________________
પંચિંદિય-સૂત્ર ૪૫ ૬. પૂર્વજહિત મ્યુતિ:-પૂર્વે કરેલી કામ ક્રીડાનું સ્મરણ કરવું નહિ.
૭. પ્રતાપોનન-માદક આહારનો ત્યાગ કરવો; અર્થાત ઇંદ્રિયોને ઉશ્કેરે-ઇંદ્રિયોમાં ઉત્તેજના પેદા કરે, તેવા ભારે પદાર્થો વાપરવા નહિ. બને ત્યાં સુધી નીરસ આહારને જ પસંદગી આપવી.
૮. ગતિમાત્રામો:-પ્રમાણથી અધિક આહાર કરવો નહિ. અત્યાહારથી ઊંઘ વધે છે, મેદ વધે છે અને પ્રસંગે સ્વપ્ન-દોષ પણ થાય છે.
૯. વિભૂષા-પરિવર્નન-શૃંગાર-લક્ષણવાળી શરીરની અને ઉપકરણની શોભાનો ત્યાગ કરવો. અર્થાત્ સ્નાન, વિલેપન, વાસના (શરીરને સુગંધિત બનાવવું), ઉત્તમ વસ્ત્રો, તેલ, તંબોલ આદિનો ઉપયોગ કરવો નહિ.
ગાય-ક્રોધ, માન માયા અને લોભની સંજ્ઞાથી ઓળખાતા મનનાં પરિણામો, અથવા આત્માના અધ્યવસાયો. ક્રોધ એટલે દ્વેષ, ગુસ્સો, અક્ષમા કે વૈર લેવાની વૃત્તિ. માન એટલે અભિમાન, અહંકાર અથવા મદ. માયા એટલે લુચ્ચાઈ, કપટ, દગો કે અન્યને છેતરવાની વૃત્તિ. લોભ એટલે તૃષ્ણા, લાલસા, અસંતોષ કે વધારે ને વધારે લેવાની વૃત્તિ. આ કષાયોના પ્રતિપક્ષી ભાવો આ પ્રમાણે સૂચવાય છે-ક્રોધનો અભાવ ક્ષમા, માનનો અભાવ-નમ્રતા, માયાનો અભાવ-સરલતા, તથા લોભનો અભાવ-સંતોષ છે.
પદાતિ-સર્વ વિરતિ મૂળગુણો.
૧. હિંસા, ૨. અસત્ય, ૩. તેય, ૪. મૈથુન અને ૫. પરિગ્રહનો સર્વથા ત્યાગ, તે સર્વવિરતિ . પાંચ મહાવ્રતો આ રીતે જ ગ્રહણ કરાતાં હોવાથી તે સર્વવિરતિના નામે ઓળખાય છે. તે ચારિત્રના મૂળ-પાયારૂપ હોવાથી મૂળગુણો પણ કહેવાય છે.
પંatવાર.- ૧. જ્ઞાન, ૨. દર્શન, ૩. ચારિત્ર, ૪. તપ અને ૫. વીર્યને લગતાં સુવિહિત આચરણો.
જે ક્રિયા અથવા નિયમોને અનુસરવાથી પરિણામે જ્ઞાનની વૃદ્ધિ થાય, તે જ્ઞાનાચાર. જે ક્રિયા અથવા નિયમોને અનુસરવાથી શ્રદ્ધારૂપ દર્શનગુણની વૃદ્ધિ થાય, તે દર્શનાચાર. જે ક્રિયા અથવા નિયમોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org