________________
કતલખાને ધકેલી દેવામાં આવે છે. ગાય-ભેંસના વાછરડાં-પાડાને હવે ભારતમાં વાછરડાં-પાડા પણ કહેવામાં આવતાં નથી પણ કત્રા કહેવામાં આવે છે જેનો અર્થ એ થાય છે કે જે નિશ્ચિત સ્વરૂપે કાપી નાખવાના છે. ડૉ. કુરિયન પોતે કબૂલે છે કે દર વર્ષે એકલા મુંબઈમાંથી જ 80,000 વાછરડાં-વાછરડી-પાડા-પાડીને બળજબરી પૂર્વક કતલખાનામાં મારી નાંખવામાં આવે છે. પ્રશ્ન : પરંતુ દૂધવાળાઓ ગાય-ભેંસને ચાહે છે કારણ કે તે જ તેમને જીવાડે છે. ઉત્તર : ગામડામાં ગાય-ભેંસને કઈ રીતે દોહવામાં આવે છે ? તે તમે જોયું છે ? ક્યારેક ગાય-ભેંસને ફૂકન પદ્ધતિથી દોહવામાં આવે છે. ગાય-ભેંસને અતિપીડા આપવા તેના ગર્ભાશયમાં લાકડી નાખી હલાવવામાં આવે છે. ગામડાના લોકો એમ માને છે કે આમ કરવાથી દૂધ વધારે મળે છે. શહેરોમાં વધુ અને ઝડપી દૂધ મેળવવા માટે ગાય-ભેંસને દરરોજ ઓક્સિટોસીન (Oxytocin) નાં બે વખત ઈંજેક્શન આપવામાં આવે છે. આ રીતે ગાય-ભેંસને દરરોજ બે વખત સખત પીડા આપવામાં આવે છે. આથી ગાય-ભેંસના ગર્ભાશયમાં સોજો આવી આળાં બની જાય છે. અને યોગ્ય સમય પહેલાં તે વાંઝિયાં બની જાય છે અર્થાત વસુકી જાય છે. ઓક્સિટોસીનનું ઉત્પાદન પ્રાણીઓ માટે જ થાય છે પરંતુ ડેરીની આસપાસની પ્રત્યેક સિગારેટની દુકાનોમાં તે મળે છે. પ્રત્યેક અભણ દૂધવાળો આ શબ્દ જાણે છે. આ ઓક્સિટોસીનના કારણે મનુષ્યોમાં હોર્મોન્સની સમતુલા જોખમાય છે, આંખો નબળી પડે છે, કસુવાવડ થાય છે અને કેન્સર પણ થઈ શકે છે. અત્યારે ગુજરાતમાં ઓક્સિટોસીન અંગે ડેરીઓ ઉપર દરોડા પાડ્યા અને એક જ દિવસમાં એકલા અમદાવાદમાંથી જ 3,50,000 ઈંજેક્શનો પકડ્યાં.
દૂધમાં પ્રદૂષણ : પ્રશ્ન : દૂધમાં પ્રદૂષણ આવે છે તેમ કહ્યું તેનો અર્થ શો ?