________________ વજન પણ કુદરતી રીતે સપ્રમાણ રહે છે અને હું શારીરિક અને માનસિક બંને રીતે તંદુરસ્તી અનુભવું છું. Fran Riela Date : Sun. 2 Nov, 1997 08:28:43-0500 From : Ian R. Duncan તમારા ડેરી ઉદ્યોગ વિષયક લેખની હું ખૂબ ખૂબ કદર કરું છું. જો કે એ લેખ કેટલાક લોકોમાં ખૂબ જ જિજ્ઞાસા/આતુરતાનું કારણ બન્યો છે. અલબત્ત, અમેરિકા સહિત પશ્ચિમમાં વિશિષ્ટ ધાર્મિક સિદ્ધાંતને બાદ કરતાં આરોગ્ય અને નૈતિક મૂલ્યાધારિત સંપૂર્ણ શાકાહારી (Vegan) પરંપરા ઉદ્ભવ પામી રહી છે. lan R. Duncan, Rome. Italy Date : Thu. 20 Aug., 1998 10:48:15-0400 From : Joanne Stepaniak<Joanne@vegsource.org> મેં તમારો “મારી ડેરી મુલાકાત” લેખ અન્ય લોકોને મોકલ્યો છે અને જૈન સમાજમાં સંપૂર્ણ શાકાહાર (Vegan) અંગેની જાગૃતિ લાવવા માટે તમે જે કરી રહ્યા છો તે બદલ તમારો આભાર માનવાનું મને ગમશે. જો કે હું જૈન નથી છતાં જૈન જીવનપદ્ધતિના નીતિનિયમો અને દાર્શનિક વિચારોને હું ટેકો આપું છું. (The Uncheese Cook Book) અને (Vegan Vittles) સહિતની અન્ય સંપૂર્ણ શાકાહારી (Vegan) રસોઈ અંગે કેટલાંય પુસ્તકો મેં લખ્યાં છે. મારા પુસ્તકોમાં ડેરી ઉદ્યોગની ગાય-ભેંસની અવદશા, હેરાનગતિ અંગે ખરેખર એક ઉપેક્ષિત અને જીવનોપયોગી અગત્યના વિષય તરીકે મેં વારંવાર લખ્યું છે. એ અદ્ભત છે કે તમે જ્યારે પ્રૌઢ થયા ત્યારે સંપૂર્ણ શાકાહારી (Vegan), થયા એવો સ્વીકાર તમે જાતે જ કર્યો છે. જેઓ માને છે કે આ રીતે જીવનપદ્ધતિમાં ફેરફાર કરવો ખૂબ જ મુશ્કેલ છે તેવા યુવાનો અને પ્રૌઢો, બધાને માટે તમે ઉત્તમ ઉદાહરણ છો. હું તમારા પ્રયત્નોની શુભેચ્છા ઈચ્છું છું. તમે ખૂબ જ કિંમતી અને મહત્ત્વનું કામ કરી રહ્યા