________________
ખમાસમણ-સૂત્ર ૦ ૫૯
(૩) ગુરુ જ્યારે પ્રમાદમાં એટલે કે ક્રોધમાં કે નિદ્રામાં હોય અથવા (૪) ગુરુની જયારે આહાર કરવાની અથવા ઠલ્લે જવાની તૈયારી હોય, -ત્યારે વંદન કરાય નહીં.
વંદન માટે અવસર (૧) ગુરુ જ્યારે શાંત બેઠા હોય, (૨) ગુરુ જ્યારે અપ્રમત્ત હોય, (૩) ગુરુ જ્યારે આસન ઉપર બેઠેલા હોય, અથવા (૪) છંદેણે કહેવા માટે ઉદ્યત હોય,
-ત્યારે વંદન કરાય.
આત્મસાક્ષીએ, દેવસાક્ષીએ અને ગુરુસાક્ષીએ-પચ્ચક્માણ કરવાનું હોવાથી ગુરુ પાસે પણ તે અવશ્ય કરવું જોઈએ, કહ્યું છે કે :
प्रत्याख्यानं यदासीत्तत् करोति गुरुसाक्षिकम् । विशेषेणाथ गृह्णाति, धर्मोऽसौ गुरुसाक्षिकम् ॥
ભાવાર્થ-પહેલાં જે કર્યું હોય તે અગર તેથી વિશેષ પચ્ચક્માણ ગુરુમહારાજની સાક્ષીએ ગ્રહણ કરવું, કારણ કે, ગુરૂસાક્ષીએ ધર્મ કરવાનો છે.
-ધર્મસંગ્રહ ગુ. ભા. ૧, પૃ. ૪૬૬. આ સૂત્રમાં સર્વ વર્ણ ૨૮ છે, અને ગુરુ ૩, તથા લઘુ ૨૫ છે.
(૭) પ્રકિર્ણક આ સૂત્ર સુગુરુવંદણ સૂત્ર (વંદનક) પરથી યોજાયેલું છે ને તેનો સળંગ પાઠ ઓઘનિર્યુક્તિ પરની દ્રોણીયા વૃત્તિમાં જોવાય છે. (ગાથા ૨૦૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org