________________ Joanne
[email protected] http://www.vegsource.org/joanne Date : Mon. 24 Aug, 1998 09:36:19-0400(EDT) From : K. R. Shah <
[email protected]> હું એટલું ઉમેરું છું કે અમે હમણાં જ મુંબઈ (ભારત)માં અમારા પુત્ર નિખીલના લગ્નનું રિસેપ્શન-ભોજન સમારંભ રાખેલ તેમાં બધી જ વાનગીઓ સંપૂર્ણ શાકાહારી (Vegan) અર્થાત દૂધ, દહીં, ઘી વગરની હતી. પરંતુ કોઈને ખ્યાલ પણ આવ્યો નથી. સ્વાદિષ્ટ મજેદાર વાનગીઓ બદલ ઘણાએ અમને અભિનંદન આપ્યાં. કીર્તિ આર. શાહ ટોરેન્ટો, કેનેડા Date : Mon. 22 Sep., 1997 09:15:53-0500 From : Mona Shah <MonicaM.Shah-1 @tc.umn.edu> મેં આપનો મારી ડેરી મુલાકાત લેખ વાંચ્યો અને તમે આપેલ અંગત આંખે દેખ્યો અહેવાલ ગમ્યો. આહારની બાબતમાં હું સંપૂર્ણ શાકાહારી છું અને વસ્ત્રો વગેરે અન્ય બાબતોમાં હું વનસ્પતિભોગી બનવા માટે પ્રયત્ન કરું છું. મને લાગે છે કે જૈન વિધિવિધાન-પૂજાવિધીમાંથી પ્રાણિજ પદાર્થોના ઉપયોગને ઓછો કરવાની અથવા દૂર કરવાની સૌથી મોટા પરિવર્તનની વાત તમે મૂકી છે. મારા માતા-પિતા અને અમારું જૈન કેન્દ્ર પણ પૂજા વિધિમાં પ્રાણિજ પદાર્થો દૂધ, દહીં, ઘી વગેરેનો ઉપયોગ કરે છે. મોના શાહ Date : Wed. 02 Sep., 1998 12:50:47 EDT From : "Kingcross Beach"<
[email protected]> મહત્ત્વપૂર્ણ કિંમતી માહિતી યુક્ત વીજ-પત્ર (e-mail) બદલ આભાર. હું કેટલો અજ્ઞાની છું એ જાણી હું શરમ અનુભવું છું. આ માહિતી હું મારા મિત્રોને આપીશ. એન. રવિ. Date : Mon. 24 Aug, 1998 12:25:57 PDT