SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત ર ૪૧ શાશ્ત્રાક્ત વિધિવિધાનની ખેવના કરવામાં તેમ જ આવા ઉચ્ચતમ શાસ્ત્રજ્ઞાનનો વારસો જળવાઈ રહે અને પ્રસાર પામે તે માટે અનુગામી સાધુવરાને તૈયાર કરવામાં કર્યાં. સં. ૨૦૧૫માં પૂજ્યશ્રીએ જુદા જુદા મુનિવરેાને પાઠ આપવાનું શરૂ કર્યુ. અનેક મુનિએ આ કાર્ય માં જોડાઈને નૂતન ક*સાહિત્યની રચના કરવા લાગ્યા. ત્યાર બાદ પ્રકૃતિ-સ્થિતિ રસપ્રદેશ અને એના પશુ અવાંતર વિભાગો કરીને જુદા જુદા મુનિઓને એના ઉપર સ`સ્કૃત ટીકા રચવા માટે સોંપાઈ. ખુદ મુનિવરશ્રીએ દીધ કાળ પર્યંત નિરંતર પરિશ્રમ વેઠીને ચાર-પાંચ ગ્રંથેાની ટીકા સ`સ્કૃત ભાષામાં રચેલી. તે માટે ૪૦-૫૦ હજાર બ્લેકપ્રમાણુ સાહિત્ય તેઓશ્રીના હસ્તે સર્જાવા પામ્યું. તેમ છતાં, પૂજ્યશ્રીમાં નિરભિમાનીતાના ગુણ ઊડીને આંખે વળગે તેવા છે. વ્યાખ્યાનને જરા પણ શેખ નહી, છાપાં-ચાપાનિયાંમાં લખીને કીર્તિ મેળવવાની લાલસા નહીં, શિષ્યસમુદાયથી વીંટળાવાની ઝંખના નહીં. એકાંતપ્રિય અને અભ્યાસપ્રિય પ્રકૃતિથી જ્ઞાનસાધના અખ`ડ-અવિરામ ચાલતી રહે. પૂ. આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૨૮માં અમદાવાદ જ્ઞાનમંદિરમાં જૈન તત્ત્વજ્ઞાન તથા આચાર સબંધી વાચના આપવા ભલામણ કરી, ત્યારે એકધારા છ-સાત મહિના સુધી વગે ચલાવ્યા. સાન્તાક્રુઝમાં યેાજાયેલી ગ્રીષ્મ ધામિક શિક્ષણ શિબિરમાં પણ પૂજ્યશ્રીએ અનેકોને પ્રભાવિત કર્યાં. તેથી જ પૂજ્યપાદ આચાર્યભગવત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પૂર્વે સમગ્ર સમુદાયને હિતશિક્ષા રૂપે એક કલમ ઘડતા ગયા કે નાના-મોટા સૌએ આગમના વિષયમાં મુનિ શ્રી જયઘાષવિજયજીની સલાહ લેવી. છેદસૂત્રેા-પ્રાયશ્ચિત્ત આદિ વિષયમાં પશુ પૂજ્યશ્રી એટલા બધા મહાન ગીતા અને ગભીર ધ પુરુષ છે કે અનેક શ્રાવક-શ્રાવિકાએ એ તેઓશ્રી પાસે પ્રાયશ્ચિત્ત લીધાં છે. તદુપરાંત, પૂ. ગુરુદેવશ્રી સાથે રહેતા લગભગ બધા જ સાધુમહાત્માઓની આંતરિક સારસભાળ, સારણા–વારણા, અધ્યયન-અધ્યાપન આદિની મહત્તમ જવાબદારીને વહન કરવામાં કયારેય પ્રમત્તભાવ દર્શાવ્યે નથી. પૂજયશ્રીએ પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના સહવાસ પ્રસંગે, તેએશ્રીની સેવા મજાવતાં બજાવતાં શ્રી ભગવતીસૂત્રના ચાન્દ્વહન કર્યાં હતાં અને પૂજ્યશ્રીને અમદાવાદ પક સોસાયટીમાં સ. ૨૦૩૧ના કારતક વદ ૧૦ને દિવસે મહાત્સવપૂર્ણાંક ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. સં. ૨૦૩૪ના વૈશાખ સુદ પાંચમે પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે પંન્યાસપદવીથી વિભૂષિત કર્યો. ત્યારબાદ, આગમશાસ્ત્રાના મન તરીકે જૈનજગતમાં પ્રસિદ્ધ પંન્યાસપ્રવરશ્રીને સ’. ૨૦૪૦ના મહા સુદ ૧૩ને દિવસે જલગાંવમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. સાથેસાથે પૂ. ગુરુદેવે તેએશ્રીની પાત્રતા જોઈને ‘સિદ્ધાંતદિવાકર 'નું બિરુદ આપ્યું, ત્યારથી પૂજ્યશ્રી · સિદ્ધાંતદિવાકર ' આચાર્ય શ્રી વિજયજયાષસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. પૂજ્યશ્રી વર્તમાનમાં શ્રેષ્ઠ પ્રાચનિક પ્રભાવક આચાય છે. શ્રીસ ઘ તેઓશ્રીના માર્ગદર્શન વડે સતત લાભાન્વિત થતા રહે છે. ખસેથી વધુ સાધુએને તેમ જ સ`ખ્યાતીત શ્રાવક-શ્રાવિકાઓને પ્રાયશ્ચિત્ત અપીને ધમ માં સ્થિરતા કરાવવાનું પવિત્ર કાર્ય કર્યુ છે. વૃદ્ધ સાધુઓની સારસભાળ અને વૈયાવચ્ચ પૂજ્યશ્રીના નોંધપાત્ર ગુણ છે, પિતા મુનિશ્રી ધમઘાષવિજયજી, શ્રી મતિધનવિજયજી, શ્રી રત્નાંશુવિજયજી મહારાજની જેવી રીતે સેવાભક્તિ કરી, તે જોઈને સૌનાં મસ્તક Jain Education International2010/04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249137
Book TitleVijay Jayghoshsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Story
File Size146 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy