Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવત-૨
૮૧૯ દિવસે ડીસામાં પૂ. પં. શ્રી કાંતિવિજયજી ગણિવરના વરદ હસ્તે દીક્ષિત બનીને તેઓ ૫. પં. શ્રી ભદ્રંકરવિજ્યજી મહારાજના શિષ્ય મુનિશ્રી જિનપ્રવિજ્યજી મહારાજ બન્યા.
પ્રારંભથી જ સંયમસાધના પ્રત્યે ઉત્કૃષ્ટ સ્નેહ હતું. એમાં ગજબના ગુરુદેવને ભેટે થઈ ગયે, પછી કમીના જ શી રહે! નિત્ય એકાસણાં, શુદ્ધ આહાર-પાણીની ગવેષણા, ડિલ માટે બહિભૂમિને આગ્રહ ઇત્યાદિ અનેક આદર્શ ગુણો સાથે જ્ઞાન-ધ્યાન અને જપતપમાં પણ વિકાસ સાધી રહ્યા. વર્ષો પછી તેઓશ્રીના સંસારી પિતા ચીમનલાલ પણ સંયમી બન્યા. આજે તેઓ પૂ. તપસ્વી મુનિરાજ શ્રી વરિષણવિજ્યજી મહારાજ તરીકે સુંદર સંયમ સાધના કરી રહ્યા છે. છેલ્લાં કેટલાયે વર્ષોથી રાજસ્થાનની ધરતી પર સતત વિચરણ કરનારા આ પિતા-પુત્રના સંયમજીવનની અમીટ છાપ રાજસ્થાનનાં ગામડે ગામડે દષ્ટિગોચર બને છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ચાતુર્માસ દરમિયાન ઉપધાનતપની મોસમ જામેલી જ રહેતી. તેઓશ્રીની નિશ્રામાં વર્ષ દરમિયાન બે-ત્રણ વખત ઉપધાન થાય જ; અને મોટી સંખ્યામાં આરાધકો પણ હોય જ, એવા દષ્ટાંતે અસંખ્ય મળી આવે. પૂજ્યશ્રીને શાંત અને પરોપકારી સ્વભાવ એમાં ઘણે સહાયક રહ્યો હતે. અનેક ઉપધાન, ઉજમણાઓ, સંઘ, પ્રતિષ્ઠા મહોત્સવ આદિ પ્રભાવનાઓના નિશ્રાદાતા શ્રી જિનપ્રવિજયજી ગણિવરને સં. ૨૦૪૩ના પોષ વદ ૬ને દિવસે ડીસા મુકામે આચાર્યપદ પર પ્રતિષ્ઠિત કરાયા હતા. શાસનની સુંદર આરાધના પ્રભાવના કરી જનાર પૂજ્યશ્રી સંયમપર્યાયના ૩૯મા વર્ષે શંખેશ્વરતીર્થની પાવન છત્રછાયામાં સં. ૨૦૪પના ચૈત્ર સુદ પાંચમે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીની ભવ્ય સ્મશાનયાત્રા તેઓશ્રીની કચાહનાની અમર સાક્ષી બની રહી. હૃદયપૂર્વક વંદન હજો એ પરમ પ્રભાવક સૂરિવરને!
“સિદ્ધાંત દિવાકર ', સમર્થ શાસ્ત્રવેત્તા, કર્મ સાહિત્યના ગહન અભ્યાસી,
પ્રકાંડ પંડિત, વૈયાવચ્ચમાં વિનમ્ર ભક્ત, પ્રાયશ્ચિત્તમાં વડીલ પૂ. આચાર્ય શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ
કેટલીક વિભૂતિઓ પૂર્વજન્મના સંસ્કારબળે આ ભવમાં એટલી તેજસ્વી અને યશસ્વી બની જતી હોય છે કે જગત એને આશ્ચર્યની દષ્ટિથી જ નિહાળી રહે છે. એમના એક એક અદ્દભુત કાર્યને સાનંદ નિહાળી રહે છે. ૧૨-૧૩ વર્ષની કુમળી વયે એક તોફાની બાળક વૈરાગ્યમાગે ડગ માંડે અને મહાન શાસ્ત્રવેત્તા તરીકે પ્રસિદ્ધ થાય એ આશ્ચર્ય સિદ્ધાંત દિવાકર પૂ. આ. શ્રી વિજયજયષસૂરીશ્વરજી મહારાજના જીવન સાથે જોવા મળે છે. પૂજ્યશ્રીને જન્મ મુંબઈમાં સં. ૧૯૯૨ના અષાઢ વદ બીજને દિવસે થયો હતો. પિતાનું નામ મફતલાલ અને માતાનું નામ કાંતાબહેન હતું. તેઓશ્રીનું સંસારી નામ યથાનામ જવાહરલાલ હતું. જવાહર નાનપણમાં તેફાની હતા. એને જોઈ ને કઈ કલ્પના પણ ન કરી શકે કે આ બાળક મેટપણે મહાન શાસ્ત્રવેત્તા બનશે. સં. ૨૦૦૬માં પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
४२०
શાસન પ્રભાવક
મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા. મફતલાલભાઈ બાળક જવાહરને લઈને પૂજ્યશ્રીનાં દર્શને જતા. પૂજ્યશ્રીના સત્સંગ અને ઉપદેશની જવાહરના માનસ પર અદ્ભુત અસર થઈ અને તેને પરિણામે પિતા મફતલાલ પણ સંયમ સ્વીકારવા તત્પર બન્યા. સં. ૨૦૦૬ના વૈશાખ વદ
ને દિવસે ભાયખલા આદીશ્વર ભગવાનના જિનાલયમાં પૂ. ગુરુદેવશ્રીને વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી. પિતા પૂજ્યશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી ધર્મઘેષવિજયજી બન્યા અને પુત્ર જવાહર પિતાગુરુનું શિખ્યપદ સ્વીકારીને મુનિશ્રી વિજય રૂપે શ્રમણુસંઘમાં જિનશાસનને જયઘોષ કરવા પ્રવેશ કર્યો.
દક્ષા ગ્રહણ કરીને મુનિરાજે પૂ. ગુરુદેવ સાથે પાલીતાણા પધાર્યા. ત્યાં પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની તારક નિશ્રામાં શાસ્ત્રાભ્યાસ આરંભે. મુનિશ્રી જયઘોષવિજ્યજી મહારાજ અતિ અલ્પ સમયમાં ચંચળતા, તેફાન, ખેલ, કુતૂહલ આદિ રજોગુણ ભાવને વીસરી ગયા અને ગંભીર બની ગયા. તેઓશ્રીમાં નમ્રતા, સરળતા, કમળતા, ચપળતા, સમર્પણ, સત્યપ્રેમ, સહિષ્ણુતા, સહાનુભૂતિ અને સંયમના ગુણને વિકાસ થવા લાગે. સ્વાધ્યાય પ્રેમની સાથેસાથ વિનયવિવેક અને વૈયાવચ્ચેના ગુણેને પણ ખૂબ જ વિકાસ થયે. મુનિશ્રીએ અન્ય મુનિવરે સાથે સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, પ્રકરણે, ભાળે આદિને અભ્યાસ કરી લીધે. તદુપરાંત પૂ. ગુરુદેવની આજ્ઞાથી પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસે કમ સાહિત્યમાં પ્રવેશ કર્યો. પૂજ્યશ્રીએ મુનિવર્યને ૬ કર્મ ગ્રંથે, કમ્મપયડી, પંચસંગ્રહનું અધ્યયન કરાવ્યું. પૂ. ગુરુદેવશ્રી ભાનુવિજ્યજી મહારાજે પ્રાચીન–નવ્ય તર્કશાસ્ત્ર, નય-પ્રમાણ નિક્ષેપ આદિનું અધ્યયન કરાવ્યું. મુનિશ્રી જયશેષવિજયજી મહારાજની જ્ઞાનપિપાસા અદ્ભુત હતી. રાત્રે ૧૨-૧ વાગે ઊઠીને કમ્મપયડી અને એ ઘનિર્યુક્તિ જેવા ગ્રંથને આમૂલચૂલ કંઠસ્થ કર્યા.
તેઓશ્રીની ગુણવત્તા અને પાત્રતા નિહાળીને પૂ. ગુરુદેવે આચાર અંગે ઉત્સર્ગ–અપવાદ માર્ગનું સચોટ જ્ઞાન આપવા માટે શ્રી નિશીથસૂત્ર, શ્રી બૃહકલ્પ, વ્યવહાર વગેરે ઉત્સર્ગઅપવાદ માર્ગના આચાર અને પ્રાયશ્ચિત્તના છેદસૂત્રે સાગપાંગ ભણાવ્યાં. એમાં ટૂંકા ગાળામાં જ પૂજ્યશ્રીએ પ્રવીણતા–પારંગતતા પ્રાપ્ત કરી. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયમસૂરીશ્વરજી મહારાજ પણ તેઓશ્રીની અપૂર્વ વિદ્વત્તાથી અત્યંત પ્રભાવિત હતા. કર્મ, આચાર આદિ બાબતો વિશે “જયઘેષ’ની સલાહ લેવાનું કહેતા આ રીતે પૂજ્યશ્રી સમુદાયમાં વિશ્વાસપાત્ર ગીતાર્થ સાધુ તરીકે પ્રતિષ્ઠા પામ્યા. પૂ. ગુરુદેવની કૃપા અને પૂજ્યશ્રીની પોતાની પ્રતિભા અને પુરુષાર્થને પરિણામે તેઓશ્રીને શાસ્ત્રોધ એટલે બધે વ્યાપક, વિસ્તૃત અને વિપુલ થઈ ગયું કે તેઓશ્રી લિવિંગ લાઈબ્રેરી”—જીવંત જ્ઞાનભંડાર તરીકે ઓળખાવા માંડ્યા. પૂજ્યશ્રીના શાસ્ત્રજ્ઞાનની સમુદાય કે શ્રમણવર્ગમાં જ નહીં, પણ સઘળાં ક્ષેત્રોમાં પ્રશંસા થઈ છે. પં. દલસુખભાઈ માલવણિયા તથા પં. અમૃતલાલ ભોજક જેવા વિદ્વાનોએ પણ પૂજ્યશ્રીની વિદ્વત્તાને વંદન કર્યા છે.
પૂજ્યશ્રીએ પિતાના જ્ઞાનને ઉપગ શાને વિશુદ્ધ પાઠ તૈયાર કરવામાં, શાસ્ત્ર વચનમાં ઊભી થતી ગૂંચ ઉકેલવામાં, અન્ય સંપ્રદાયે સાથે ચાલતા મિથ્યા વાદને ઉકેલ લાવવામાં,
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવત ર
૪૧
શાશ્ત્રાક્ત વિધિવિધાનની ખેવના કરવામાં તેમ જ આવા ઉચ્ચતમ શાસ્ત્રજ્ઞાનનો વારસો જળવાઈ રહે અને પ્રસાર પામે તે માટે અનુગામી સાધુવરાને તૈયાર કરવામાં કર્યાં. સં. ૨૦૧૫માં પૂજ્યશ્રીએ જુદા જુદા મુનિવરેાને પાઠ આપવાનું શરૂ કર્યુ. અનેક મુનિએ આ કાર્ય માં જોડાઈને નૂતન ક*સાહિત્યની રચના કરવા લાગ્યા. ત્યાર બાદ પ્રકૃતિ-સ્થિતિ રસપ્રદેશ અને એના પશુ અવાંતર વિભાગો કરીને જુદા જુદા મુનિઓને એના ઉપર સ`સ્કૃત ટીકા રચવા માટે સોંપાઈ. ખુદ મુનિવરશ્રીએ દીધ કાળ પર્યંત નિરંતર પરિશ્રમ વેઠીને ચાર-પાંચ ગ્રંથેાની ટીકા સ`સ્કૃત ભાષામાં રચેલી. તે માટે ૪૦-૫૦ હજાર બ્લેકપ્રમાણુ સાહિત્ય તેઓશ્રીના હસ્તે સર્જાવા પામ્યું. તેમ છતાં, પૂજ્યશ્રીમાં નિરભિમાનીતાના ગુણ ઊડીને આંખે વળગે તેવા છે. વ્યાખ્યાનને જરા પણ શેખ નહી, છાપાં-ચાપાનિયાંમાં લખીને કીર્તિ મેળવવાની લાલસા નહીં, શિષ્યસમુદાયથી વીંટળાવાની ઝંખના નહીં. એકાંતપ્રિય અને અભ્યાસપ્રિય પ્રકૃતિથી જ્ઞાનસાધના અખ`ડ-અવિરામ ચાલતી રહે. પૂ. આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૨૮માં અમદાવાદ જ્ઞાનમંદિરમાં જૈન તત્ત્વજ્ઞાન તથા આચાર સબંધી વાચના આપવા ભલામણ કરી, ત્યારે એકધારા છ-સાત મહિના સુધી વગે ચલાવ્યા. સાન્તાક્રુઝમાં યેાજાયેલી ગ્રીષ્મ ધામિક શિક્ષણ શિબિરમાં પણ પૂજ્યશ્રીએ અનેકોને પ્રભાવિત કર્યાં. તેથી જ પૂજ્યપાદ આચાર્યભગવત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પૂર્વે સમગ્ર સમુદાયને હિતશિક્ષા રૂપે એક કલમ ઘડતા ગયા કે નાના-મોટા સૌએ આગમના વિષયમાં મુનિ શ્રી જયઘાષવિજયજીની સલાહ લેવી. છેદસૂત્રેા-પ્રાયશ્ચિત્ત આદિ વિષયમાં પશુ પૂજ્યશ્રી એટલા બધા મહાન ગીતા અને ગભીર ધ પુરુષ છે કે અનેક શ્રાવક-શ્રાવિકાએ એ તેઓશ્રી પાસે પ્રાયશ્ચિત્ત લીધાં છે. તદુપરાંત, પૂ. ગુરુદેવશ્રી સાથે રહેતા લગભગ બધા જ સાધુમહાત્માઓની આંતરિક સારસભાળ, સારણા–વારણા, અધ્યયન-અધ્યાપન આદિની મહત્તમ જવાબદારીને વહન કરવામાં કયારેય પ્રમત્તભાવ દર્શાવ્યે નથી.
પૂજયશ્રીએ પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના સહવાસ પ્રસંગે, તેએશ્રીની સેવા મજાવતાં બજાવતાં શ્રી ભગવતીસૂત્રના ચાન્દ્વહન કર્યાં હતાં અને પૂજ્યશ્રીને અમદાવાદ પક સોસાયટીમાં સ. ૨૦૩૧ના કારતક વદ ૧૦ને દિવસે મહાત્સવપૂર્ણાંક ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. સં. ૨૦૩૪ના વૈશાખ સુદ પાંચમે પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે પંન્યાસપદવીથી વિભૂષિત કર્યો. ત્યારબાદ, આગમશાસ્ત્રાના મન તરીકે જૈનજગતમાં પ્રસિદ્ધ પંન્યાસપ્રવરશ્રીને સ’. ૨૦૪૦ના મહા સુદ ૧૩ને દિવસે જલગાંવમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. સાથેસાથે પૂ. ગુરુદેવે તેએશ્રીની પાત્રતા જોઈને ‘સિદ્ધાંતદિવાકર 'નું બિરુદ આપ્યું, ત્યારથી પૂજ્યશ્રી · સિદ્ધાંતદિવાકર ' આચાર્ય શ્રી વિજયજયાષસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. પૂજ્યશ્રી વર્તમાનમાં શ્રેષ્ઠ પ્રાચનિક પ્રભાવક આચાય છે. શ્રીસ ઘ તેઓશ્રીના માર્ગદર્શન વડે સતત લાભાન્વિત થતા રહે છે. ખસેથી વધુ સાધુએને તેમ જ સ`ખ્યાતીત શ્રાવક-શ્રાવિકાઓને પ્રાયશ્ચિત્ત અપીને ધમ માં સ્થિરતા કરાવવાનું પવિત્ર કાર્ય કર્યુ છે. વૃદ્ધ સાધુઓની સારસભાળ અને વૈયાવચ્ચ પૂજ્યશ્રીના નોંધપાત્ર ગુણ છે, પિતા મુનિશ્રી ધમઘાષવિજયજી, શ્રી મતિધનવિજયજી, શ્રી રત્નાંશુવિજયજી મહારાજની જેવી રીતે સેવાભક્તિ કરી, તે જોઈને સૌનાં મસ્તક
2010/04
Page #4
--------------------------------------------------------------------------
________________ કરર શાસનપ્રભાવકે નમી પડે છે. શાસ્ત્રના ઊંડા અભ્યાસી, સિદ્ધતિમાં પારંગત પંડિત, પ્રાયશ્ચિત્તવિધિમાં વટવૃક્ષ સમા વડીલ, વૈયાવચ્ચમાં વિનમ્ર સાધુ પૂજ્યશ્રી ચાર દાયકા ઉપરને દીક્ષા પર્યાય ભેગવી આજે અપ્રમત્તભાવે શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યોમાં મગ્ન હોય છે. શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીઘયુષ્ય બક્ષે એવી ભાવભીની પ્રાર્થના સાથે પૂ. ગુરુદેવશ્રીના ચરણારવિંદમાં શતશઃ વંદના ! (સંકલન : પૂ. મુનિરાજ શ્રી જ્યસુંદરવિજયજી મહારાજ.) પ્રખર પ્રવચનકાર અને લોકપ્રિય ધર્મગ્રંથોના રચયિતા પૂ. આચાર્યશ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ ગરવી ગુજરાતના મહેસાણા શહેરમાં સાધુચરિત મણિભાઈ અને તેમનાં શીલવતી ધર્મપત્ની હીરાબહેન રહે. તેમના બે પુત્રો કાંતિલાલ અને મૂળચંદને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજને સમાગમ થતાં અને પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી (પછીથી આચાર્ય) મહારાજની વિરાગ-વાણી સ્પશી જતાં દીક્ષા લેવાની ભાવના જાગી. તેમાં સં. ૨૦૦૭ના મહા સુદ ૬ને દિવસે સુરતમાં દીક્ષા અંગીકાર કરીને કાંતિલાલ મુનિશ્રી ધર્મગુપ્તવિજયજી મહારાજ બન્યા અને સં. ૧૯૮ના શ્રાવણ સુદ ૧૦ને દિવસે જન્મેલા મૂળચંદ સં. ૨૦૦૭ના પિષ વદ પાંચમે દીક્ષા અંગીકાર કરીને, રાણપુર મુકામે, પૂ. મુનિવર્ય શ્રી ભાનવિજ્યજી મહારાજના શિષ્ય મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી બન્યા. બંને બંદુમુનિઓની સંયમયાત્રા પૂ. ગુરુવર્યોની નિશ્રામાં આગળ વધવા લાગી. બંને આગમ, પ્રકરણના ઊંડા જ્ઞાતા બન્યા. 45 આગમના સટક અધ્યયન ઉપરાંત ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને કાવ્યસાહિત્યને અભ્યાસ કર્યો. મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી મહારાજને નાનપણથી જ લેખન અને પ્રવચનનું કૌશલ્ય વરેલું હતું. મુનિજીવનમાં એને ખૂબ વિકાસ થતો ચાલે. પૂજ્યશ્રી પ્રસિદ્ધ પ્રવચનકાર તરીકે સમુદાયમાં આદરપાત્ર બન્યા. સાથે સાથે સાહિત્યસર્જનની કુશળતા અને તપસ્તાના ગુણો પણ વિકાસ પામ્યા. ‘મહાપંથને યાત્રી” નામના પુસ્તકથી વીસ વરસની ઉંમરે આરંભાયેલી તેઓશ્રીની લેખનયાત્રા આજે સોએક જેટલાં પુસ્તકનું સર્જન કરીને અવિરત-અપ્રમત્ત ચાલી રહી છે. પૂજ્યશ્રીએ “જ્ઞાનસાર', પ્રશમરતિ” જેવા ગ્રંથ પર તવજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, “જેન રામાયણ' જેવી સુદીર્ઘ કથા તેમ જ વાર્તાઓ, કાવ્યો આદિ જાતજાતનું મૌલિક સાહિત્ય સર્યું છે. પૂજશ્રીએ આ સાહિત્યની રચના ગુજરાતી, હિંદી, અંગ્રેજ ઇત્યાદિ ભાષાઓમાં કરી છે. મહેસાણાથી વિશ્વકલ્યાણ પ્રકાશન દ્વારા વર્ષોથી આ સાહિત્યગંગા વહી રહી છે. “અરિહંત” નામક હિંદી માસિકમાં પૂજ્યશ્રીનાં પ્રવચને તથા કથાસાહિત્ય પીરસાઈ રહ્યું છે. પૂજ્યશ્રીને પ્રેમાળ સ્વભાવ, પ્રસન્ન અને મૃદુ વ્યક્તિત્વ, સંઘશાસન માટે બહુજનહિતાય-બહુજનસુખાય વિવિધ પ્રવૃત્તિઓ 2010_04