________________
અત્યારે ભારતમાં દૂધ કઈ રીતે મેળવવામાં આવે છે ? પ્રશ્ન : અત્યારે ભારતમાં દૂધ કઈ રીતે મેળવવામાં આવે છે ?
ઉત્તર : અત્યારે ગાય-ભેંસને દર વર્ષે સગર્ભા બનાવવામાં આવે છે. બચ્ચાને જન્મ આપ્યા પછી લગભગ દશ મહિના સુધી તે દૂધ આપે છે પરંતુ બચ્ચાને જન્મ આપ્યા પછી ત્રીજે જ મહિને તેને કૃત્રિમ રીતે ગર્ભાધાન કરાવવામાં આવે છે એટલે તે સગર્ભા હોવા છતાં દૂધ આપતી રહે છે. તે ગાય-ભેંસ જેટલું દૂધ આપી શકે છે તેના કરતાં દૂધની માંગ વધુ રહે છે તેથી તેના શરીરના કોષોનો ભંગ થાય છે/નાશ થાય છે. પરિણામે તેને કીટોસીસ (Ketosis) નામનો રોગ થાય છે. આખો દિવસ ગાય-ભેંસને સતત એક સાંકડી જગ્યામાં તેનાં પોતાનાં જ છાણ-મૂત્ર વાસીદામાં બાંધી રાખવામાં આવે છે તેથી તે ગાય-ભેંસને Mastitis નામનો રોગ થાય છે કારણ કે જે હાથ વડે ગાય-ભેંસને દોહવામાં આવે છે તે સામાન્ય રીતે કર્કશ અને ગંદા હોય છે. ખરાબ ખોરાક અને અશક્તિના કારણે ગાય- ભેંસને Rumenacidosis નામનો રોગ થાય છે. વળી ગાય-ભેંસને ખૂબ જ પ્રમાણમાં એન્ટિબાયોટિક્સ દવાઓ અને હોર્મોન્સ આપીને તેની કાર્યક્ષમતા એક સરખી રાખવામાં આવે છે. દર વર્ષે ડેરી ઉદ્યોગની 20 % ગાય-ભેંસ ટ્રકો અને રેલવે દ્વારા ગેરકાયદેસર કતલખાને ધકેલવામાં આવે છે અથવા તો શહેર કે ગામડાંમાં છૂટી મૂકી દઈ ભૂખે મરવા દેવામાં આવે છે. અલબત્ત, ભારતમાં લોકો બહુ દયાળુ હોવાથી આવી રખડતી ગાય- ભેંસને રોટલી વગેરે ખવડાવી અથવા તેવી ગાય-ભેંસને પાંજરાપોળમાં મૂકી પોષે છે.
એ વાત પ્રસિદ્ધ છે કે ગોવામાં અમૂલ ડેરી દ્વારા જે કતલખાનું ઊભું કરવામાં આવ્યું છે. આ રીતે કોઈપણ ગાય-ભેંસને તેનું કુદરતી જીવન સંપૂર્ણપણે જીવવા દેવામાં આવતું નથી. ગાય-ભેંસને શરૂ શરૂમાં સતત દૂધ મેળવી માંદી કરાય છે અને ત્યાર બાદ મારી નાખવામાં આવે છે. તે ગાય-ભેંસનાં વાછરડાં-વાછરડી, પાડા-પાડી પ્રત્યે જે આચરવામાં આવે છે તે તો તેના કરતાં પણ ખરાબ છે. વાછરડાં તથા પાડાને બાંધી રાખવામાં આવે છે અને ભૂખે મારી નાંખવામાં આવે છે અથવા તો