Book Title: Vijay Dharmdhurandarsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249114/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક સ્વીકારવા રોમ રોમ સજ્જ થયા! પરંતુ માતાપિતાએ પોતાના પુત્રની નાની વયને લક્ષમાં લઈને અનુમતિ નહિ આપતાં, વૈરાગ્યસંગને વધુ પાકે કરવા, પૂ. શાસનસમ્રાટશ્રીએ પ. આચાર્યશ્રી વિજયેલાવણ્યસૂરીશ્વરજી પાર ઉદયપુર મેલ્યા. પ્રાંતે પૂ. આચાર્યશ્રીના વરદ હસ્તે સં. ૧૯૮૮ના માગશર સુદ ૩ના દિવસે કેશરિયાજી તીર્થમાં દીક્ષા થઈ. પૂ. આ. શ્રી વિજ્યદર્શનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી જયાનંદવિજયજી નામે ઘેષિત થયા. પૂ. ગુરુદેવશ્રીના સહવાસ દરમિયાન વૈયાવચ્ચ ભક્તિ તેમ જ કાશીના વિદ્વાન પંડિત પાસે વિશેષ ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રાદિના અભ્યાસ કર્યા. ઉપરાંત, પૂ. ગુરુમહારાજ સાથે રહીને દરેક સૂત્રેના દ્વહન કર્યા. સં. ૨૦૦૭ના મહા સુદ પાંચમે સુરેન્દ્રનગરમાં ગણિપદ તથા સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ને દિવસે અમદાવાદમાં પંન્યાસપદથી અલંકૃત થયા. પૂ. આચાર્યદેવ શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૨૧ના મહા સુદ ૩ને દિવસે ઠાઠમાઠથી જિનેન્દ્રભક્તિ મહોત્સવ પૂર્વક ઉપાધ્યાયપદ અને મહા સુદ પાંચમને દિવસે આચાર્યપદ વરતેજ (ભાવનગર) મુકામે ખૂબ ધામધૂમથી પ્રદાન કરવામાં આવ્યાં. પૂજ્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની વ્યાખ્યાનશૈલી ખૂબ જ સુંદર હતી. નાનામાં નાની વયના શ્રોતાને ઉચ્ચ સાહિત્યને અને ગહન વીતરાગવાણીને સરળ અને સાદી ભાષામાં સમજાવવા એ શૈલી સફળ અને સમર્થ હતી. અચ્છા શિક્ષકની અદાથી તેઓશ્રી શ્રાવક-શ્રાવિકાઓને ધર્મજ્ઞાન આપતા હતા. પૂજ્યશ્રી દીક્ષા પર્યાયના પ૭મા વર્ષે તથા જીવનયાત્રાના ૭૪મા વર્ષે કાળધર્મ પામ્યા. ગુણાનુરાગી હેષ્ટિ-વૃત્તિ, ભદ્રિતા, સહનશીલતા આદિ ગુણને લીધે પૂજ્યશ્રી શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં અલગ તરી આવતા. કેટિ ફેટિ વંદન હજો એ ગુરુદેવને ! ( સંકલન મુનિશ્રી મહાયશવિજ્યજી). વ્યાકરણવિદ્યાવારિધિ, જ્યોતિર્વિદિનમણિ, દર્શન સાહિત્યના મર્મજ્ઞ, સમર્થ કાવ્યરચનાકાર, સમતાના સાગર : પૂ. આચાર્યશ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ ત્યાગ અને વૈરાગ્યની, જ્ઞાન અને સંસ્કારની, ધર્મ અને તપની, નમ્રતા અને પ્રસન્નતાની જીવતી-જાગતી મૂતિ એટલે પૂ. આ. શ્રી વિજ્ય ધર્મ ધુરંધરસૂરીશ્વરજી મહારાજ. જેનશાસનના ઇતિહાસમાં અનેક વિભૂતિમત્તા પ્રકાશે છે તેમાં પૂજ્યશ્રીનું નામ પણ અવિચળ ઝળકે છે. તેઓશ્રીના સ્વાધ્યાય–તપથી પ્રાપ્ત થયેલા ધર્મ-જ્ઞાનના ગ્રંથ અને શાસનપ્રભાવનાથી પ્રેરાઈને કરેલાં અગણિત ધર્મકાર્યો તેમની બહુમુખી પ્રતિભાના પરિચાયક છે. તેઓશ્રીનું મૂળ વતન ઝાલાવાડમાં મૂળી પાસેનું ખાટડી ગામ. પિતા શાહ પીતાંબરદાસ જીવાભાઈ ધંધાર્થે ભાવનગર આવી વસ્યા. એમનાં બીજાં પત્ની સાંકળીબેનનું ભાવનગરમાં પિયર હતું. સં. ૧૯૭૪ના ચૈત્ર 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ વદ પાંચમને દિવસે સાંકળીબેનની કુક્ષીએ એક પુત્રરત્નને જન્મ થયો. યથાના ગુણ બાળકનું નામ ધીરજલાલ રાખવામાં આવ્યું. માતા સાંકળીબેન બાળકના જીવનઘડતરમાં ખૂબ જ રસ લેતાં હતાં. પરંતુ દૈવયેગે એમનું દુઃખદ અવસાન થયું. ધીરજની વય ત્યારે માત્ર આઠ વર્ષની હતી. માતાવિહેણ બાળક પર પિતાની અપાર પ્રીતિ હતી, પરંતુ તેઓ તેમના પર પૂરતું ધ્યાન આપી શકતા નહીં. પરિણામે ધીરજને તેમના મામા બંગલેર લઈ ગયા. ત્રણેક વર્ષ બેંગારમાં રહીને ધીરજલાલ વતન પાછા આવ્યા ત્યારે પિતા પાલીતાણામાં રહેતા હતા. તેથી ધીરજને શ્રી શેવિયજી જૈન ગુરુકુળમાં ભણવા મૂક્યા. અને ત્યારથી બાળકની મને વૃત્તિમાં વૈરાગ્યનાં અંકુર ફૂટવા માંડ્યા. સં. ૧૯૮૫માં પૂ. પં. શ્રી અમૃતવિજ્યજી ગણિને સમાગમ થતાં પિતા-પુત્રની વૈરાગ્યભાવના વધુ બળવત્તર બની. અને સં. ૧૯૮૮ના મહા સુદ ૧૦ને શુભ દિને જાવાલ ક્ષેત્રના ઉત્સાહી શ્રીસંઘના મહત્સવ વચ્ચે પૂ. શાસનસમ્રારશ્રીના આશીર્વાદ સાથે પિતાપુત્ર દીક્ષા ગ્રહણ કરી. પીતાંબરદાસ મુનિશ્રી પુણ્યવિજયજી નામે પૂ. પં. શ્રી અમૃતવિજયજીના શિષ્ય બન્યા અને ધીરજલાલ મુનિશ્રી ધુરંધરવિજ્યજી નામે મુનિશ્રી પુણ્યવિજ્યજીના શિષ્ય જાહેર થયા. અને સાચે જ આગલાં વર્ષોમાં પૂ. મુનિવર ધર્મધુરંધર તરીકે સર્વત્ર પંકાઈ ગયા ! દીક્ષા પછી પૂજ્યશ્રીના મામાએ પિલીસ કેસ કરીને મોટું વિન ઊભું કર્યું હતું. એવા વાતાવરણમાં યે તેઓશ્રી અડીખમ રહ્યા. ઊલટું, સંયમસાધના વધુ તીવ્ર બનતી ચાલી. એ સમય દરમિયાન અમદાવાદમાં ૩૪ દિવસનું ઐતિહાસિક મુનિ સંમેલન જાયું. એમાં પૂજ્યશ્રીને અસંખ્ય ધુરંધર આચાર્યોના સહવાસમાં રહેવાને અમૂલ્ય અવસર પ્રાપ્ત થયું. એમાંયે પૂ. શાસનસમ્રાટની સેવામાં રહેવાને સુઅવસર પ્રાપ્ત થતાં તે તેઓશ્રી ધન્ય બની ગયા. પૂ. શાસનસમ્રાટથી રત્નપારખુ હતા. તેઓશ્રીએ આ પ્રતિભાને પિછાણું અને એને યોગ્ય વિકાસ થાય એવું આજન કર્યું". આચાર્યભગવંતે સાથે ચાતુર્માસ અને સંઘનાં આજનો થતાં રહ્યાં અને બીજી બાજુ આ મુનિવરને અભ્યાસ પણ વિકસતે રહ્યો. બહુ ઓછા સમયમાં તેઓશ્રીએ પંડિત શશીનાથ ઝા પાસેથી નવ્ય ન્યાયના મુક્તાવલી પછીના માથુરી, પંચલક્ષણી, સિંહવ્યાઘ, જાગતીશી, સિદ્ધાંતલક્ષણ આદિ ગ્રંથ, સાહિત્યમીમાંસાના ગ્રંથ, સંસ્કૃત મહાકાવ્યો આદિનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સંસ્કૃત ભાષા પર અનન્ય કાબૂ જમાવ્યું. સંસ્કૃતમાં પત્રલેખન અને કાવ્યના સહજ બની રહ્યા. પૂજ્યશ્રી સંસ્કૃતમાં સરળતાથી બોલી પણ શકતા હતા ! પરિણામે, પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીને ૧૭૫ કેનું શિખરિણી છંદમાં રચેલું, અન્ય દંતકાળે સમું “મદૂત' ખંડકાવ્ય રચી કહ્યું. આ સમયમાં જ તેઓશ્રીએ હેમચંદ્રાચાર્ય વિરચિત કાવ્યાનુશાસન અને શબ્દાનુશાસનને ઊંડે અભ્યાસ કર્યો હતો, એટલે આ દૂતકાવ્યમાં તેઓશ્રીની કાવ્યકુશળતા ઉત્તમ રીતે નીખરી આવી. અધ્યયનપ્રીતિ તીવ્રતર હેવાથી સં. ૧૯૯૪ના ખંભાતના ચાતુમાસ દરમિયાન પૂજ્યશ્રી અંગ્રેજી પણ શીખ્યા અને તે રસ્તોયની વાર્તાઓ અને શેકસપિયરનાં નાટકનો અભ્યાસ કર્યો. આમ, ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, સંસ્કૃત, મરાઠી, અંગ્રેજી આદિ અનેક ભાષાઓ પૂજ્યશ્રીને સહજસાધ્ય બની. અનેકાનેક મહાગ્રંથના અધ્યયનથી તેઓશ્રીની પ્રતિભા પણ ફલવતી બની. પરિણામ સ્વરૂપ, પૂજ્યશ્રીએ શતાધિક 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ગ્રંથની રચના કરી. જેમાં, શ્રી સિદ્ધહેમ-સરસ્વતી, લક્ષણવિલાસવૃત્તિ, સધિવિનોદપંચદશી, નિહનવવાદ, નયવાદ, આત્મવાદ, દ્રવ્યાનુયેગની મહત્તા આદિ ન્યાય અને દર્શનના ગ્રંથ છે. ઇન્દ્રતટીકા, સાહિત્યશિક્ષામંજરી, મમૂહૂતમ, શ્રી નેમિસ્તવ, શ્રી વર્ધમાન મહાવીરાષ્ટકમ, સતીસૂક્ત ડષિક, આમધપંચવિંશતિકા, પંચપરમેષ્ઠિ ગુણમાલા આદિ સંસ્કૃત કાવ્યસાહિત્યના ગ્રંથ છે. પરમાત્મ-સંગીતસસ્રોતસ્વિની, શ્રી આદિજિન પંચકલ્યાણક પૂજ, વિચારસૌરભ, સ્વાધ્યાય-રત્નાવલિ, હિતશિક્ષાછત્રીસી, શંબલ, વિમર્શ, ઉમેષ, દર્શન, દર્પણ, માંડવગઢની મહત્તા, સજજનશતક આદિ ગુજરાતી ગ્રંથ છે. અર્ધશત પ્રકાશિત ગ્રંથ છે, તે એટલા જ અપ્રગટ ગ્રંથે પ્રગટ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. એમાં આઠ મરણની પાદપૂતિને પ્રકાશથી તે પૂજ્યશ્રીની અપ્રતિમ પ્રતિભા પરિચય મળી રહે છે. આમ, સતત વિહાર અને અનેક પ્રકારનાં ધર્મકાર્યો વચ્ચે પણ તેઓશ્રીએ દર્શન સાહિત્યનાં આ અગણિત ગ્રંથ લખીને આશ્ચર્ય ખડું કર્યું છે ! દીક્ષા થઈ ત્યારે માત્ર ૧૩ વર્ષના બાળમુનિ શ્રી ધુરંધરવિજ્યજી મહારાજમાં કઈ વિશેષતા દેખાતી નહતી. એકવડા બધે, ઘઉંવર્ણ સામાન્ય શરીર, સાવ મિતભાષી અને એકાકી પ્રકૃતિને લીધે સામાન્ય છાપ પડતી હતી. પરંતુ પૂજ્યપાદ ગુરુદેવશ્રીને સહવાસ અને અન્ય આચાર્યદેવ પાસેથી માર્ગદર્શન પામીને સત્તરમા વર્ષે તે એક પ્રભાવશાળી મુનિવર તરીકે સમગ્ર સમુદાય પર અનોખી છાપ અંકિત કરી આપી. એ છાપ ઉત્તરોત્તર વિકસતી ચાલી. પૂજ્યશ્રીએ કરેલાં ગુજરાત–મુંબઈનાં મુખ્ય શહેરોનાં ૪૬ ચાતુર્માસ એના જીવતાં– જાગતાં પ્રમાણપત્રો છે કે તેઓશ્રીની ઉપસ્થિતિ હોય ત્યાં મહામહેસવપૂર્વક અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાન, સંઘયાત્રા આદિના અનેકાનેક ઉત્સવ ઊજવાયા જ હેય. આવી અપૂર્વ શાસનપ્રભાવનાના ફળસ્વરૂપ પૂજ્યશ્રીને સં. ૨૦૦૭ના કારતક વદ ૬ને દિવસે ગણિપદવી અને વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ને દિવસે પંન્યાસપદવી અર્પણ કરવામાં આવી. વિરલ એ ભવ્ય ઉત્સવ મુંબઈ મુકામે સં. ૨૦૨૧ના મહા સુદ 8ને સોમવારે ઊજવા હતા, જ્યારે પૂજ્યશ્રીને આચાર્યપદથી અલંકૃત કરવાનું ફરમાન શાસનશણગાર, ગીતાર્થણમુકુટમણિ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજે અને પરમ શાસનપ્રભાવક તિષશાસ્ત્ર પારંગત પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે કર્યું. દસ દિવસ ચાલેલા આ મહત્સવમાં અનેક પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. વિશાળ સંખ્યામાં જૈન અને જેનેતર મહાનુભાવોએ હાજરી આપી હતી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીથી માંડીને અનેક મહાપુરુષોએ પૂજ્યશ્રીને અભિવાદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભારતભરના વિશિષ્ટ વિદ્વાનોએ અભિનવ આચાર્યશ્રીને ૧. વ્યાકરણવિદ્યાવારિધિ, ૨. સિદ્ધાંતભારતી, ૩. દર્શનચિંતામણિ, ૪. કવિશિરોમણિ અને પ. જાતિવિદિનમણિ જેવી ઉપાધિઓથી નવાજ્યા હતા. આચાર્યદેવના જીવનક્રમમાં સહજ બની ગયેલાં સામાન્ય કાર્યો તે પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં જ રહેતાં હતાં. પરંતુ યથાનામ ધુરંધર કાર્ય ન થાય તે નામ દીપે નહીં. એવાં 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-ર કાર્યોમાં પૂજ્યશ્રીની દેખરેખ નીચે પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજયની તળેટીમાં જૈન સંઘના ભવ્ય વારસાને દર્શાવતા અને શ્રમણ પરંપરાના ભવ્ય ઈતિહાસની ઝાંખી કરાવતા “કેસરિયા વીરપરંપરાપ્રાસાદ’ નામે વિશાળ ચૈત્યનું નિર્માણ એ મુખ્ય છે. સખત અને સતત પરિશ્રમને પરિણામે હોય કે ગમે તેમ, સં. ૨૦૩૦થી પૂજ્યશ્રીની તંદુરસ્તી જોખમાઈ કેન્સરનું નિદાન થયું. છતાં તેઓશ્રીની પ્રવૃત્તિઓમાં સહેજે શિથિલતા ન આવી. વ્યાધિ વધતો ચાલ્યો. ૨૦૩૩નું ચોમાસું અમદાવાદમાં હતા. ત્યાં વ્યાધિની વેદનાએ માજા મૂકી. સં. ૨૦૩૪ના વૈશાખ માસ સુધી આ વ્યાધિની અશાતના સહન કરતા રહ્યા. વૈશાખ વદ ૧૦ને દિવસે શુક્રવારે આ તેજસ્વી તારક શાંતિ અને સમાધિપૂર્વક દિવ્યસૃષ્ટિમાં વિલીન થઈ ગયા. પરંતુ અપૂર્વ ગુણગરિમાથી ઓપતી તેઓશ્રીની યશકયા તે યાવચંદ્રદિવાકરી અમર છે. 60 વર્ષના અલ્પ આયુષ્યમાં 47 વર્ષ સુદીર્ઘ દીક્ષા પર્યાય પાળી, 13 વર્ષના સૂરિપદપર્યાયમાં એક દૃષ્ટિમાં ન સમાય તેવા અને તેટલાં વિવિધ અને વિશાળ કાર્યો કરી ગયા ! ઉત્તમ કેન્ટિની સમતા, સમર્થ કોટિની વિદ્વત્તા, આદર્શ કેન્ટિની સંયમ-સાધના– સ્વાધ્યાયપ્રીતિ-સર્જકતા–સત્સંગમગ્નતા આદિના અદ્ભુત ગુણોથી ઓપતી ભવ્ય જીવનયાત્રા પૂર્ણ કરી ગયા. પૂજ્યશ્રીની અંતિમ યાત્રામાં વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિ, અગણિત ગુણાનુવાદસભાઓ, અસંખ્ય શોકાંજલિઓ આદિએ તેઓશ્રીની મહાનતાનાં દર્શન કરાવ્યાં. પૂ. મુનિશ્રી ધર્મવિયજી, મુનિશ્રી મનેવિજયજી, પૂ. પં. શ્રી કુંદકુંદવિજ્યજી, પૂ. પં. શ્રી સિદ્ધસેનવિજ્યજી, પૂ. પં. શ્રી ધર્મધ્વજવિજ્યજી, મુનિશ્રી હરિષણવિજયજી, મુનિશ્રી વિદ્યાધરવિજ્યજી, મુનિશ્રી અમીવિજયજી આદિ શિષ્ય પરિવાર અને તેઓશ્રીના પ્રશિષ્ય-પરિવારને વિશાળ વાર મૂકી ગયેલા આ આચાર્યભગવંતની શાસનસેવા અજરામર બની ચૂકી છે ! કટિ કેટિ વંદન હજે એ શાસનપ્રભાવક શ્રી ગુરુભગવંતને ! જૈનસાહિત્યના પ્રકાશનમાં અપૂર્વ રસ લઈ રહેલા પ્રભાવશાળી સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયપ્રિયંકરસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૭૦ના શ્રાવણ સુદ પાંચમ ને બુધવારે ગુજરાતના દહેગામ પાસે હરસેલી ગામે થયે હતું. તેમનું જન્મનામ પિપટલાલ હતું. પિતા નગીનદાસ ગગલદાસ મૂળ વડોદરા પાસે ડભેડાના વતની હતા, પણ ધંધાર્થે અમદાવાદ આવીને જૂના મહાજનવાડે રહેતા હતા. પોપટલાલે ગુજરાતી સાત ધોરણ અને અંગ્રેજી ત્રણ ધોરણ શેઠ મનસુખભાઈ ભગુભાઈની સ્કૂલમાં ધાર્મિક શિક્ષણ સાથે પૂર્ણ કર્યા ત્યાં ચરિત્ર લેવાની ભાવના દઢ થઈ ચૂકી હતી. અભ્યાસ દરમિયાન જ દંડક, અતિચાર અને સ્નાત્ર પૂજાને અભ્યાસ પૂર્ણ ભાવના સાથે આત્મસાત્ કર્યો હતો. તેમની આ શુભ વૃત્તિને સારે પ્રભાવ પડ્યો અને પિતાશ્રીએ તેમને રાજીખુશીથી સંયમ સ્વીકારવાની સંમતિ આપી. સં. ૧૯૮૯ના મહા સુદ ૧૧ને દિવસે મહામહોત્સવપૂર્વક 2, 13 2010_04