________________
४२०
શાસન પ્રભાવક
મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા. મફતલાલભાઈ બાળક જવાહરને લઈને પૂજ્યશ્રીનાં દર્શને જતા. પૂજ્યશ્રીના સત્સંગ અને ઉપદેશની જવાહરના માનસ પર અદ્ભુત અસર થઈ અને તેને પરિણામે પિતા મફતલાલ પણ સંયમ સ્વીકારવા તત્પર બન્યા. સં. ૨૦૦૬ના વૈશાખ વદ
ને દિવસે ભાયખલા આદીશ્વર ભગવાનના જિનાલયમાં પૂ. ગુરુદેવશ્રીને વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી. પિતા પૂજ્યશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી ધર્મઘેષવિજયજી બન્યા અને પુત્ર જવાહર પિતાગુરુનું શિખ્યપદ સ્વીકારીને મુનિશ્રી વિજય રૂપે શ્રમણુસંઘમાં જિનશાસનને જયઘોષ કરવા પ્રવેશ કર્યો.
દક્ષા ગ્રહણ કરીને મુનિરાજે પૂ. ગુરુદેવ સાથે પાલીતાણા પધાર્યા. ત્યાં પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની તારક નિશ્રામાં શાસ્ત્રાભ્યાસ આરંભે. મુનિશ્રી જયઘોષવિજ્યજી મહારાજ અતિ અલ્પ સમયમાં ચંચળતા, તેફાન, ખેલ, કુતૂહલ આદિ રજોગુણ ભાવને વીસરી ગયા અને ગંભીર બની ગયા. તેઓશ્રીમાં નમ્રતા, સરળતા, કમળતા, ચપળતા, સમર્પણ, સત્યપ્રેમ, સહિષ્ણુતા, સહાનુભૂતિ અને સંયમના ગુણને વિકાસ થવા લાગે. સ્વાધ્યાય પ્રેમની સાથેસાથ વિનયવિવેક અને વૈયાવચ્ચેના ગુણેને પણ ખૂબ જ વિકાસ થયે. મુનિશ્રીએ અન્ય મુનિવરે સાથે સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, પ્રકરણે, ભાળે આદિને અભ્યાસ કરી લીધે. તદુપરાંત પૂ. ગુરુદેવની આજ્ઞાથી પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસે કમ સાહિત્યમાં પ્રવેશ કર્યો. પૂજ્યશ્રીએ મુનિવર્યને ૬ કર્મ ગ્રંથે, કમ્મપયડી, પંચસંગ્રહનું અધ્યયન કરાવ્યું. પૂ. ગુરુદેવશ્રી ભાનુવિજ્યજી મહારાજે પ્રાચીન–નવ્ય તર્કશાસ્ત્ર, નય-પ્રમાણ નિક્ષેપ આદિનું અધ્યયન કરાવ્યું. મુનિશ્રી જયશેષવિજયજી મહારાજની જ્ઞાનપિપાસા અદ્ભુત હતી. રાત્રે ૧૨-૧ વાગે ઊઠીને કમ્મપયડી અને એ ઘનિર્યુક્તિ જેવા ગ્રંથને આમૂલચૂલ કંઠસ્થ કર્યા.
તેઓશ્રીની ગુણવત્તા અને પાત્રતા નિહાળીને પૂ. ગુરુદેવે આચાર અંગે ઉત્સર્ગ–અપવાદ માર્ગનું સચોટ જ્ઞાન આપવા માટે શ્રી નિશીથસૂત્ર, શ્રી બૃહકલ્પ, વ્યવહાર વગેરે ઉત્સર્ગઅપવાદ માર્ગના આચાર અને પ્રાયશ્ચિત્તના છેદસૂત્રે સાગપાંગ ભણાવ્યાં. એમાં ટૂંકા ગાળામાં જ પૂજ્યશ્રીએ પ્રવીણતા–પારંગતતા પ્રાપ્ત કરી. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયમસૂરીશ્વરજી મહારાજ પણ તેઓશ્રીની અપૂર્વ વિદ્વત્તાથી અત્યંત પ્રભાવિત હતા. કર્મ, આચાર આદિ બાબતો વિશે “જયઘેષ’ની સલાહ લેવાનું કહેતા આ રીતે પૂજ્યશ્રી સમુદાયમાં વિશ્વાસપાત્ર ગીતાર્થ સાધુ તરીકે પ્રતિષ્ઠા પામ્યા. પૂ. ગુરુદેવની કૃપા અને પૂજ્યશ્રીની પોતાની પ્રતિભા અને પુરુષાર્થને પરિણામે તેઓશ્રીને શાસ્ત્રોધ એટલે બધે વ્યાપક, વિસ્તૃત અને વિપુલ થઈ ગયું કે તેઓશ્રી લિવિંગ લાઈબ્રેરી”—જીવંત જ્ઞાનભંડાર તરીકે ઓળખાવા માંડ્યા. પૂજ્યશ્રીના શાસ્ત્રજ્ઞાનની સમુદાય કે શ્રમણવર્ગમાં જ નહીં, પણ સઘળાં ક્ષેત્રોમાં પ્રશંસા થઈ છે. પં. દલસુખભાઈ માલવણિયા તથા પં. અમૃતલાલ ભોજક જેવા વિદ્વાનોએ પણ પૂજ્યશ્રીની વિદ્વત્તાને વંદન કર્યા છે.
પૂજ્યશ્રીએ પિતાના જ્ઞાનને ઉપગ શાને વિશુદ્ધ પાઠ તૈયાર કરવામાં, શાસ્ત્ર વચનમાં ઊભી થતી ગૂંચ ઉકેલવામાં, અન્ય સંપ્રદાયે સાથે ચાલતા મિથ્યા વાદને ઉકેલ લાવવામાં,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org