SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત-ર કાર્યોમાં પૂજ્યશ્રીની દેખરેખ નીચે પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજયની તળેટીમાં જૈન સંઘના ભવ્ય વારસાને દર્શાવતા અને શ્રમણ પરંપરાના ભવ્ય ઈતિહાસની ઝાંખી કરાવતા “કેસરિયા વીરપરંપરાપ્રાસાદ’ નામે વિશાળ ચૈત્યનું નિર્માણ એ મુખ્ય છે. સખત અને સતત પરિશ્રમને પરિણામે હોય કે ગમે તેમ, સં. ૨૦૩૦થી પૂજ્યશ્રીની તંદુરસ્તી જોખમાઈ કેન્સરનું નિદાન થયું. છતાં તેઓશ્રીની પ્રવૃત્તિઓમાં સહેજે શિથિલતા ન આવી. વ્યાધિ વધતો ચાલ્યો. ૨૦૩૩નું ચોમાસું અમદાવાદમાં હતા. ત્યાં વ્યાધિની વેદનાએ માજા મૂકી. સં. ૨૦૩૪ના વૈશાખ માસ સુધી આ વ્યાધિની અશાતના સહન કરતા રહ્યા. વૈશાખ વદ ૧૦ને દિવસે શુક્રવારે આ તેજસ્વી તારક શાંતિ અને સમાધિપૂર્વક દિવ્યસૃષ્ટિમાં વિલીન થઈ ગયા. પરંતુ અપૂર્વ ગુણગરિમાથી ઓપતી તેઓશ્રીની યશકયા તે યાવચંદ્રદિવાકરી અમર છે. 60 વર્ષના અલ્પ આયુષ્યમાં 47 વર્ષ સુદીર્ઘ દીક્ષા પર્યાય પાળી, 13 વર્ષના સૂરિપદપર્યાયમાં એક દૃષ્ટિમાં ન સમાય તેવા અને તેટલાં વિવિધ અને વિશાળ કાર્યો કરી ગયા ! ઉત્તમ કેન્ટિની સમતા, સમર્થ કોટિની વિદ્વત્તા, આદર્શ કેન્ટિની સંયમ-સાધના– સ્વાધ્યાયપ્રીતિ-સર્જકતા–સત્સંગમગ્નતા આદિના અદ્ભુત ગુણોથી ઓપતી ભવ્ય જીવનયાત્રા પૂર્ણ કરી ગયા. પૂજ્યશ્રીની અંતિમ યાત્રામાં વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિ, અગણિત ગુણાનુવાદસભાઓ, અસંખ્ય શોકાંજલિઓ આદિએ તેઓશ્રીની મહાનતાનાં દર્શન કરાવ્યાં. પૂ. મુનિશ્રી ધર્મવિયજી, મુનિશ્રી મનેવિજયજી, પૂ. પં. શ્રી કુંદકુંદવિજ્યજી, પૂ. પં. શ્રી સિદ્ધસેનવિજ્યજી, પૂ. પં. શ્રી ધર્મધ્વજવિજ્યજી, મુનિશ્રી હરિષણવિજયજી, મુનિશ્રી વિદ્યાધરવિજ્યજી, મુનિશ્રી અમીવિજયજી આદિ શિષ્ય પરિવાર અને તેઓશ્રીના પ્રશિષ્ય-પરિવારને વિશાળ વાર મૂકી ગયેલા આ આચાર્યભગવંતની શાસનસેવા અજરામર બની ચૂકી છે ! કટિ કેટિ વંદન હજે એ શાસનપ્રભાવક શ્રી ગુરુભગવંતને ! જૈનસાહિત્યના પ્રકાશનમાં અપૂર્વ રસ લઈ રહેલા પ્રભાવશાળી સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયપ્રિયંકરસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૭૦ના શ્રાવણ સુદ પાંચમ ને બુધવારે ગુજરાતના દહેગામ પાસે હરસેલી ગામે થયે હતું. તેમનું જન્મનામ પિપટલાલ હતું. પિતા નગીનદાસ ગગલદાસ મૂળ વડોદરા પાસે ડભેડાના વતની હતા, પણ ધંધાર્થે અમદાવાદ આવીને જૂના મહાજનવાડે રહેતા હતા. પોપટલાલે ગુજરાતી સાત ધોરણ અને અંગ્રેજી ત્રણ ધોરણ શેઠ મનસુખભાઈ ભગુભાઈની સ્કૂલમાં ધાર્મિક શિક્ષણ સાથે પૂર્ણ કર્યા ત્યાં ચરિત્ર લેવાની ભાવના દઢ થઈ ચૂકી હતી. અભ્યાસ દરમિયાન જ દંડક, અતિચાર અને સ્નાત્ર પૂજાને અભ્યાસ પૂર્ણ ભાવના સાથે આત્મસાત્ કર્યો હતો. તેમની આ શુભ વૃત્તિને સારે પ્રભાવ પડ્યો અને પિતાશ્રીએ તેમને રાજીખુશીથી સંયમ સ્વીકારવાની સંમતિ આપી. સં. ૧૯૮૯ના મહા સુદ ૧૧ને દિવસે મહામહોત્સવપૂર્વક 2, 13 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249114
Book TitleVijay Dharmdhurandarsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Story
File Size144 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy