________________
- પ્રમોદા ચિત્રભાનુ
9. રેશમ
કેટલા મનુષ્યોને ખબર છે કે રેશમ પહેરવામાં કે તેનો ઉપયોગ કરવામાં અને તે પણ ગૌરવ સાથે ધાર્મિક સ્થળોએ પહેરવામાં હિંસાનો દોષ લાગે છે ? શોચનીય તો એ છે કે રેશમની ઉત્પત્તિ અને બનાવવાની પ્રક્રિયા અંગે કોઈપણ જાતનો પ્રશ્ન કર્યા વિના જ આપણે પરંપરાનું આંધળું અનુકરણ કરીએ છીએ.
ઈ.સ. 1133માં, જ્યારે મહારાજા કુમારપાળ ગુજરાતના રાજા હતા ત્યારથી ધાર્મિક પૂજાવિધિમાં રેશમી વસ્ત્રોના ઉપયોગની શરૂઆત થઈ. મહારાજા કુમારપાળના રાજ્યકાળમાં, તે મહાન જૈનાચાર્ય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. શ્રી હેમચંદ્રસૂરિજી જૈન તીર્થંકર શ્રમમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની પટ્ટપરંપરામાં થયેલ મહાન જૈન આચાર્ય હતા. અહિંસા અને જીવદયા અંગે તેમના પ્રવચનો-ઉપદેશથી પ્રેરણા પામીને તેણે તેના સંપૂર્ણ રાજ્યમાં આહાર, રમતગમત અને મનોરંજન માટે કરાતી હિંસાને પૂર્ણપણે બંધ કરાવી હતી. કહેવાય છે કે શ્રી હેમચંદ્રાચાર્યજીની પ્રેરણા પામી મહારાજા કુમારપાળે પોતાના ધાર્મિક જીવનની શરૂઆત કરી હતી અને પ્રભુ મહાવીર પ્રત્યે પોતાનો ભક્તિભાવ બતાવવા માટે દરરોજ તે પ્રભુપૂજા અર્થાત્ ભગવાનની મૂર્તિની ચંદન વગેરે ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરતા હતા. મહારાજા કુમારપાળને પ્રભુપૂજા કરતી વખતે સૌથી વધુ મોંઘા કિંમતી અને શ્રેષ્ઠ વસ્ત્રો પહેરવાનું કહેવામાં આવ્યું તેથી તે મેળવવા મહારાજાએ હુકમ કર્યો. મહારાજાના સેવકોએ સૌથી વધુ કિંમતી, સુંદર અને સુકોમળ એવાં ચીનથી આવેલા વસ્ત્રોની પસંદગી કરી. તે સમયે મહારાજા કુમારપાળને ખબર નહોતી કે તેમના માટે પસંદ કરેલ અને પરદેશથી આયાત કરેલ વસ્ત્ર બનાવવામાં રેશમના કીડાઓને મારી નાખવામાં આવે છે અને તે રીતે તે સંપૂર્ણ પણે હિંસક છે. જો મહારાજા કુમારપાળને એ વાતની ખબર હોત તો તેમણે પૂજા માટે રેશમી વસ્ત્રોનો ઉપયોગ કર્યો જ ન હોત. પરંતુ ત્યારથી