રમે દસમું અને સોળમું છે. આ બન્ને ગુણોની આરાધના કરતાં જે કાંઈ અપ્રીતિ અને વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું થયું હોય.
માતા સંત્સાવે-બોલવામાં અને વાતચીત કરવામાં.
ગુરુની સાથે બોલવાનો તથા વાતચીત કરવાનો પ્રસંગ અનેક વાર આવે છે. તેમાં કોઈ વચન એવું બોલાયું હોય કે કોઈ એવી થઈ હોય કે જેથી અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉત્પન્ન થઈ હોય.
૩ષ્યાનો સાક્ષ-ઊંચા આસને બેસવામાં અને સમાન આસને બેસવામાં.
શિષ્ય પોતાનું આસન ગુરુ કરતાં નીચું રાખવું જોઈએ. તેના બદલે કોઈ કારણ-પ્રસંગે આસન ઊંચું રાખવું પડ્યું હોય કે સમાન રાખવું પડ્યું હોય, તેનાથી અપ્રીતિ તથા વિશેષ અપ્રીતિ ઉપજાવી હોય.
અંતરમાસાણ ૩રિમાસાણ-વચ્ચે બોલવામાં કે વધારે બોલવામાં.
ગુરુ કોઈ સાથે વાતચીત કરતા હોય અને કોઈ પણ વિષય પર પોતાના વિચારો દર્શાવતા હોય, તે વખતે વચ્ચે જ બોલી ઊઠવું કે, તમે ભૂલો છો, અમુક વસ્તુ આમ નથી પણ તેમ છે વગેરે. અથવા ગુરુ એક વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org