________________
પ્રભુપૂજાના ધાર્મિક પ્રસંગોએ, ધાર્મિક સ્થળોએ રેશમી વસ્ત્રોનો ઉપયોગ શરૂ થયો છે, એવું એક અનુમાન છે. કમનસીબે, આજે પણ લોકો ધાર્મિક વિધિઓમાં રેશમી વસ્ત્રો પહેરે છે અને તેને યોગ્ય જણાવતાં ગૌરવથી કહે છે કે મહારાજા કુમારપાળ પણ એ પહેરતા હતા. હવે એ સમય આવી ગયો છે કે રેશમની ઉત્પત્તિ, બનાવવાની પ્રક્રિયામાં શું થાય છે તે હકીકત સૌને જણાવવી જોઈએ અને જાગૃત કરવા જોઈએ. ભારતમાંની બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી' નામની સંસ્થાએ આ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે અને રેશમના ઉત્પાદનમાં કેટલી ક્રૂરતા આચરવામાં આવે છે, તેની ઉપર પ્રકાશ ફેંક્યો છે. સુકોમળ, સુંવાળું અને ચળકાટ મારતું રેશમી વસ્ત્ર ખરેખર હંમેશા ખૂબજ આકર્ષક લાગે છે. ખરેખર 2000 વર્ષ પૂર્વે આવું સુંદર રેશમી વસ્ત્ર ચીનમાંથી આયાત કરવામાં આવતું હતું અને તેથી જ તેને સંસ્કૃત ભાષામાં ‘ચીનાંશુક કહેવામાં આવતું હતું. તે બનાવવાની પ્રક્રિયા અને તેની ઉત્પત્તિના સ્ત્રોત અંગેની માહિતી ખૂબ જ ગોપનીય રાખવામાં આવતી હતી કારણ કે તેમાં લાખો જીવોને મારી નાખવામાં આવતા હતા. રેશમના તાર એ રેશમના કીડાએ કોશેટો બનાવવા માટે ઉત્પન્ન કરેલ એક પ્રકારના ઝીણા તાર છે. કોશેટો એ ખરેખર તેના પોતાના રક્ષણ માટે બનાવેલ એક પ્રકારનું મજબૂત વકી છે અને તે તેના જીવનચક્ર દરમ્યાન ઈયળમાંથી કોશેટા અને પતંગિયા સુધીની વિવિધ અવસ્થાઓમાં તેનું રક્ષણ કરે છે. માદા પતંગીયું 400 થી 600 ઈંડાં મૂકે છે. દશ દિવસના સેવન બાદ તે ઈંડાંમાંથી 112” લાંબી ઈયળ નીકળે છે, જેને લાર્વા કહેવામાં આવે છે. શેતૂરના પાન તેનો ખોરાક છે. 25-27 દિવસમાં તે શેતૂરના પાન ખાઈને લગભગ 3” – 3.5 જેટલી લાંબી થાય છે. પૂર્ણ પુખ્ત ઈયત તેના મોંમાંથી ગંદર જેવો પદાર્થ બહાર કાઢે છે અને તારના સ્વરૂપમાં તેની આસપાસ વીંટાળે છે અને બેથી ચાર દિવસમાં