________________
સ્વીકાર કરી લે છે અને કેન્સર જેવા રોગને ભગવાનની ઈચ્છા માની લે
પ્રશ્ન : દૂધને દૈત્ય તરીકે જોવાથી આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વંસ નહિ થાય ? ઉત્તર : હજારો વર્ષોથી લોકો માનતા હતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. કોપરનિક્સ પહેલો મનુષ્ય હતો જેણે એવું કહ્યું કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરતો નથી પણ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ત્યારે તેની સામે ભયંકર વિરોધ થયો હતો. ભૂતકાળમાં ભારતમાં પણ સતી થવાનો (મૃત પતિ પાછળ તેની પત્નીએ જીવતા બળી મરવાનો) રિવાજ તથા ચરસ-ગાંજો અને અફીણ ખાવાનો રિવાજ હતો. શું તે અત્યારે કાયદેસરનાં છે ? મેં હિન્દુ સંજ્ઞાઓ અંગે એક પુસ્તિકા લખી છે, જેને માટે મારે પ્રત્યેક હિન્દુ ધર્મનાં શાસ્ત્રો વાંચવા પડ્યા છે. ક્યાંય દૂધ પીવા અંગેનું વિધાન આવતું નથી. અલબત્ત, ઘીનું વિધાન આવે છે પરંતુ તે ફક્ત હવન માટે જ છે. કમનસીબે આપણી યાદદાસ્ત ખૂબ જ ટૂંકી હોય છે અને વસ્તુઓ પ્રત્યે આપણે દૃઢ હોઈએ છીએ અને તે અંગેનું આપણું જ્ઞાન ખૂબ જ અલ્પ હોય છે. ડૉ. સ્પોક જે બાળપોષણ અંગેના નિષ્ણાત હતા, તેઓ દૂધની તરફેણ કરતી પોતાની વકીલાતના માફી માંગતાં હવે કહે છે કે બાળકોને દૂધન આપવું જોઈએ. ગાય-ભેંસ પ્રત્યેની નિર્દયતા : પ્રશ્ન : ડૉ. કુરિયન ડેરી ઉદ્યોગને એક ઉમદા ઉદ્યોગ ગણાવે છે, જ્યારે તેનાથી સાવ વિરુદ્ધ આક્ષેપ કરો છો. ઉત્તર : ડેરી ઉદ્યોગ ઉમદા છે જ નહિ. હકીકત એ છે કે ખાવા પીવાની માંગ છેવટે ગાય-ભેંસનો ભોગ લે છે. ગાય-ભેંસને બલિ બનાવે છે. હા, એ કદાય ઉમદા હતું. જ્યારે પ્રત્યેક ગૃહસ્થની પાસે પોતાનાં ગાય-ભેંસ હતાં અને તેમની કાળજી કુટુંબના એક સભ્ય તરીકે લેવામાં આવતી હતી. પરંતુ અત્યારે એ વાત મહદંશે સત્ય નથી.