SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતે-૨ વદ પાંચમને દિવસે સાંકળીબેનની કુક્ષીએ એક પુત્રરત્નને જન્મ થયો. યથાના ગુણ બાળકનું નામ ધીરજલાલ રાખવામાં આવ્યું. માતા સાંકળીબેન બાળકના જીવનઘડતરમાં ખૂબ જ રસ લેતાં હતાં. પરંતુ દૈવયેગે એમનું દુઃખદ અવસાન થયું. ધીરજની વય ત્યારે માત્ર આઠ વર્ષની હતી. માતાવિહેણ બાળક પર પિતાની અપાર પ્રીતિ હતી, પરંતુ તેઓ તેમના પર પૂરતું ધ્યાન આપી શકતા નહીં. પરિણામે ધીરજને તેમના મામા બંગલેર લઈ ગયા. ત્રણેક વર્ષ બેંગારમાં રહીને ધીરજલાલ વતન પાછા આવ્યા ત્યારે પિતા પાલીતાણામાં રહેતા હતા. તેથી ધીરજને શ્રી શેવિયજી જૈન ગુરુકુળમાં ભણવા મૂક્યા. અને ત્યારથી બાળકની મને વૃત્તિમાં વૈરાગ્યનાં અંકુર ફૂટવા માંડ્યા. સં. ૧૯૮૫માં પૂ. પં. શ્રી અમૃતવિજ્યજી ગણિને સમાગમ થતાં પિતા-પુત્રની વૈરાગ્યભાવના વધુ બળવત્તર બની. અને સં. ૧૯૮૮ના મહા સુદ ૧૦ને શુભ દિને જાવાલ ક્ષેત્રના ઉત્સાહી શ્રીસંઘના મહત્સવ વચ્ચે પૂ. શાસનસમ્રારશ્રીના આશીર્વાદ સાથે પિતાપુત્ર દીક્ષા ગ્રહણ કરી. પીતાંબરદાસ મુનિશ્રી પુણ્યવિજયજી નામે પૂ. પં. શ્રી અમૃતવિજયજીના શિષ્ય બન્યા અને ધીરજલાલ મુનિશ્રી ધુરંધરવિજ્યજી નામે મુનિશ્રી પુણ્યવિજ્યજીના શિષ્ય જાહેર થયા. અને સાચે જ આગલાં વર્ષોમાં પૂ. મુનિવર ધર્મધુરંધર તરીકે સર્વત્ર પંકાઈ ગયા ! દીક્ષા પછી પૂજ્યશ્રીના મામાએ પિલીસ કેસ કરીને મોટું વિન ઊભું કર્યું હતું. એવા વાતાવરણમાં યે તેઓશ્રી અડીખમ રહ્યા. ઊલટું, સંયમસાધના વધુ તીવ્ર બનતી ચાલી. એ સમય દરમિયાન અમદાવાદમાં ૩૪ દિવસનું ઐતિહાસિક મુનિ સંમેલન જાયું. એમાં પૂજ્યશ્રીને અસંખ્ય ધુરંધર આચાર્યોના સહવાસમાં રહેવાને અમૂલ્ય અવસર પ્રાપ્ત થયું. એમાંયે પૂ. શાસનસમ્રાટની સેવામાં રહેવાને સુઅવસર પ્રાપ્ત થતાં તે તેઓશ્રી ધન્ય બની ગયા. પૂ. શાસનસમ્રાટથી રત્નપારખુ હતા. તેઓશ્રીએ આ પ્રતિભાને પિછાણું અને એને યોગ્ય વિકાસ થાય એવું આજન કર્યું". આચાર્યભગવંતે સાથે ચાતુર્માસ અને સંઘનાં આજનો થતાં રહ્યાં અને બીજી બાજુ આ મુનિવરને અભ્યાસ પણ વિકસતે રહ્યો. બહુ ઓછા સમયમાં તેઓશ્રીએ પંડિત શશીનાથ ઝા પાસેથી નવ્ય ન્યાયના મુક્તાવલી પછીના માથુરી, પંચલક્ષણી, સિંહવ્યાઘ, જાગતીશી, સિદ્ધાંતલક્ષણ આદિ ગ્રંથ, સાહિત્યમીમાંસાના ગ્રંથ, સંસ્કૃત મહાકાવ્યો આદિનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સંસ્કૃત ભાષા પર અનન્ય કાબૂ જમાવ્યું. સંસ્કૃતમાં પત્રલેખન અને કાવ્યના સહજ બની રહ્યા. પૂજ્યશ્રી સંસ્કૃતમાં સરળતાથી બોલી પણ શકતા હતા ! પરિણામે, પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીને ૧૭૫ કેનું શિખરિણી છંદમાં રચેલું, અન્ય દંતકાળે સમું “મદૂત' ખંડકાવ્ય રચી કહ્યું. આ સમયમાં જ તેઓશ્રીએ હેમચંદ્રાચાર્ય વિરચિત કાવ્યાનુશાસન અને શબ્દાનુશાસનને ઊંડે અભ્યાસ કર્યો હતો, એટલે આ દૂતકાવ્યમાં તેઓશ્રીની કાવ્યકુશળતા ઉત્તમ રીતે નીખરી આવી. અધ્યયનપ્રીતિ તીવ્રતર હેવાથી સં. ૧૯૯૪ના ખંભાતના ચાતુમાસ દરમિયાન પૂજ્યશ્રી અંગ્રેજી પણ શીખ્યા અને તે રસ્તોયની વાર્તાઓ અને શેકસપિયરનાં નાટકનો અભ્યાસ કર્યો. આમ, ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, સંસ્કૃત, મરાઠી, અંગ્રેજી આદિ અનેક ભાષાઓ પૂજ્યશ્રીને સહજસાધ્ય બની. અનેકાનેક મહાગ્રંથના અધ્યયનથી તેઓશ્રીની પ્રતિભા પણ ફલવતી બની. પરિણામ સ્વરૂપ, પૂજ્યશ્રીએ શતાધિક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249114
Book TitleVijay Dharmdhurandarsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Story
File Size144 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy