________________
૪૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
અનુસરવાથી ચારિત્રની વૃદ્ધિ થાય, તે ચારિત્રાચાર. જે ક્રિયા અથવા નિયમોને અનુસરવાથી તપની વૃદ્ધિ થાય, તે તપ-આચાર. અને સંયમના પાલનમાં બલ, વીર્ય અને પરાક્રમનો બને તેટલો વધારે ઉપયોગ કરવો. તે વીર્યાચાર.
સમિતિ-સાધુના જીવન-ધારણ અંગેની સંગત અથવા સમ્યફ પ્રવૃત્તિ. તે પાંચ પ્રકારની છે :
૧. ઈર્યા-સમિતિ-સ્વ પરને ક્લેશ ન થાય તેવી રીતે યતનાપૂર્વક ગતિ કરવી તે ઈર્ષા સમિતિ. કોઈ જીવને આઘાત, ત્રાસ કે તકલીફ ન થાય, તે જાતની કાળજી રાખીને કરવામાં આવતી ગમનાગમનની ક્રિયા.
૨. ભાષા-સમિતિ-નિરવદ્ય વચન-પ્રવૃત્તિ. શાસ્ત્રમાં બતાવેલા વિધિનિષેધ મુજબ બોલવાની પ્રવૃત્તિ. સત્ય, હિતકારી, પરિમિત અને સંદેહરહિત બોલવું તે ભાષા સમિતિ.
૩. એષણા-સમિતિ -શ્રીદશવૈકાલિક આદિ સૂત્રોમાં બતાવ્યા મુજબ ૪૨ દોષોથી રહિત ગોચરી માટે ભિક્ષા ગ્રહણ કરવાની પ્રવૃત્તિ, વસ્તુનું ગવેષણ, તેનું ગ્રહણ-એ ત્રણ પ્રકારની એષણામાં દોષ ન લાગે માટે ઉપયોગ રાખવો એ એષણા સમિતિ.
૪. આદાન-નિક્ષેપ-સમિતિ-પાત્ર, વસ્ત્ર તથા ઉપકરણ વગેરેને પ્રતિલેખના પૂર્વક લેવા-મૂકવાની પ્રવૃત્તિ, વસ્તુને લેવા મૂકવામાં અવલોકન અને પ્રમાર્જન આદિ દ્વારા યતના રાખવી તે.
પ. પરિષ્ઠાપનિકા-સમિતિ-મલ, મૂત્ર શ્લેષ્મ આદિને સાવધાનીપૂર્વક પરઠવવાની પ્રવૃત્તિ.
મુતિ-સંયમના પાલન માટેનો પ્રશસ્ત નિગ્રહ કે નિવૃત્તિ. અથવા ઉપયોગપૂર્વકની પ્રશસ્ત પ્રવૃત્તિ તે ત્રણ પ્રકારની છે :
૧. મનો-ગુપ્તિ-મનનો પ્રશસ્ત નિગ્રહ. અથવા મનને અશુભ ધ્યાનથી રોકી શુભ ધ્યાનમાં લગાવવું તે મનોગુપ્તિ.
૨. વચન-ગુપ્તિ-વાણીનો પ્રશસ્ત નિગ્રહ. ખાસ જરૂર વિના બોલવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org