________________
શ્રમણભગવત-૨
૮૧૯ દિવસે ડીસામાં પૂ. પં. શ્રી કાંતિવિજયજી ગણિવરના વરદ હસ્તે દીક્ષિત બનીને તેઓ ૫. પં. શ્રી ભદ્રંકરવિજ્યજી મહારાજના શિષ્ય મુનિશ્રી જિનપ્રવિજ્યજી મહારાજ બન્યા.
પ્રારંભથી જ સંયમસાધના પ્રત્યે ઉત્કૃષ્ટ સ્નેહ હતું. એમાં ગજબના ગુરુદેવને ભેટે થઈ ગયે, પછી કમીના જ શી રહે! નિત્ય એકાસણાં, શુદ્ધ આહાર-પાણીની ગવેષણા, ડિલ માટે બહિભૂમિને આગ્રહ ઇત્યાદિ અનેક આદર્શ ગુણો સાથે જ્ઞાન-ધ્યાન અને જપતપમાં પણ વિકાસ સાધી રહ્યા. વર્ષો પછી તેઓશ્રીના સંસારી પિતા ચીમનલાલ પણ સંયમી બન્યા. આજે તેઓ પૂ. તપસ્વી મુનિરાજ શ્રી વરિષણવિજ્યજી મહારાજ તરીકે સુંદર સંયમ સાધના કરી રહ્યા છે. છેલ્લાં કેટલાયે વર્ષોથી રાજસ્થાનની ધરતી પર સતત વિચરણ કરનારા આ પિતા-પુત્રના સંયમજીવનની અમીટ છાપ રાજસ્થાનનાં ગામડે ગામડે દષ્ટિગોચર બને છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ચાતુર્માસ દરમિયાન ઉપધાનતપની મોસમ જામેલી જ રહેતી. તેઓશ્રીની નિશ્રામાં વર્ષ દરમિયાન બે-ત્રણ વખત ઉપધાન થાય જ; અને મોટી સંખ્યામાં આરાધકો પણ હોય જ, એવા દષ્ટાંતે અસંખ્ય મળી આવે. પૂજ્યશ્રીને શાંત અને પરોપકારી સ્વભાવ એમાં ઘણે સહાયક રહ્યો હતે. અનેક ઉપધાન, ઉજમણાઓ, સંઘ, પ્રતિષ્ઠા મહોત્સવ આદિ પ્રભાવનાઓના નિશ્રાદાતા શ્રી જિનપ્રવિજયજી ગણિવરને સં. ૨૦૪૩ના પોષ વદ ૬ને દિવસે ડીસા મુકામે આચાર્યપદ પર પ્રતિષ્ઠિત કરાયા હતા. શાસનની સુંદર આરાધના પ્રભાવના કરી જનાર પૂજ્યશ્રી સંયમપર્યાયના ૩૯મા વર્ષે શંખેશ્વરતીર્થની પાવન છત્રછાયામાં સં. ૨૦૪પના ચૈત્ર સુદ પાંચમે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીની ભવ્ય સ્મશાનયાત્રા તેઓશ્રીની કચાહનાની અમર સાક્ષી બની રહી. હૃદયપૂર્વક વંદન હજો એ પરમ પ્રભાવક સૂરિવરને!
“સિદ્ધાંત દિવાકર ', સમર્થ શાસ્ત્રવેત્તા, કર્મ સાહિત્યના ગહન અભ્યાસી,
પ્રકાંડ પંડિત, વૈયાવચ્ચમાં વિનમ્ર ભક્ત, પ્રાયશ્ચિત્તમાં વડીલ પૂ. આચાર્ય શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ
કેટલીક વિભૂતિઓ પૂર્વજન્મના સંસ્કારબળે આ ભવમાં એટલી તેજસ્વી અને યશસ્વી બની જતી હોય છે કે જગત એને આશ્ચર્યની દષ્ટિથી જ નિહાળી રહે છે. એમના એક એક અદ્દભુત કાર્યને સાનંદ નિહાળી રહે છે. ૧૨-૧૩ વર્ષની કુમળી વયે એક તોફાની બાળક વૈરાગ્યમાગે ડગ માંડે અને મહાન શાસ્ત્રવેત્તા તરીકે પ્રસિદ્ધ થાય એ આશ્ચર્ય સિદ્ધાંત દિવાકર પૂ. આ. શ્રી વિજયજયષસૂરીશ્વરજી મહારાજના જીવન સાથે જોવા મળે છે. પૂજ્યશ્રીને જન્મ મુંબઈમાં સં. ૧૯૯૨ના અષાઢ વદ બીજને દિવસે થયો હતો. પિતાનું નામ મફતલાલ અને માતાનું નામ કાંતાબહેન હતું. તેઓશ્રીનું સંસારી નામ યથાનામ જવાહરલાલ હતું. જવાહર નાનપણમાં તેફાની હતા. એને જોઈ ને કઈ કલ્પના પણ ન કરી શકે કે આ બાળક મેટપણે મહાન શાસ્ત્રવેત્તા બનશે. સં. ૨૦૦૬માં પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org