________________
શાસનપ્રભાવક
સ્વીકારવા રોમ રોમ સજ્જ થયા! પરંતુ માતાપિતાએ પોતાના પુત્રની નાની વયને લક્ષમાં લઈને અનુમતિ નહિ આપતાં, વૈરાગ્યસંગને વધુ પાકે કરવા, પૂ. શાસનસમ્રાટશ્રીએ પ. આચાર્યશ્રી વિજયેલાવણ્યસૂરીશ્વરજી પાર ઉદયપુર મેલ્યા. પ્રાંતે પૂ. આચાર્યશ્રીના વરદ હસ્તે સં. ૧૯૮૮ના માગશર સુદ ૩ના દિવસે કેશરિયાજી તીર્થમાં દીક્ષા થઈ. પૂ. આ. શ્રી વિજ્યદર્શનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી જયાનંદવિજયજી નામે ઘેષિત થયા. પૂ. ગુરુદેવશ્રીના સહવાસ દરમિયાન વૈયાવચ્ચ ભક્તિ તેમ જ કાશીના વિદ્વાન પંડિત પાસે વિશેષ ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રાદિના અભ્યાસ કર્યા. ઉપરાંત, પૂ. ગુરુમહારાજ સાથે રહીને દરેક સૂત્રેના દ્વહન કર્યા. સં. ૨૦૦૭ના મહા સુદ પાંચમે સુરેન્દ્રનગરમાં ગણિપદ તથા સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ને દિવસે અમદાવાદમાં પંન્યાસપદથી અલંકૃત થયા. પૂ. આચાર્યદેવ શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૨૧ના મહા સુદ ૩ને દિવસે ઠાઠમાઠથી જિનેન્દ્રભક્તિ મહોત્સવ પૂર્વક ઉપાધ્યાયપદ અને મહા સુદ પાંચમને દિવસે આચાર્યપદ વરતેજ (ભાવનગર) મુકામે ખૂબ ધામધૂમથી પ્રદાન કરવામાં આવ્યાં.
પૂજ્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની વ્યાખ્યાનશૈલી ખૂબ જ સુંદર હતી. નાનામાં નાની વયના શ્રોતાને ઉચ્ચ સાહિત્યને અને ગહન વીતરાગવાણીને સરળ અને સાદી ભાષામાં સમજાવવા એ શૈલી સફળ અને સમર્થ હતી. અચ્છા શિક્ષકની અદાથી તેઓશ્રી શ્રાવક-શ્રાવિકાઓને ધર્મજ્ઞાન આપતા હતા. પૂજ્યશ્રી દીક્ષા પર્યાયના પ૭મા વર્ષે તથા જીવનયાત્રાના ૭૪મા વર્ષે કાળધર્મ પામ્યા. ગુણાનુરાગી હેષ્ટિ-વૃત્તિ, ભદ્રિતા, સહનશીલતા આદિ ગુણને લીધે પૂજ્યશ્રી શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં અલગ તરી આવતા. કેટિ ફેટિ વંદન હજો એ ગુરુદેવને !
( સંકલન મુનિશ્રી મહાયશવિજ્યજી).
વ્યાકરણવિદ્યાવારિધિ, જ્યોતિર્વિદિનમણિ, દર્શન સાહિત્યના મર્મજ્ઞ,
સમર્થ કાવ્યરચનાકાર, સમતાના સાગર : પૂ. આચાર્યશ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ
ત્યાગ અને વૈરાગ્યની, જ્ઞાન અને સંસ્કારની, ધર્મ અને તપની, નમ્રતા અને પ્રસન્નતાની જીવતી-જાગતી મૂતિ એટલે પૂ. આ. શ્રી વિજ્ય ધર્મ ધુરંધરસૂરીશ્વરજી મહારાજ. જેનશાસનના ઇતિહાસમાં અનેક વિભૂતિમત્તા પ્રકાશે છે તેમાં પૂજ્યશ્રીનું નામ પણ અવિચળ ઝળકે છે. તેઓશ્રીના સ્વાધ્યાય–તપથી પ્રાપ્ત થયેલા ધર્મ-જ્ઞાનના ગ્રંથ અને શાસનપ્રભાવનાથી પ્રેરાઈને કરેલાં અગણિત ધર્મકાર્યો તેમની બહુમુખી પ્રતિભાના પરિચાયક છે. તેઓશ્રીનું મૂળ વતન ઝાલાવાડમાં મૂળી પાસેનું ખાટડી ગામ. પિતા શાહ પીતાંબરદાસ જીવાભાઈ ધંધાર્થે ભાવનગર આવી વસ્યા. એમનાં બીજાં પત્ની સાંકળીબેનનું ભાવનગરમાં પિયર હતું. સં. ૧૯૭૪ના ચૈત્ર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org