Page #1
--------------------------------------------------------------------------
________________ 9581 શ્રી વ્યાખ્યાનમાર - 1 મોરબી, સંવત 1954-55 1 પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શકતો નથી. જોગાનજોગ મળવાથી અકામનિર્જરા કરતો જીવ આગળ વધે છે, ને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબલપણું છે કે, તે ગ્રંથિભેદ કરવામાં મોળો પડી જઈ અસમર્થ થઈ જઈ પાછો વળે છે; હિમ્મત કરી આગળ વધવા ધારે છે; પણ મોહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે; અને ઊલટું તે સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે. તેમાંથી કોઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે અકામનિર્જરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પોચી કરી આગળ વધી જાય છે. જે અવિરતિસમ્યકુદ્રષ્ટિનામાં ચોથું ગુણસ્થાનક છે, જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજુ નામ ‘બોધબીજ છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે, અર્થાત્ મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે. 2 આ ‘બોધબીજ ગુણસ્થાનક'-ચોથા ગુણસ્થાનક-થી તેરમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ એકસરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણતાનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે. 3 જ્ઞાનાવરણનું સર્વ પ્રકારે નિરાવરણ થવું તે ‘કેવળજ્ઞાન” એટલે “મોક્ષ'; જે બુદ્ધિબળથી કહેવામાં આવે છે એમ નથી; પરંતુ અનુભવગમ્ય છે. 4 બુદ્ધિબળથી નિશ્ચય કરેલો સિદ્ધાંત તેથી વિશેષ બુદ્ધિબળ અથવા તર્કથી વખતે ફરી શકે છે, પરંતુ જે વસ્તુ અનુભવગમ્ય (અનુભવસિદ્ધ) થઈ છે તે ત્રણે કાળમાં ફરી શકતી નથી. 5 હાલના સમયમાં જૈનદર્શનને વિષે અવિરતિ સમ્યફદ્રષ્ટિનામાં ચોથા ગુણસ્થાનકથી અપ્રમત્તનામા સાતમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે. 6 સાતમાથી સયોગીકેવળીનામા તેરમા ગુણસ્થાનક સુધીનો કાળ અંતર્મુહૂર્તનો છે. તેરમાનો કાળ વખતે લાંબો પણ હોય છે. ત્યાં સુધી આત્મઅનુભવ પ્રતીતિરૂપ છે. 7 આ કાળને વિષે મોક્ષ નથી એમ માની જીવ મોક્ષહેતભૂત ક્રિયા કરી શકતો નથી, અને તેવી માન્યતાને લઈને જીવનું પ્રવર્તન બીજી જ રીતે થાય છે. 1 વિ. સંવત 1954 ના માહથી ચૈત્ર માસ સુધીમાં તેમજ . 1955 ના તે અરસામાં શ્રીમની મોરબીમાં લાંબો વખત સ્થિતિ હતી. તે વેળા તેમણે કરેલાં વ્યાખ્યાનોનો એક મુમુક્ષુ શ્રોતાએ સ્મૃતિ ઉપરથી ટાકલ આ સાર છે.
Page #2
--------------------------------------------------------------------------
________________ 8 પાંજરામાં પૂરેલો સિંહ પાંજરાથી પ્રત્યક્ષ જુદો છે, તોપણ બહાર નીકળવાનું સામર્થ્યરહિત છે. તેમજ ઓછા આયુષ્યના કારણથી અથવા સંઘયણાદિ અન્ય સાધનોના અભાવે આત્મારૂપી સિંહ કર્મરૂપી પાંજરામાંથી બહાર આવી શકતો નથી એમ માનવામાં આવે તો તે માનવું સકારણ છે. 9 આ અસાર એવા સંસારને વિષે મુખ્ય એવી ચાર ગતિ છે, જે કર્મબંધથી પ્રાપ્ત થાય છે. બંધ વિના તે ગતિ પ્રાપ્ત થતી નથી. અબંધ એવું જે મોક્ષસ્થાનક તે બંધથી થનારી એવી જે ચાર ગતિ તે રૂપ સંસારને વિષે નથી. સમ્યકત્વ અથવા ચારિત્રથી બંધ થતો નથી એ તો ચોક્કસ છે; તો પછી ગમે તે કાળમાં સમ્યકૃત્વ અથવા ચારિત્ર પામે ત્યાં તે સમયે બંધ નથી, અને જ્યાં બંધ નથી ત્યાં સંસાર નથી. 10 સમ્યકત્વ અને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ છે, તથાપિ તે સાથે મન, વચન, શરીરના શુભ જોગ પ્રવર્તે છે. તે શુભ જોગથી શુભ એવો બંધ થાય છે. તે બંધને લઈને દેવાદિ ગતિ એવો જે સંસાર તે કરવો પડે છે. પરંતુ તેથી વિપરીત જે સમ્યકત્વ અને ચારિત્ર જેટલે અંશે પ્રાપ્ત થાય છે તેટલે અંશે મોક્ષ પ્રગટ થાય છે, તેનું ફળ દેવાદિ ગતિ પ્રાપ્ત થઈ તે નથી. દેવાદિ ગતિ જે પ્રાપ્ત થઈ તે ઉપર બતાવેલા મન, વચન, શરીરના શુભ જોગથી થઈ છે; અને અબંધ એવું જે સમ્યકત્વ તથા ચારિત્ર પ્રગટ થયું છે તે કાયમ રહીને ફરી મનુષ્યપણું પામી ફરી તે ભાગને જોડાઈ મોક્ષ થાય છે. 11 ગમે તે કાળમાં કર્મ છે; તેનો બંધ છે; અને તે બંધની નિર્જરા છે, અને સંપૂર્ણ નિર્જરા તેનું નામ “મોક્ષ છે. 12 નિર્જરાના બે ભેદ છે; એક સકામ એટલે સહેતુ (મોક્ષના હેતુભૂત) નિર્જરા અને બીજી અકામ એટલે વિપાકનિર્જરા. 13 અકામનિર્જરા ઔદયિક ભાવે થાય છે. આ નિર્જરા જીવે અનંતી વાર કરી છે, અને તે કર્મબંધનું કારણ છે. 14 સકામનિર્જરા શાયોપથમિક ભાવે થાય છે. જે કર્મના અબંધનું કારણ છે. જેટલે અંશે સકામનિર્જરા (ક્ષાયોપશમિક ભાવે) થાય તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. જો અકામ (વિપાક) નિર્જરા હોય તો તે ઔદયિક ભાવે હોય છે, અને તે કર્મબંધનું કારણ છે. અહીં પણ કર્મનું નિર્જરવું થાય છે, પરંતુ આત્મા પ્રગટ થતો નથી. 15 અનંતી વાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જરા થઈ છે તે ઔદયિક ભાવે (જે ભાવ અબંધક નથી) થઈ છે; ક્ષાયોપથમિક ભાવે થઈ નથી. જો તેમ થઈ હોત તો આ પ્રમાણે રખડવું બનત નહીં. 16 માર્ગ બે પ્રકારે છે: એક લૌકિક માર્ગ અને બીજો લોકોત્તર માર્ગ, જે એકબીજાથી વિરુદ્ધ છે. 17 લૌકિક માર્ગથી વિરુદ્ધ જે લોકોત્તર માર્ગ તે પાળવાથી તેનું ફળ તેથી વિરુદ્ધ એવું જે લૌકિક તે હોય નહીં. જેવું કૃત્ય તેવું ફળ.
Page #3
--------------------------------------------------------------------------
________________ 18 આ સંસારને વિષે અનંત એવા કોટિ જીવોની સંખ્યા છે. વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વર્તણૂંક અનંત જીવો ચલાવે છે. ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે, અને લાખો મનુષ્યનો ઘાત કરે છે તોપણ તેઓમાંના કોઈ કોઈનો તે જ કાળમાં મોક્ષ થયો છે. 19 ક્રોધ, માન, માયા, અને લોભની ચોકડીને કષાય એવા નામથી ઓળખવામાં આવે છે. આ કષાય છે તે અત્યંત ક્રોધાદિવાળો છે. તે જો અનંત સંસારનો હેતુ હોઈને અનંતાનુબંધી કષાય થતો હોય તો તે ચક્રવર્યાદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઈએ, અને તે હિસાબે અનંત સંસાર વ્યતીત થયા પહેલાં મોક્ષ થવો શી રીતે ઘટે ? એ વાત વિચારવા યોગ્ય છે. 20 જે ક્રોધાથિી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંતાનુબંધી કષાય છે, એ પણ નિઃશંક છે. તે હિસાબે ઉપર બતાવેલા ક્રોધાદિ અનંતાનુબંધી સંભવતા નથી. ત્યારે અનંતાનુબંધીની ચોકડી બીજી રીતે સંભવે છે. 21 સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐક્યતા તે “મોક્ષ'. તે સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણે પમાય છે. આ વીતરાગ જ્ઞાન કર્મના અબંધનો હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હોય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે; અર્થાત મોક્ષ છે. મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે, અને છે પણ તેમ જ. વીતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ થાય છે. આવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિભાવ (જે મહા વિપરીતના કરનારા છે) તે જ અનંતાનુબંધી કષાય છે. 22 જોકે ક્રોધાદિભાવ લૌકિકે પણ અફળ નથી, પરંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગ જ્ઞાન અથવા મોક્ષધર્મ અથવા તો સતધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિભાવ તીવ્રમંદાદિ જેવે ભાવે હોય તેવે ભાવે અનંતાનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. 23 અનુભવનો કોઈ પણ કાળમાં અભાવ નથી. બુદ્ધિબળથી મુકરર કરેલ વાત જે અપ્રત્યક્ષ છે તેનો ક્વચિત્ અભાવ પણ થવો ઘટે. 24 કેવળજ્ઞાન એટલે જેનાથી કંઈ પણ જાણવું અવશેષ રહેતું નથી તે, કે આત્મપ્રદેશનો જે સ્વભાવ ભાવ છે તે ? : (અ) આત્માએ ઉત્પન્ન કરેલ વિભાવ ભાવ અને તેથી જડ પદાર્થનો થયેલો સંયોગ તે રૂપે થયેલા આવરણે કરી જે કંઈ દેખવું, જાણવું થાય છે તે ઇંદ્રિયની સહાયતાથી થઈ શકે છે, પરંતુ તે સંબંધી આ વિવેચન નથી. આ વિવેચન ‘કેવળજ્ઞાન’ સંબંધી છે.
Page #4
--------------------------------------------------------------------------
________________ (આ) વિભાવ ભાવથી થયેલો જે પુગલાસ્તિકાયનો સંબંધ તે આત્માથી પર છે. તેનું તથા જેટલા પુગલનો સંયોગ થયો તેનું યથાન્યાયથી જ્ઞાન અર્થાત્ અનુભવ થાય તે અનુભવગમમાં સમાય છે, અને તેને લઈને લોકસમસ્તના જે પુગલ તેનો પણ એવો જ નિર્ણય થાય તે બુદ્ધિબળમાં સમાય છે. જેમ, જે આકાશપ્રદેશને વિષે અથવા તો તેની નજીક વિભાવી આત્મા સ્થિત છે તે આકાશપ્રદેશના કેટલા ભાગને લઈને અચ્છેદ્ય અભેદ્ય એવું જે અનુભવાય છે તે અનુભવગમ્યમાં સમાય છે, અને તે ઉપરાંતનો બાકીનો આકાશ જેને કેવળજ્ઞાનીએ પોતે પણ અનંત (જેનો અંત નહીં એવો) કહેલ છે, તે અનંત આકાશનો પણ તે પ્રમાણે ગુણ હોવો જોઈએ એવું બુદ્ધિબળે નિર્ણત કરેલું હોવું જોઈએ. (ઇ) આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અથવા તો આત્મજ્ઞાન થયું, એ વાત અનુભવગમ્યમાં છે. તે આત્મજ્ઞાન ઉત્પન્ન થવાથી આત્મઅનુભવ થવા ઉપરાંત શું શું થવું જોઈએ એમ જે કહેવામાં આવ્યું છે તે બુદ્ધિબળથી કહેલું. એમ ધારી શકાય છે. (ઈ) ઇંદ્રિયના સંયોગથી જે કંઈ દેખવું જાણવું થાય તે જોકે અનુભવગમ્ય સમાય છે ખરું, પરંતુ અહીં તો અનુભવગમ્ય આત્મતત્વને વિષે કહેવાનું છે, જેમાં ઇંદ્રિયોની સહાયતા અથવા તો સંબંધની જરૂર છે નહીં, તે સિવાયની વાત છે. કેવળજ્ઞાની સહજ દેખી જાણી રહ્યા છે, અર્થાત લોકના સર્વ પદાર્થને અનુભવ્યા છે એમ જે કહેવામાં આવે છે તેમાં ઉપયોગનો સંબંધ રહે છે, કારણ કે કેવળજ્ઞાનીના તેરમા અને ચૌદમા ગુણસ્થાનક એવા બે વિભાગ કરવામાં આવ્યા છે, તેમાં તેરમાં ગુણસ્થાનકવાળા કેવળજ્ઞાનીને યોગ છે એમ સ્પષ્ટ છે, અને જ્યાં એ પ્રમાણે છે ત્યાં ઉપયોગની ખાસ રીતે જરૂર છે, અને જ્યાં ખાસ રીતે જરૂર છે ત્યાં બુદ્ધિબળ છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી; અને જ્યાં એ પ્રમાણે ઠરે છે ત્યાં અનુભવ સાથે બુદ્ધિબળ પણ ઠરે છે. (ઉ) આ પ્રમાણે ઉપયોગ ઠરવાથી આત્માને જે જડ પદાર્થ નજીક છે તેનો તો અનુભવ થાય છે; પણ જે નજીક નથી અર્થાત જેનો યોગ નથી તેનો અનુભવ થવો એમ કહેવું એ મુશ્કેલીવાળું છે, અને તેની સાથે છેટેના પદાર્થનો અનુભવ ગમ્ય નથી એમ કહેવાથી કહેવાતા કેવળજ્ઞાનના અર્થને વિરોધ આવે છે, તેથી ત્યાં બુદ્ધિબળથી સર્વ પદાર્થનું, સર્વ પ્રકારે, સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ ઠરે છે. 25 એક કાળના કલ્પેલા સમય જે અનંત છે, તેને લઈને અનંતકાળ કહેવાય છે. તેમાંના વર્તમાનકાળ પહેલાંના જે સમય વ્યતીત થયા છે તે ફરીથી આવવાના નથી એ વાત ન્યાયસંપન્ન છે; તે સમય અનુભવગમ્ય શી રીતે થઈ શકે એ વિચારવાનું છે. 26 અનુભવગમ્ય જે સમય થયા છે તેનું જ સ્વરૂપ છે તે તથા તે સ્વરૂપ સિવાય તેનું બીજુ સ્વરૂપ થતું નથી, અને તે જ પ્રમાણે અનાદિ અનંત કાળના બીજા જે સમય તેનું પણ તેવું જ સ્વરૂપ છે; એમ બુદ્ધિબળથી નિર્મીત થયેલું જણાય છે.
Page #5
--------------------------------------------------------------------------
________________ 27 આ કાળને વિષે જ્ઞાન ક્ષીણ થયું છે, અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે, અને જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા, નાણાંની પેઠે. જ્યાં નાણું ઘટ્યું ત્યાં કંકાસ વધારે, અને જ્યાં નાણું વધ્યું ત્યાં કંકાસ ઓછા હોય છે. 28 જ્ઞાન વિના સમ્યક્ત્વનો વિચાર સૂઝતો નથી. મતભેદ ઉત્પન્ન નથી કરવો એવું જેના મનમાં છે તે જે જે વાંચે અથવા સાંભળે છે તે તેને ફળે છે. મતભેદાદિ કારણને લઈને શ્રુત-શ્રવણાદિ ફળતાં નથી. 29 વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી છે. તો બની શકે તો કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારુ ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના, અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયેલ છે. 30 જીવ પહેલા ગણસ્થાનકમાં ગ્રંથિભેદ સુધી અનંતીવાર આવ્યો ને ત્યાંથી પાછો વળી ગયો છે. 31 જીવને એવો ભાવ રહે છે કે સમ્યકત્વ અનાયાસે આવતું હશે; પરંતુ તે તો પ્રયાસ (પુરુષાર્થ) કર્યા વિના પ્રાપ્ત થતું નથી. 32 કર્મપ્રકૃતિ 158 છે. સમ્યકત્વ આવ્યા વિના તેમાંની કોઈ પણ પ્રકૃતિ સમૂળગી ક્ષય થાય નહીં. અનાદિથી જીવ નિર્જરા કરે છે, પરંતુ મૂળમાંથી એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી ! સમ્યકત્વમાં એવું સામર્થ્ય છે, કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે. તે આવી રીતે કે:- અમુક પ્રકૃતિ ક્ષય થયા પછી તે આવે છે; અને જીવ બળિયો થાય તો આસ્તે આસ્તે સર્વ પ્રકૃતિ ખપાવે છે. 33 સમ્યકત્વ સર્વને જણાય એમ પણ નહીં, તેમ કોઈને પણ ન જણાય એમ પણ નહીં. વિચારવાનને તે જણાય છે. 34 જીવને સમજાય તો સમજવા પછીથી બહુ સુગમ છે; પણ સમજવા સારુ જીવે આજ દિવસ સુધી ખરેખરો લક્ષ આપ્યો નથી. સમ્યકત્વ પ્રાપ્ત થવાના જીવને જ્યારે જ્યારે જોગ બન્યા છે ત્યારે ત્યારે બરાબર ધ્યાન આપ્યું નથી, કારણ કે જીવને અંતરાય ઘણા છે. કેટલાક અંતરાયો તો પ્રત્યક્ષ છે, છતાં જાણવામાં આવતા નથી. જો જણાવનાર મળે તોપણ અંતરાયના જોગથી ધ્યાનમાં લેવાનું બનતું નથી. કેટલાક અંતરાયો તો અવ્યક્ત છે કે જે ધ્યાનમાં આવવા જ મુશ્કેલ છે. 35 સમ્યક્ત્વનું સ્વરૂપ માત્ર વાણીયોગથી કહી શકાય, જો એકદમ કહેવામાં આવે તો ત્યાં આગળ જીવને ઊલટો ભાવ ભાસે; તથા સમ્યકત્વ ઉપર ઊલટો અભાવ થવા માંડે; પરંતુ તે જ સ્વરૂપ જો અનુક્રમે જેમ જેમ દશા વધતી જાય તેમ તેમ કહેવામાં અથવા સમજાવવામાં આવે તો તે સમજવામાં આવી શકવા યોગ્ય છે.
Page #6
--------------------------------------------------------------------------
________________ 36 આ કાળને વિષે મોક્ષ છે એમ બીજા માર્ગમાં કહેવામાં આવે છે. જૈનમાર્ગમાં આ કાળને વિષે અમુક ક્ષેત્રમાં તેમ થવું જોકે કહેવામાં આવતું નથી, છતાં તે જ ક્ષેત્રમાં આ કાળને વિષે સમ્યકત્વ થઈ શકે છે, એમ કહેવામાં આવ્યું છે. 37 જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે આ કાળને વિષે છે. પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે ‘જ્ઞાન’, તેને લઈને સુપ્રતીતિ તે ‘દર્શન', અને તેથી થતી ક્રિયા તે ‘ચારિત્ર' છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈનમાર્ગમાં સમ્યકૃત્વ પછી સાતમા ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે. 38 સાતમા સુધી પહોંચે તોપણ મોટી વાત છે. 39 સાતમા સુધી પહોંચે તો તેમાં સમ્યકત્વ સમાઈ જાય છે, અને જો ત્યાં સુધી પહોંચે તો તેને ખાતરી થાય છે કે આગલી દશાનું કેવી રીતે છે ? પરંતુ સાતમા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી. 40 વધતી દશા થતી હોય તો તેને નિષેધવાની જરૂર નથી, અને ન હોય તો માનવા જરૂર નથી. નિષેધ કર્યા વિના આગળ વધતા જવું. 41 સામાયિક, છ આઠ કોટિનો વિવાદ મૂકી દીધા પછી નવ વિના નથી થતું. અને છેવટે નવ કોટિ વૃત્તિયે મૂક્યા વિના મોક્ષ નથી. 42 અગિયાર પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. સામાયિક થાય તેની દશા તો અદ્દભુત થાય. ત્યાંથી છ, સાત અને આઠમાં ગુણસ્થાનકે જાય; ને ત્યાંથી બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. 43 મોક્ષમાર્ગ કરવાળની ધાર જેવો છે, એટલે એકધારો (એક પ્રવાહરૂપે) છે. ત્રણે કાળમાં એકધારાએ એટલે એકસરખો પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ - વહેવામાં ખંડિત નહીં તે જ મોક્ષમાર્ગ, 44 અગાઉ બે વખત કહેવામાં આવ્યું છે છતાં આ ત્રીજી વખત કહેવામાં આવે છે કે ક્યારેય પણ બાદર અને બાહ્યક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી, કારણ કે અમારા આત્માને વિષે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્નય પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં. 45 રૂઢિવાળી ગાંઠ, મિથ્યાત્વ અથવા કષાયને સૂચવનારી ક્રિયાના સંબંધમાં વખતે કોઈ પ્રસંગે કાંઈ કહેવામાં આવ્યું હોય, તો ત્યાં ક્રિયાના નિષેધઅર્થે તો નહીં જ કહેવામાં આવ્યું હોય; છતાં કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય, તો તેમાં સમજનારે પોતાની ભૂલ થઈ છે, એમ સમજવાનું છે.
Page #7
--------------------------------------------------------------------------
________________ 46 જેણે કષાયભાવનું ઉચ્છેદન કરેલું છે તે કષાયભાવનું સેવન થાય એમ કદી પણ કરે નહીં. 47 અમુક ક્રિયા કરવી એવું જ્યાં સુધી અમારા તરફથી કહેવામાં નથી આવતું ત્યાં સુધી એમ સમજવું કે તે કારણસહિત છે; ને તેથી કરી ક્રિયા ન કરવી એમ ઠરતું નથી. 48 હાલ અમુક ક્રિયા કરવી એમ કહેવામાં જો આવે અને પાછળથી દેશકાળને અનુસરી તે ક્રિયાને બીજા આકારમાં મૂકી કહેવામાં આવે તો શ્રોતાના મનમાં શંકા આણવાનું કારણ થાય કે, એક વખત આમ કહેવામાં આવતું હતું. ને બીજી વખત આમ કહેવામાં આવે છે, એવી શંકાથી તેનું શ્રેય થવાને બદલે અશ્રેય થાય. 49 બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં સ્વચ્છંદપણું વિલય થાય છે. 50 સ્વચ્છેદે નિવૃત્તિ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી, પણ ઉન્મત્ત થાય છે, અને તેથી પડવાનો વખત આવે છે, અને જેમ જેમ આગળ ગયા પછી જો પડવાનું થાય છે, તો તેમ તેમ તેને પછાટ વધારે લાગે છે, એટલે ઘણો તે ઊંડો જાય છે, અર્થાત પહેલામાં જઈ ખૂંચે છે, એટલું જ નહીં પરંતુ તેને ત્યાં ઘણા કાળ સુધી જોરની પછાટથી ખેંચ્યા રહેવું પડે છે. પ૧ હજુ પણ શંકા કરવી હોય તો કરવી; પણ એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીના જે પાંચ પદ (જીવ છે, તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, તે કર્મનો ભોક્તા છે, મોક્ષ છે,) તે છે, અને મોક્ષનો ઉપાય પણ છે; તેમાં કાંઈ પણ અસત્ય નથી. આવો નિર્ણય કર્યા પછી તેમાં તો કોઈ દિવસ શંકા કરવી નહીં; અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી. જો કદાચ શંકા થાય તો તે દેશશંકા થાય છે, ને તેનું સમાધાન થઈ શકે છે. પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તો તે દેશ શંકા નથી પણ સર્વશંકા છે; ને તે શંકાથી ઘણું કરી પડવું થાય છે, અને તે પડવું એટલા બધા જોરમાં થાય છે કે તેની પછાટ અત્યંત લાગે છે. પર આ જે શ્રદ્ધા છે તે બે પ્રકારે છેઃ એક “ઓઘે’ અને બીજી ‘વિચારપૂર્વક.’ પ૩ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જે કંઈ જાણી શકાય છે તેમાં અનુમાન સાથે રહે છે, પરંતુ તેથી આગળ અને અનુમાન વિના શુદ્ધપણે જાણવું એ મન:પર્યવજ્ઞાનનો વિષય છે; એટલે મૂળ તો મતિ, શ્રુત, અને મન:પર્યવજ્ઞાન એક છે, પરંતુ મન:પર્યવમાં અનુમાન વિના મતિની નિર્મલતાએ શુદ્ધ જાણી શકાય છે. 54 મતિની નિર્મલતા થવી એ સંયમ વિના થઈ શકે નહીં, વૃત્તિને રોકવાથી સંયમ થાય છે, અને તે સંયમથી મતિની શુદ્ધતા થઈ શુદ્ધ પર્યાયનું જે જાણવું અનુમાન વિના તે મન:પર્યવજ્ઞાન છે. પપ મતિજ્ઞાન એ લિંગ એટલે ચિહ્નથી જાણી શકાય છે, અને મન:પર્યવજ્ઞાનમાં લિંગ અથવા ચિહ્નની જરૂર રહેતી નથી.
Page #8
--------------------------------------------------------------------------
________________ પ૬ મતિજ્ઞાનથી જાણવામાં અનુમાનની આવશ્યક્તા રહે છે, અને તે અનુમાનને લઈને જાણેલું ફેરફારરૂપ પણ થાય છે. જ્યારે મન:પર્યવને વિષે તેમ ફેરફારરૂપ થતું નથી, કેમકે તેમાં અનુમાનના સહાયપણાની જરૂર નથી. શરીરની ચેષ્ટાથી ક્રોધાદિ પારખી શકાય છે, પરંતુ તેનું (ક્રોધાદિનું) મૂળસ્વરૂપ ન દેખાવા સારુ શરીરની વિપરીત ચેષ્ટા કરવામાં આવી હોય તો તે ઉપરથી પારખી શકવું. પરીક્ષા કરવી એ દર્ઘટ છે. તેમ જ શરીરની ચેષ્ટા કોઈ પણ આકારમાં ન કરવામાં આવી હોય છતાં, તદ્દન ચેષ્ટા જોયા વિના તેનું (ક્રોધાદિનું) જાણવું તે અતિ દુર્ઘટ છે, છતાં તે પ્રમાણે પરભારું થઈ શકવું તે મન:પર્યવજ્ઞાન છે. 57 લોકોમાં ઓઘંસજ્ઞાએ એમ માનવામાં આવતું કે “આપણને સમ્યકત્વ છે કે શી રીતે તે કેવળી જાણે, નિશ્ચય સમ્યકત્વ છે એ વાત તો કેવળીગમ્ય છે.” ચાલતી રૂઢિ પ્રમાણે એમ માનવામાં આવતું. પરંતુ બનારસીદાસ અને બીજા તે દશાના પુરુષો એમ કહે છે કે અમને સમ્યકત્વ થયું છે, એ નિશ્ચયથી કહીએ છીએ. 58 શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે “નિશ્ચય સમ્યકત્વ છે કે શી રીતે તે કેવળી જાણે’ તે વાત અમુક નયથી સત્ય છે; તેમ કેવળજ્ઞાની સિવાય પણ બનારસીદાસ વગેરેએ મોઘમપણે એમ કહ્યું છે કે “અમને સમ્યકત્વ છે, અથવા પ્રાપ્ત થયું છે,” તે વાત પણ સત્ય છે; કારણ ' નિયસમ્યકત્વ’ છે તે દરેક રહસ્યના પર્યાયસહિત કેવળી જાણી શકે છે, અથવા દરેક પ્રયોજનભૂત પદાર્થના હેતુ અહેતુ સંપૂર્ણપણે જાણવા એ કેવળી સિવાય બીજાથી બની શકતું નથી, ત્યાં આગળ ‘નિશ્ચયસમ્યકત્વ’ કેવળીગમ્ય કહ્યું છે. તે પ્રયોજનભૂત પદાર્થના સામાન્યપણે અથવા શૂળપણે હેતુઅહેતુ સમજી શકાય એ બનવા યોગ્ય છે, અને તે કારણને લઈને મહાન બનારસીદાસ વગેરેએ પોતાને સમ્યકત્વ છે એમ કહેલું છે. 59 ‘સમયસારમાં મહાન બનારસીદાસે કરેલી કવિતામાં ‘અમારે હૃદયને વિષે બોધબીજ થયું છે એમ કહેલું છે; અર્થાત પોતાને વિષે સમ્યકત્વ છે એમ કહ્યું છે. 60 સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી વધારેમાં વધારે પંદર ભવની અંદર મુક્તિ છે, અને જો ત્યાંથી તે પડે છે તો અર્ધપગલપરાવર્તનકાળ ગણાય. અર્ધપુદગલપરાવર્તનકાળ ગણાય તોપણ તે સાદિ સાંતના ભાંગામાં આવી જાય છે, એ વાત નિઃશંક છે. 61 સમ્યકત્વનાં લક્ષણો : (1) કષાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું. (2) મોક્ષમાર્ગ તરફ વલણ. (3) સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે. (4) સર્વ પ્રાણી ઉપર દયાભાવ, તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ.
Page #9
--------------------------------------------------------------------------
________________ (5) સદેવ, સધર્મ, સદગુરૂ ઉપર આસ્થા. ૬ર આત્મજ્ઞાન, અથવા આત્માથી પર એવું જે કર્મસ્વરૂપ, અથવા પગલાસ્તિકાય વગેરેનું જ સ્વરૂપ જુદા જુદા પ્રકારે, જુદે જુદે પ્રસંગે, અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતિ વિસ્તારવાળું જ્ઞાનીથી પ્રકાશવું થયું છે, તેમાં કંઈ હેતુ સમાય છે કે શી રીતે ? અને સમાય છે તો શું? તે વિષે વિચાર કરવાથી સાત કારણો તેમાં સમાયેલાં છે, એમ માલૂમ પડે છે : સબૂતાર્થપ્રકાશ, તેનો વિચાર, તેની પ્રતીતિ, જીવસંરક્ષણ, વગેરે. તે સાતે હેતુનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. તેમ જ મોક્ષની પ્રાપ્તિનો જે માર્ગ તે આ હેતુથી સુપ્રતીતરૂપ થાય છે. 63 કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્ય 158 છે. તેમાં મુખ્ય આઠ કર્મપ્રકૃતિ વર્ણવવામાં આવી છે. આ બધાં કર્મમાં મુખ્ય, પ્રાધાન્ય એવું મોહનીય છે, જેનું સામર્થ્ય બીજાં કરતાં અત્યંત છે; અને તેની સ્થિતિ પણ સર્વ કરતાં વધારે છે. 64 આઠ કર્મમાં ચાર ઘનઘાતી છે. તે ચારમાં પણ મોહનીય અત્યંત પ્રબળપણે ઘનઘાતી છે. મોહનીયકર્મ સિવાય સાત કર્મ છે, તે મોહનીયકર્મના પ્રતાપથી પ્રબળપણે થાય છે. જો મોહનીય ખસે તો બીજાં નિર્બળ થઈ જાય છે. મોહનીય ખસવાથી બીજાંઓનો પગ ટકી શકતો નથી. 65 કર્મબંધના ચાર પ્રકાર છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અને રસબંધ; તેમાં પ્રદેશ, સ્થિતિ અને રસ એ ત્રણ બંધના સરવાળાનું નામ પ્રકૃતિ આપવામાં આવ્યું છે. પ્રદેશબંધ છે તે આત્માના પ્રદેશની સાથે પુદગલનો જમાવ અર્થાત જોડાણ છે; ત્યાં તેનું પ્રબળપણું હોતું નથી; તે ખેરવવા ચાહે તો ખરી શકે તેમ છે. મોહને લઈને સ્થિતિ તથા રસનો બંધ પડે છે, અને તે સ્થિતિ તથા રસનો બંધ છે તે જીવ ફેરવવા ધારે તો ફરી જ શકે એમ બનવું અશક્ય છે. આવું મોહને લઈને એ સ્થિતિ તથા રસનું પ્રબળપણું છે. 66 સમ્યકત્વ અન્યોત રીતે પોતાનું દૂષણ બતાવે છે :- ‘મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તોપણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે, માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તોપણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તોપણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તોપણ અર્ધપગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે' અર્થાત અહીં સમ્યક્ત્વની મહત્તા બતાવી છે.
Page #10
--------------------------------------------------------------------------
________________ 67 સમ્યકત્વ કેવળજ્ઞાનને કહે છે:- “હું જીવને મોક્ષે પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું; અને તું પણ તે જ કાર્ય કરે છે? તું તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી, તો પછી તારા કરતાં મારામાં ન્યૂનતા શાની ? એટલું જ નહીં, પરંતુ તને પામવામાં મારી જરૂર રહે છે.' 68 ગ્રંથાદિ વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગળાચરણ કરવું અને તે ગ્રંથ ફરીથી વાંચતાં અથવા ગમે તે ભાગથી તે વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગળાચરણ કરવું એવી શાસ્ત્રપદ્ધતિ છે. તેનું મુખ્ય કારણ એ છે કે બાહ્યવૃત્તિમાંથી આત્મવૃત્તિ કરવી છે, માટે તેમ કરવામાં પ્રથમ શાંતપણું કરવાની જરૂર છે, અને તે પ્રમાણે પ્રથમ મંગળાચરણ કરવાથી શાંતપણું પ્રવેશ કરે છે. વાંચવાનો અનુક્રમ જે હોય તે બનતાં સુધી ન જ તોડવો જોઈએ; તેમાં જ્ઞાનીનો દાખલો લેવા જરૂર નથી. 69 આત્મઅનુભવગમ્ય અથવા આત્મજનિત સુખ અને મોક્ષસુખ તે એક જ છે. માત્ર શબ્દ જુદા છે. 70 કેવળજ્ઞાની શરીરને લઈને નથી કે બીજાના શરીર કરતાં તેમનું શરીર તફાવતવાળું જોવામાં આવે. વળી તે કેવળજ્ઞાન શરીરથી કરી નીપજાવેલ છે એમ નથી, તે તો આત્મા વડે કરી પ્રગટ કરવામાં આવ્યું છે, તેને લીધે શરીરથી તફાવત જાણવાનું કારણ નથી; અને શરીર તફાવતવાળું લોકોના જોવામાં નહીં આવવાથી લોકો તેનું માહાસ્ય બહુ જાણી શકતા નથી. 71 જેને મતિજ્ઞાન તથા શ્રતજ્ઞાનની અંશે પણ ખબર નથી તે જીવ કેવળજ્ઞાનનું સ્વરૂપ જાણવા ઇચ્છે તે શી. રીતે બની શકવા યોગ્ય છે? અર્થાત બની શકવા યોગ્ય નથી. 72 મતિ સ્કુરાયમાન થઈ જણાયેલું જે જ્ઞાન તે “મતિજ્ઞાન', અને શ્રવણ થવાથી થયેલું જે જ્ઞાન તે ‘શ્રુતજ્ઞાન'; અને તે શ્રુતજ્ઞાનનું મનન થઈ પ્રગમ્યું ત્યારે તે પાછું મતિજ્ઞાન થયું, અથવા તે ‘શ્રુતજ્ઞાન’ પ્રગમ્યાથી બીજાને કહેવામાં આવ્યું ત્યારે તે જ કહેનારને વિષે મતિજ્ઞાન અને સાંભળનારને માટે શ્રુતજ્ઞાન થાય છે. તેમ ‘શ્રુતજ્ઞાન’ મતિ વિના થઈ શકતું નથી, અને તે જ મતિ પૂર્વે શ્રુત હોવું જોઈએ. એમ એકબીજાને કાર્યકારણનો સંબંધ છે. તેના ઘણા ભેદ છે, તે સર્વે ભેદને જેમ જોઈએ તેમ હેતુસહિત જાણ્યા નથી. હેતુસહિત જાણવા, સમજવા એ દુર્ઘટ છે. અને ત્યાર પછી આગળ વધતાં અવધિજ્ઞાન, જેના પણ ઘણા ભેદ છે, ને જે સઘળા રૂપી પદાર્થને જાણવાના વિષય છે તેને, અને તે જ પ્રમાણે મન:પર્યવના વિષય છે તે સઘળાઓને કંઈ અંશે પણ જાણવા સમજવાની જેને શક્તિ નથી એવા મનુષ્યો પર અને અરૂપી પદાર્થના સઘળા ભાવને જાણનારું એવું કે ‘કેવળજ્ઞાન’ તેના વિષે જાણવા, સમજવાનું પ્રશ્ન કરે તો તે શી રીતે સમજી શકે ? અર્થાત ન સમજી શકે. 73 જ્ઞાનીના માર્ગને વિષે ચાલનારને કર્મબંધ નથી; તેમ જ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી, કારણ કે ક્રોધ, માન, માયા, લોભાદિનો ત્યાં અભાવ છે; અને તે અભાવના હેતુએ કરી કર્મબંધ
Page #11
--------------------------------------------------------------------------
________________ ન થાય, તોપણ ‘ઇરિયાપથને વિષે વહેતાં ‘ઇરિયાપથ'ની ક્રિયા જ્ઞાનીને લાગે છે, અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ તે ક્રિયા લાગે છે. 74 જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છોડે છે. ૭પ તે જ વિદ્યા સંસારી હેતુના પ્રયોગે વિચાર કરવાથી કર્મબંધ કરે છે, અને તે જ વિદ્યાથી દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે છે ત્યાં કર્મ છોડે છે. 76 ‘ક્ષેત્રસમાસ'માં ક્ષેત્રસંબંધાદિની જે જે વાતો છે, તે અનુમાનથી માનવાની છે. તેમાં અનુભવ હોતો નથી; પરંતુ તે સઘળું કારણોને લઈને વર્ણવવામાં આવે છે. તેની શ્રદ્ધા વિશ્વાસપૂર્વક રાખવાની છે. મૂળ શ્રદ્ધામાં ફેર હોઈને આગળ સમજવામાં ઠેઠ સુધી ભૂલ ચાલી આવે છે. જેમ ગણિતમાં પ્રથમ ભૂલ થઈ તો પછી તે ભૂલ ઠેઠ સુધી ચાલી આવે છે તેમ. 77 જ્ઞાન પાંચ પ્રકારનું છે. તે જ્ઞાન જો સમ્યક્ત્વ વિનાનું મિથ્યાત્વસહિત હોય તો ‘મતિ અજ્ઞાન’, ‘શ્રત અજ્ઞાન’, અને ‘અવધિ અજ્ઞાન’ એમ કહેવાય. તે મળી કુલ આઠ પ્રકાર છે. 78 મતિ, શ્રત, અને અવધિ મિથ્યાત્વસહિત હોય, તો તે ‘અજ્ઞાન’ છે, અને સમ્યકૃત્વસહિત હોય તો ‘જ્ઞાન’ છે. તે સિવાય બીજો ફેર નથી. 79 રાગાદિસહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તો તેનું નામ ‘કર્મ' છે, શુભ અથવા અશુભ અધ્યવસાયવાળું પરિણમન તે ‘કર્મ' કહેવાય અને શુદ્ધ અધ્યવસાયવાળું પરિણમન તે કર્મ નથી પણ ‘નિર્જરા’ છે. 80 અમુક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્યે એમ સ્વીકાર્યું છે કે - જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે; તે એવી રીતે કે જીવ શુદ્ધસ્વરૂપી છે; તેને બંધ થયો નથી તો પછી મોક્ષ થવાપણું ક્યાં રહે છે? પરંતુ તેણે માનેલું છે કે હું બંધાણો છું તે માનવાપણું વિચારવડીએ કરી સમજાય છે કે મને બંધન નથી, માત્ર માન્યું હતું તે માનવાપણું શુદ્ધ સ્વરૂપ સમજાયાથી રહેતું નથી; અર્થાત મોક્ષ સમજાય છે.” આ વાત ‘શુદ્ધનય’ની અથવા “નિશ્ચયનયની છે. પર્યાયાર્થી નયવાળાઓ એ નયને વળગી આચરણ કરે તો તેને રખડી મરવાનું છે.
Page #12
--------------------------------------------------------------------------
________________ 81 ‘ઠાણાંગસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ પદાર્થ સદ્ભાવ છે, એટલે તેના ભાવ છતા છે; કલ્પવામાં આવ્યા છે એમ નથી. 82 વેદાંત છે તે શુદ્ધનયઆભાસી છે. શુદ્ધનયઆભાસમતવાળા ‘નિશ્ચયનય’ સિવાય બીજા નયને એટલે ‘વ્યવહારનયને ગ્રહણ કરતા નથી. જિન અનેકાંતિક છે, અર્થાત્ તે સ્યાદ્વાદી છે. 83 કોઈ નવ તત્વની, કોઈ સાત તત્વની, કોઈ ષદ્રવ્યની, કોઈ ષપદની, કોઈ બે રાશિની વાત કહે છે, પરંતુ તે સઘળું જીવ, અજીવ એવી બે રાશિ અથવા એ બે તત્વ અર્થાત દ્રવ્યમાં સમાય છે. 84 નિગોદમાં અનંતા જીવ રહ્યા છે, એ વાતમાં તેમ જ કંદમૂળમાં સોયની અણી ઉપર રહે તેટલા નાના ભાગમાં અનંતા જીવ રહ્યા છે, તે વાતમાં આશંકા કરવાપણું છે નહીં. જ્ઞાનીએ જેવું સ્વરૂપ દીઠું છે તેવું જ કહ્યું છે. આ જીવ જે સ્થૂળદેહપ્રમાણ થઈ રહ્યો છે અને જેને પોતાના સ્વરૂપનું હજુ જાણપણું નથી થયું તેને એવી ઝીણી વાત સમજવામાં ન આવે તે વાત ખરી છે; પરંતુ તેને આશંકા કરવાનું કારણ નથી. તે આ રીતે : ચોમાસાના વખતમાં એક ગામના પાદરમાં તપાસીએ તો ઘણી લીલોતરી જોવામાં આવે છે, અને તેવી થોડી લીલોતરીમાં અનંતા જીવો છે; તો એવા ઘણા ગામનો વિચાર કરીએ, તો જીવની સંખ્યાના પ્રમાણ વિષે અનુભવ નથી થયો છતાં બુદ્ધિબળથી વિચાર કરતાં અનંતપણું સંભાવી શકાય છે. કંદમૂળ આદિમાં અનંતપણું સંભવે છે. બીજી લીલોતરીમાં અનંતપણું સંભવતું નથી, પરંતુ કંદમૂળમાં અનંતપણું ઘટે છે. કંદમૂળનો અમુક થોડો ભાગ જો વાવવામાં આવે તો તે ઊગે છે, તે કારણથી પણ ત્યાં જીવનું વિશેષપણું ઘટે છે; તથાપિ જો પ્રતીતિ ન થતી હોય તો આત્માનુભવ કરવો; આત્માનુભવ થવાથી પ્રતીતિ થાય છે. જ્યાં સુધી આત્માનુભવ નથી થતો, ત્યાં સુધી તે પ્રતીતિ થવી મુશ્કેલ છે, માટે જો તેની પ્રતીતિ કરવી હોય તો પ્રથમ આત્માના અનુભવી થવું. 85 જ્યાં સુધી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નથી થયો, ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થવાની ઇચ્છા રાખનારે તે વાતની પ્રતીતિ રાખી આજ્ઞાનુસાર વર્તન કરવું. 86 જીવમાં સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગુણ રહે છે તે કારણથી તે નાનામોટા શરીરમાં દેહપ્રમાણ સ્થિતિ કરી રહે છે. આ જ કારણથી જ્યાં થોડા અવકાશને વિષે પણ સંકોચપણું વિશેષપણે કરી શકે છે ત્યાં જીવો તેમ કરી રહેલા છે. 87 જેમ જેમ જીવ કર્મપુદગલ વધારે ગ્રહણ કરે છે, તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિષે રહે છે.
Page #13
--------------------------------------------------------------------------
________________ 88 પદાર્થને વિષે અચિંત્ય શક્તિ છે. દરેક પદાર્થ પોતપોતાના ધર્મને ત્યાગતા નથી. એક જીવે પરમાણુરૂપે ગ્રહેલાં એવાં જે કર્મ તે અનંત છે. તેવા અનંતા જીવ જેની પાસે કર્મરૂપી પરમાણુ અનંતા અનંત છે તે સઘળા નિગોદ આશ્રયી થોડા અવકાશમાં રહેલા છે, તે વાત પણ શંકા કરવા યોગ્ય નથી. સાધારણ ગણતરી પ્રમાણે એક પરમાણુ એક આકાશપ્રદેશ અવગાહે છે, પરંતુ તેનામાં અચિંત્ય સામર્થ્ય છે. તે સામર્થ્યધર્મે કરી થોડા આકાશને વિષે અનંતા પરમાણુ રહ્યા છે. એક અરીસો છે તે સામે તેથી ઘણી મોટી વસ્તુ મૂકવામાં આવે, તોપણ તેવડો આકાર તેમાં સમાઈને રહે છે. આંખ એક નાની વસ્તુ છે છતાં તેની નાની વસ્તુમાં સૂર્ય ચંદ્રાદિ મોટા પદાર્થોનું સ્વરૂપ જોવામાં આવે છે. તે જ રીતે આકાશ જે ઘણું વિશાળ ક્ષેત્ર છે તે પણ એક આંખને વિષે દેખાવારૂપે સમાય છે. મોટાં મોટાં એવાં ઘણાં ઘરો તેને નાની વસ્તુ એવી જે આંખ તે જોઈ શકે છે. થોડા આકાશમાં જો અનંત પરમાણુ અચિંત્ય સામર્થ્યને લીધે ન સમાઈ શકતાં હોય તો, આંખથી કરી પોતાના કદ જેવડી જ વસ્તુ જોઈ શકાય, પણ વધારે મોટે ભાગે જોઈ ન શકાય; અથવા અરીસામાં ઘણાં ઘરો આદિ મોટી વસ્તુનું પ્રતિબિંબ પડે નહીં. આ જ કારણથી પરમાણુનું પણ અચિંત્ય સામર્થ્ય છે, અને તેને લઈને થોડા આકાશને વિષે અનંતા પરમાણુ સમાઈ રહી શકે છે. 89 આ પ્રમાણે પરમાણુ આદિ દ્રવ્યનું સૂક્ષ્મભાવથી નિરૂપણ કરવામાં આવ્યું છે, તે જોકે પરભાવનું વિવેચન છે, તોપણ તે કારણસર છે, અને સહેતુ કરવામાં આવેલું છે. 90 ચિત્ત સ્થિર કરવા સારુ, અથવા વૃત્તિને બહાર ન જવા દેતાં અંતરંગમાં લઈ જવા સારુ પરદ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે છે. 91 પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિષે રહે છે, અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતાં અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતાં, વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિષે રમણ કરવા દોડે છે, ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂક્ષ્મભાવે ફરી સમજવા માંડતાં વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે, અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી તેટલો તેનો વિષય થઈ રહેતાં વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે; ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિષે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગભાવમાં લાવી શાંત કરવામાં આવે છે, અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતાં લાવતાં આત્માનો અનુભવ વખતે થઈ જાય છે, અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિષે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે, અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણોથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે. 92 જીવ પોતાને જે અલ્પજ્ઞાન હોય છે તેના વડે મોટો એવો જે શેયપદાર્થ તેનું સ્વરૂપ જાણવા ઇચ્છે છે, તે ક્યાંથી થઈ શકે ? અર્થાત ન થઈ શકે. શેયપદાર્થનું સ્વરૂપ જાણવાનું ન થઈ શકે ત્યાં આગળ પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયાનું કારણ ન માનતાં તેથી મોટો શેયપદાર્થ તેને વિષે દોષ કાઢે છે, પરંતુ સવળીએ આવી પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયા વિષેનું કારણ માનતો નથી.
Page #14
--------------------------------------------------------------------------
________________ 93 જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી, તો પછી પરનું સ્વરૂપ જાણવા ઇચ્છે તે તેનાથી શી રીતે જાણી, સમજી શકાય ? અને જ્યાં સુધી ન સમજવામાં આવે ત્યાં સુધી ત્યાં રહી ગૂંચાઈ ડહોળાયા કરે છે. શ્રેયકારી એવું જે નિજસ્વરૂપનું જ્ઞાન તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તોપણ તે કશા કામનું નથી, માટે ઉત્તમ રસ્તો એ છે કે બીજી બધી વાતો મૂકી દઈ પોતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરવો. જે સારભૂત છે તે જોવા સારુ આ ‘આત્મા સદભાવવાળો છે’, ‘તે કર્મનો કર્તા છે’, અને તેથી (કર્મથી) તેને બંધ થાય છે તે બંધ શી રીતે થાય છે ?' ‘તે બંધ કેવી રીતે નિવૃત્ત થાય ?' અને ‘તે બંધથી નિવૃત્ત થવું એ મોક્ષ છે’ એ આદિ સંબંધી વારંવાર, અને ક્ષણેક્ષણે વિચાર કરવો યોગ્ય છે; અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી, વિચાર વૃદ્ધિને પામે છે; ને તેને લીધે નિજસ્વરૂપનો અંશેઅંશે અનુભવ થાય છે. જેમ જેમ નિજસ્વરૂપનો અનુભવ થાય છે, તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તે તેના અનુભવમાં આવતું જાય છે. તેને લઈને ઉપર બતાવેલી એવી જે શંકાઓ (જેવી કે, થોડા આકાશમાં અનંત જીવનું સમાવું, અથવા અનંત પુગલ પરમાણુનું સમાવું)નું કરવાપણું રહેતું નથી, અને તે યથાર્થ છે એમ સમજાય છે. તે છતાં પણ જો માનવામાં ન આવતું હોય તો અથવા શંકા કરવાનું કારણ રહેતું હોય તો જ્ઞાની કહે છે કે ઉપર બતાવેલો પુરુષાર્થ કરવામાં આવ્યથી અનુભવસિદ્ધ થશે. 94 જીવ કર્મબંધ જે કરે છે, તે દેહસ્થિત રહેલો જે આકાશ તેને વિષે રહેલા જે સૂક્ષ્મ પુગલ તેમાંથી ગ્રહીને કરે છે. બહારથી લઈ કર્મ બાંધતો નથી. 95 આકાશમાં ચૌદ રાજલોકને વિષે સદા પુગલ પરમાણુ ભરપૂર છે; તે જ પ્રમાણે શરીરને વિષે રહેલો જે આકાશ ત્યાં પણ સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુનો સમૂહ ભરપૂર છે. ત્યાંથી સૂક્ષ્મ પુદ્ગલ જીવ ગ્રહી, કર્મબંધ પાડે 96 એવી આશંકા કરવામાં આવે કે શરીરથી લાંબે (દૂર) એટલે ઘણે છેટે એવા કોઈ કોઈ પદાર્થ પ્રત્યે જીવ રાગદ્વેષ કરે તો તે ત્યાંના પુગલ ગ્રહી બંધ બાંધે છે કે શી રીતે ? તેનું સમાધાન એમ થાય છે કે તે રાગદ્વેષરૂપ પરિણતિ તો આત્માની વિભાવરૂપ પરિણતિ છે, અને તે પરિણતિ કરનાર આત્મા છે; અને તે શરીરને વિષે રહી કરે છે, માટે ત્યાં આગળ એટલે શરીરને વિષે રહેલો એવો જે આત્મા, તે જે ક્ષેત્રે છે તે ક્ષેત્રે રહેલાં એવાં જે પુગલ પરમાણુ તેને ગ્રહીને બાંધે છે. બહાર ગ્રહવા જતો નથી. 97 યશ, અપયશ, કીર્તિ જે નામકર્મ છે તે નામકર્મસંબંધ જે શરીરને લઈને છે તે શરીર રહે છે ત્યાં સુધી ચાલે છે, ત્યાંથી આગળ ચાલતાં નથી. જીવ સિદ્ધપણાને પ્રાપ્ત થાય, અથવા વિરતિપણું પામે ત્યારે તે સંબંધ રહેતો નથી. સિદ્ધપણાને વિષે એક આત્મા સિવાય બીજુ કંઈ નથી, અને નામકર્મ એ એક જાતનું કર્મ છે, તો ત્યાં યશ અપયશ આદિનો સંબંધ શી રીતે ઘટે ? અવિરતિપણાથી જે કંઈ પાપક્રિયા થાય છે તે પાપ ચાલ્યું આવે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________ 98 ‘વિરતિ’ એટલે “મુકાવું, અથવા રતિથી વિરુદ્ધ, એટલે રતિ નહીં તે. અવિરતિમાં ત્રણ શબ્દનો સંબંધ છે. અ+વિરતિ અનહીં+વિ=વિરુદ્ધ+રતિ પ્રીતિ, એટલે પ્રીતિ વિરુદ્ધ નહીં તે ‘અવિરતિ’ છે. તે અવિરતિપણું બાર પ્રકારનું છે. 99 પાંચ ઇંદ્રિય, અને છઠું મન તથા પાંચ સ્થાવર જીવ, અને એક ત્રસ જીવ મળી કુલ તેના બાર પ્રકાર છે. 100 એવો સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલોકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે. 101 કોઈ જીવ કંઈ પદાર્થ યોજી મરણ પામે, અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે, ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે; તો ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપક્રિયા ચાલી આવે છે, જોકે જીવે બીજો પર્યાય ધારણ કર્યાથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યોજના કરેલી છે તેની તેને ખબર નથી તોપણ, તથા હાલના પર્યાયને સમયે તે જીવ તે યોજેલા પદાર્થની ક્રિયા નથી કરતો તોપણ, જ્યાં સુધી તેનો મોહભાવ વિરતિપણાને નથી પામ્યો ત્યાં સુધી, અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે. 102 હાલના પર્યાયને સમયે તેના અજાણપણાનો લાભ તેને મળી શકતો નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે આ પદાર્થથી થતો પ્રયોગ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે યોજેલા પદાર્થથી અવ્યક્તપણે પણ થતી (લાગતી) ક્રિયાથી મુક્ત થવું હોય તો મોહભાવને મૂકવો. મોહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાપક્રિયા બંધ થાય છે. તે વિરતિપણું તે જ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે યોજેલા પદાર્થના જ ભવને વિષે આદરવામાં આવે તો તે પાપક્રિયા જ્યારથી વિરતિપણે આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપક્રિયા લાગે છે તે ચારિત્રમોહનીયના કારણથી આવે છે. તે મોહભાવના ક્ષય થવાથી આવતી બંધ થાય છે. 103 ક્રિયા બે પ્રકારે થાય છે? - એક વ્યક્ત એટલે પ્રગટપણે, અને બીજી અવ્યક્ત એટલે અપ્રગટપણે. અવ્યક્તપણે થતી ક્રિયા જોકે તમામથી જાણી નથી શકાતી, પરંતુ તેથી થતી નથી એમ નથી. 104 પાણીને વિષે લહેર અથવા હિલ્લોળ તે વ્યક્તપણે જણાય છે, પરંતુ તે પાણીમાં ગંધક અથવા કસ્તુરી નાંખી હોય, અને તે પાણી શાંતપણામાં હોય તો પણ તેને વિષે ગંધક અથવા કસ્તુરીની જે ક્રિયા છે તે જોકે દેખાતી નથી, તથાપિ તેમાં અવ્યક્તપણે રહેલી છે. આવી રીતે અવ્યક્તપણે થતી ક્રિયાને ન શ્રદ્ધવામાં આવે અને માત્ર વ્યક્તપણાને શ્રદ્ધવામાં આવે તો એક જ્ઞાની જેને વિષે અવિરતિરૂપ ક્રિયા થતી નથી તે ભાવ, અને બીજો ઊંઘી ગયેલો માણસ જે કંઈ ક્રિયા વ્યક્તપણે કરતો નથી તે ભાવ સમાનપણાને પામે છે; પરંતુ વાસ્તવિક રીતે તેમ છે નહીં. ઊંઘી ગયેલા માણસને અવ્યક્તપણે ક્રિયા લાગે છે. આ જ પ્રમાણે જે માણસ (જે જીવ) ચારિત્રમોહનીય નામની નિદ્રામાં સૂતો છે, તેને અવ્યક્ત ક્રિયા લાગતી નથી એમ નથી. જો મોહભાવ ક્ષય થાય તો જ અવિરતિરૂપ ચારિત્રમોહનીયની ક્રિયા બંધ પડે છે; તે પહેલાં બંધ પડતી નથી. ક્રિયાથી થતો બંધ મુખ્ય એવા પાંચ પ્રકારે છેઃ
Page #16
--------------------------------------------------------------------------
________________ 1 મિથ્યાત્વ | 2 અવિરતિ 3 કષાય 4 પ્રમાદ 5 યોગ 12 25 15 105 મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતપણું નિર્મૂળ થતું નથી, એટલે જતું નથી, પરંતુ જો મિથ્યાત્વપણું ખસે તો અવિરતિપણાને જવું જ જોઈએ એ નિઃસંદેહ છે; કારણ કે મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મોહભાવ જતો નથી. મોહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતર વિરતિપણું થતું નથી, અને પ્રમુખપણે રહેલો એવો જે મોહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતપણું રહેતું નથી, અને બાહ્ય જો વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તોપણ જો અત્યંતર છે તો સહેજે બહાર આવે છે. 106 અત્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી અને ઉદય આધીન બાહ્યથી વિરતિપણું ન આદરી શકે તોપણ, જ્યારે ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજે વિરતિપણું રહે છે, કારણ કે અત્યંતર વિરતિપણે પહેલેથી પ્રાપ્ત થયેલું છે, જેથી હવે વિરતિપણું છે નહીં, કે તે અવિરતિપણાની ક્રિયા કરી શકે. 107 મોહભાવ વડે કરીને જ મિથ્યાત્વ છે. મોહભાવનો ક્ષય થવાથી મિથ્યાત્વનો પ્રતિપક્ષ જે સમ્યકૃત્વભાવ તે પ્રગટે છે, માટે ત્યાં આગળ મોહભાવ કેમ હોય ? અર્થાત્ હોતો નથી. 108 જો એવી આશંકા કરવામાં આવે કે પાંચ ઇંદ્રિય અને છછું મન, તથા પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય, એમ બાર પ્રકારે વિરતિ આદરવામાં આવે તો લોકમાં રહેલા જીવ અને અજીવરાશિ નામના બે સમૂહ છે તેમાંથી પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય મળી જીવરાશિની વિરતિ થઈ; પરંતુ લોકમાં રખડાવનાર એટલે અજીવરાશિ જે જીવથી પર છે તે પ્રત્યે પ્રીતિ તેનું નિવૃત્તિપણું આમાં આવતું નથી, ત્યાં સુધી વિરતિ શી રીતે ગણી શકાય ? તેનું સમાધાન :- પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનથી જે વિરતિ કરવી છે તેને જે વિરતિપણું છે તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે. 109 પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી અથવા તે વાણી સમ્યફપ્રકારે માથે ચડાવી નથી, એમ સર્વદર્શીએ કહ્યું છે. 110 સદગુરૂ ઉપદિષ્ટ યથોક્ત સંયમને પાળતાં એટલે સદગુરૂની આજ્ઞાએ વર્તતાં પાપથકી વિરમવું થાય છે, અને અભેદ્ય એવા સંસારસમુદ્રનું તરવું થાય છે. 111 વસ્તુસ્વરૂપ કેટલાક સ્થાનકે આજ્ઞાવડીએ પ્રતિષ્ઠિત છે, અને કેટલાક સ્થાનકે સવિચારપૂર્વક પ્રતિષ્ઠિત છે, પરંતુ આ દુષમ કાળનું પ્રબળપણું એટલું બધું છે કે હવે પછીની ક્ષણે પણ વિચારપૂર્વક પ્રતિષ્ઠિતને માટે કેમ પ્રવર્તશે તે જાણવાની આ કાળને વિષે શક્તિ જણાતી નથી, માટે ત્યાં આગળ આજ્ઞાપૂર્વક પ્રતિષ્ઠિત રહેવું એ યોગ્ય છે. 112 જ્ઞાનીએ કહ્યું છે કે “બ્જો ! કેમ બૂજતા નથી ? ફરી આવો અવસર આવવો દુર્લભ છે!”
Page #17
--------------------------------------------------------------------------
________________ 113 લોકને વિષે જે પદાર્થ છે તેના ધર્મ દેવાધિદેવે પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે; પદાર્થો તે ધર્મથી બહાર જઈ પ્રવર્તતા નથી, અર્થાત જ્ઞાની મહારાજે પ્રકાયું તેથી બીજી રીતે પ્રવર્તતા નથી; તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે, કારણ કે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેના ધર્મ કહ્યા છે. 114 કાળ, મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે; અને તે જીવ તથા અજીવ(અજીવમાં - મુખ્યત્વે પુદગલાસ્તિકાયમાં - વિશેષપણે સમજાય છે)માંથી ઉત્પન્ન થયેલ છે; અથવા જીવાજીવની પર્યાયઅવસ્થા તે કાળ છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે; તેમાં ઊર્ધ્વપ્રચય અને તિર્યકપ્રચય એવા બે ધર્મ છે; અને કાળને વિષે તિર્યકપ્રચય ધર્મ નથી, એક ઊર્ધ્વપ્રચય ધર્મ છે. 115 ઊર્ધ્વપ્રચયથી પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે તે ધર્મનું તિર્યકપ્રચયથી પાછું તેમાં સમાવું થાય છે. કાળના સમયને તિર્યક્રપ્રચય નથી, તેથી જે સમય ગયો તે પાછો આવતો નથી. 116 દિગંબરઅભિપ્રાય મુજબ ‘કાળદ્રવ્ય’ના લોકમાં અસંખ્યાતા અણુ છે. 117 દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે. તેમાં કેટલાક ધર્મ વ્યક્ત છે, કેટલાક અવ્યક્ત છે, કેટલાક મુખ્ય છે, કેટલાક સામાન્ય છે, કેટલાક વિશેષ છે. 118 અસંખ્યાતાને અસંખ્યાતા ગુણા કરતાં પણ અસંખ્યાત થાય, અર્થાત અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે. 119 એક આંગુલના અસંખ્યાત ભાગ-અંશ-પ્રદેશ તે એક આંગુલમાં અસંખ્યાત છે. લોકના પણ અસંખ્યાત પ્રદેશ છે. ગમે તે દિશાની સમશ્રેણિએ અસંખ્યાત થાય છે. તે પ્રમાણે એક પછી એક, બીજી, ત્રીજી સમશ્રેણિનો સરવાળો કરતાં જે સરવાળો થાય તે એક ગણું, બે ગણું, ત્રણ ગણું, ચાર ગણું થાય, પણ અસંખ્યાત ગણું ન થાય, પરંતુ એક સમશ્રેણિ જે અસંખ્યાત પ્રદેશવાળી છે તે સમશ્રેણીની દિશાવાળી સઘળી સમશ્રેણિઓ અસંખ્યાત ગુણી છે તે દરેક અસંખ્યાતાએ ગુણતાં, તેમ જ બીજી દિશાની સમશ્રેણિ છે તેનો પણ ગુણાકાર તે પ્રમાણે કરતાં, ત્રીજી દિશાની છે તેનું પણ તે પ્રમાણે કરતાં અસંખ્યાત થાય, એ અસંખ્યાતાના ભાંગાને જ્યાં સુધી એકબીજાનો ગુણાકાર કરી શકાય ત્યાં સુધી અસંખ્યાતા થાય, અને તે ગુણાકારથી કોઈ ગુણાકાર કરવો બાકી ન રહે ત્યારે અસંખ્યાત પૂરું થઈ તેમાં એક ઉમેરતાં જઘન્યમાં જઘન્ય અનંત થાય. 120 નય છે તે પ્રમાણનો અંશ છે. જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે, ત્યાં તેટલું પ્રમાણ છે; એ નથી જે ધર્મ કહેવામાં આવ્યો છે તે સિવાય વસ્તુને વિષે બીજા જે ધર્મ છે તેનો નિષેધ કરવામાં આવ્યો નથી. એકી વખતે વાણી દ્વારાએ બધા ધર્મ કહી શકાતા નથી. તેમ જ જે જે પ્રસંગ હોય તે તે પ્રસંગે ત્યાં મુખ્યપણે તે જ ધર્મ કહેવામાં આવે છે. ત્યાં ત્યાં તે તે નયથી પ્રમાણ છે.
Page #18
--------------------------------------------------------------------------
________________ 121 નયના સ્વરૂપથી આઘે જઈ કહેવામાં આવે છે તે નય નહીં, પરંતુ નયાભાસ થાય છે, અને નયાભાસ ત્યાં મિથ્યાત્વ ઠરે છે. 122 નય સાત માન્યા છે. તેના ઉપનય સાતસો, અને વિશેષ સ્વરૂપે અનંતા છે, અર્થાત જે વાણી છે તે સઘળા નય છે. 123 એકાંતિકપણું ગ્રહવાનો સ્વછંદ જીવને વિશેષપણે હોય છે, અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જે સમજવાથી જીવ એકાંતિકપણું ગ્રહતો અટકી મધ્યસ્થ રહે છે, અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી. 124 નય જે કહેવામાં આવે છે તે નય પોતે કંઈ વસ્તુ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજવા તથા તેની સુપ્રતીતિ થવા પ્રમાણનો અંશ છે. 125 અમુક નયથી કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી પ્રતીત થતા ધર્મની અસ્તિ નથી એમ ઠરતું નથી. 126 કેવળજ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજુ કંઈ જ નહીં, અને જ્યારે એમ છે ત્યારે તેને વિષે બીજુ કશું સમાતું નથી. સર્વથા સર્વ પ્રકારે રાગદ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. જો કોઈ અંશે રાગદ્વેષ હોય તો તે ચારિત્રમોહનીયના કારણથી છે. જ્યાં આગળ જેટલે અંશે રાગદ્વેષ છે ત્યાં આગળ એટલે અંશે અજ્ઞાન છે, જેથી કેવળજ્ઞાનમાં તે સમાઈ શકતાં નથી, એટલે કેવળજ્ઞાનમાં તે હોતાં નથી, તે એકબીજાનાં પ્રતિપક્ષી છે. જ્યાં કેવળજ્ઞાન છે ત્યાં રાગદ્વેષ નથી, અથવા જ્યાં રાગદ્વેષ છે ત્યાં કેવળજ્ઞાન નથી. 127 ગુણ અને ગુણી એક જ છે, પરંતુ કોઈ કારણે તે પરિચ્છિન્ન પણ છે. સામાન્ય પ્રકારે તો ગુણનો સમુદાય તે ‘ગુણી’ છે; એટલે ગુણ અને ગુણી એક જ છે, જુદી જુદી વસ્તુ નથી. ગુણીથી ગુણ જુદો પડી શકતો નથી. જેમ સાકરનો કટકો છે તે ‘ગુણી’ છે અને મીઠાશ છે તે ગુણ છે. ‘ગુણી’ જે સાકર અને ગુણ જે મીઠાશ તે બન્ને સાથે જ રહેલ છે, મીઠાશ કંઈ જુદી પડતી નથી, તથાપિ ‘ગુણ’, ‘ગુણી’ કોઈ અંશે ભેજવાળા છે. 128 કેવળજ્ઞાનીનો આત્મા પણ દેહવ્યાપકક્ષેત્રઅવગાહિત છે; છતાં લોકાલોકના સઘળા પદાર્થો જે દેહથી દૂર છે તેને પણ એકદમ જાણી શકે છે. 129 સ્વપરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. આ જ્ઞાનને પ્રયોજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે ‘અજ્ઞાન’ છે. શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિનપ્રતિબિંબ સૂચવે છે. તે શાંત દશા પામવા સારુ જે પરિણતિ, અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ ‘જૈન'; - જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે.
Page #19
--------------------------------------------------------------------------
________________ 130 આ માર્ગ આત્મગુણરોધક નથી, પણ બોધક છે, એટલે આત્મગુણ પ્રગટ કરે છે, તેમાં કશો સંશય નથી. આ વાત પરોક્ષ નથી, પણ પ્રત્યક્ષ છે. ખાતરી કરવા ઇચ્છનારે પુરુષાર્થ કરવાથી સુપ્રતીત થઈ પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે. 131 સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદાં છે. સાચવવા સારુ સિદ્ધાંતો સૂત્રરૂપી પેટીમાં રાખવામાં આવ્યા છે. દેશ, કાળને અનુસરી સૂત્ર રચવામાં એટલે ગૂંથવામાં આવે છે, અને તેમાં સિદ્ધાંતની ગૂંથણી કરવામાં આવે છે. તે સિદ્ધાંતો ગમે તે કાળમાં, ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી, અથવા ખંડિતપણાને પામતા નથી, અને જો તેમ થાય તો તે સિદ્ધાંત નથી. 132 સિદ્ધાંત એ ગણિતની માફક પ્રત્યક્ષ છે, તેથી તેમાં કોઈ જાતની ભૂલ કે અધૂરાપણું સમાતું નથી. અક્ષર બોડિયા હોય તો સુધારીને માણસો વાંચે છે, પરંતુ આંકડાની ભૂલ થાય તો તે હિસાબ ખોટો ઠરે છે, માટે આંકડા બોડિયા હોતા નથી. આ દ્રષ્ટાંત ઉપદેશમાર્ગ અને સિદ્ધાંત માર્ગને વિષે ઘટાવવું. 133 સિદ્ધાંતો ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, ગમે તે કાળમાં લખાણા હોય, તોપણ અસિદ્ધાંતપણાને પામતા નથી. દાખલા તરીકે, બે ને બે ચાર થાય. પછી ગમે તો ગુજરાતી, કે સંસ્કૃત, કે પ્રાકૃત, કે ચીની, કે અરબી, કે પર્શિયન કે ઇંગ્લીશ ભાષામાં લખાયેલ હોય. તે આંકડાને ગમે તે સંજ્ઞામાં ઓળખવામાં આવે તોપણ બે ને બેનો સરવાળો ચાર થાય એ વાત પ્રત્યક્ષ છે. જેમ નવે નવે એકાશી તે ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, અને ધોળા દિવસે કે અંધારી રાત્રિએ ગણવામાં આવે તોપણ 80 અથવા 82 થતા નથી, પરંતુ એકાશી જ થાય છે. આ જ પ્રમાણે સિદ્ધાંતનું પણ છે. 134 સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ છે, જ્ઞાનીના અનુભવગમ્યની બાબત છે, તેમાં અનુમાનપણું કામ આવતું નથી. અનુમાન એ તર્કનો વિષય છે, અને તર્ક એ આગળ જતાં કેટલીક વાર ખોટો પણ પડે; પરંતુ પ્રત્યક્ષ જે અનુભવગમ્ય છે તેમાં કાંઈ પણ ખોટાપણું સમાતું નથી. 135 જેને ગુણાકાર અથવા સરવાળાનું જ્ઞાન થયું છે તે એમ કહે છે કે નવે નવે એકાશી, ત્યાં આગળ જેને સરવાળા અથવા ગુણાકારનું જ્ઞાન થયું નથી, અર્થાત ક્ષયોપશમ થયો નથી તે અનુમાનથી અથવા તર્ક કરી એમ કહે કે '98 થતા હોય તો કેમ ના કહી શકાય ?' તો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું છે નહીં, કેમકે તેને જ્ઞાન ન હોવાથી તેમ કહે એ સ્વાભાવિક છે. પરંતુ જો તેને ગુણાકારની રીત છોડી (છૂટી છૂટી કરી) એકથી નવ સુધી આંકડા બતાવી નવ વાર ગણાવ્યું હોય તો એકાશી થતાં અનુભવગમ્ય થવાથી તેને સિદ્ધ થાય છે. કદાપિ તેના મંદ ક્ષયોપશમથી એકાશી, ગુણાકારથી અથવા સરવાળાથી ન સમજાય તોપણ એકાશી થાય એમાં ફેર નથી. એ પ્રમાણે સિદ્ધાંત આવરણના કારણથી ન સમજવામાં આવે તોપણ તે અસિદ્ધાંતપણાને પામતા નથી, એ વાતની ચોક્કસ પ્રતીતિ રાખવી. છતાં ખાતરી કરવા જરૂર હોય તો તેમાં બતાવ્યા પ્રમાણે કરવાથી ખાતરી થતાં પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે. 136 જ્યાં સુધી અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીતિ રાખવા જરૂર છે, અને સુપ્રતીતિથી ક્રમે ક્રમે કરી અનુભવગમ્ય થાય છે.
Page #20
--------------------------------------------------------------------------
________________ 137 સિદ્ધાંતના દાખલાઃ- (1) “રાગદ્વેષથી બંધ થાય છે.” (2) ‘બંધનો ક્ષય થવાથી મુક્તિ થાય છે.’ આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તો રાગદ્વેષ છોડો. રાગદ્વેષ સર્વ પ્રકારે છૂટે તો આત્માનો સર્વ પ્રકારે મોક્ષ થાય છે. આત્મા બંધનના કારણથી મુક્ત થઈ શકતો નથી. બંધન છૂટ્યું કે મુક્ત છે. બંધન થવાનું કારણ રાગદ્વેષ છે. રાગદ્વેષ સર્વથા પ્રકારે છૂટ્યો કે બંધથી છૂટ્યો જ છે. તેમાં કશો સવાલ કે શંકા રહેતાં નથી. 138 જે સમયે સર્વથા પ્રકારે રાગદ્વેષ ક્ષય થાય, તેને બીજે જ સમયે ‘કેવલજ્ઞાન’ છે. 139 જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી. આગળ જવા વિચાર કરતો નથી. પહેલાથી આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરવો, તેનો વિચાર પણ કરતો નથી, અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે તેરમું આ ક્ષેત્રે અને આ કાળે પ્રાપ્ત થતું નથી. આવી આવી ગહન વાતો જે પોતાની શક્તિ બહારની છે, તે તેનાથી શી રીતે સમજી શકાય ? અર્થાત પોતાને ક્ષયોપશમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે તે ન જ સમજી શકાય. 140 ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવો પહોંચ્યા નથી. કોઈ જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકળવા વિચાર કરી, ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે, ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે, અને એ પ્રમાણે મોળો થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતી વાર આવી જીવ પાછો ફર્યો છે. કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી, નિમિત્ત કારણનો જોગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યો કે ચોથામાં આવે છે, અને ચોથામાં આવ્યો કે વહેલોમોડો મોક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે. 141 આ ગુણસ્થાનકનું નામ “અવિરતિસમ્યદ્રષ્ટિ' છે, જ્યાં વિરતિપણા વિના સમ્યકજ્ઞાનદર્શન છે. 142 કહેવામાં એમ આવે છે કે તેરમું ગુણસ્થાનક આ કાળે ને આ ક્ષેત્રથી ન પમાય; પરંતુ તેમ કહેનારા પહેલામાંથી ખસતા નથી. જો તેઓ પહેલામાંથી ખસી, ચોથા સુધી આવે, અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું જે અપ્રમત્ત છે ત્યાં સુધી પહોંચે તોપણ એક મોટામાં મોટી વાત છે. સાતમા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે. 143 આત્માને વિષે પ્રમાદરહિત જાગૃતદશા તે જ સાતમું ગુણસ્થાનક છે. ત્યાં સુધી પહોંચવાથી તેમાં સમ્યકત્વ સમાય છે. ચોથા ગુણસ્થાનકે જીવ આવીને ત્યાંથી પાંચમું ‘દેશવિરતિ’, છઠું ‘સર્વવિરતિ’, અને સાતમું ‘પ્રમાદરહિત વિરતિ’ છે, ત્યાં પહોંચે છે. ત્યાં આગળ પહોંચ્યથી આગળની દશાનો અંશે અનુભવ અથવા સુપ્રતીતિ થાય છે. ચોથા ગુણસ્થાનકવાળો જીવ સાતમા ગુણસ્થાનકે પહોંચનારની દશાનો જો વિચાર કરે તો તે કોઈ અંશે પ્રતીત થઈ શકે. પણ તેના પહેલા ગુણસ્થાનકવાળો જીવ વિચાર કરે તો તે શી રીતે પ્રતીતિમાં આવી શકે ? કારણ કે તેને જાણવાનું સાધન જે આવરણરહિત થવું તે પહેલા ગુણસ્થાનકવાળાની પાસે હોય નહીં.
Page #21
--------------------------------------------------------------------------
________________ 144 સમ્યકત્વ પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જ જુદું હોય છે. પહેલા ગુણસ્થાનકવાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે તેના કરતાં ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદાં જોવામાં આવે છે, અર્થાત્ જુદી જ દશાનું વર્તન જોવામાં આવે છે. 145 પહેલું મોળું કરે તો ચોથે આવે એમ કહેવામાત્ર છે; ચોથે આવવામાં જે વર્તન છે તે વિષય વિચારવાજોગ છે. 146 આગળ 4, 5, 6 અને 7 મા ગુણસ્થાનક સુધીની જ વાત કહેવામાં આવી છે તે કહેવામાત્ર, અથવા સાંભળવામાત્ર જ છે એમ નથી, પરંતુ સમજીને વારંવાર વિચારવા યોગ્ય છે. 147 બની શકે તેટલો પુરુષાર્થ કરી આગળ વધવા જરૂર છે. 148 ન પ્રાપ્ત થઈ શકે તેવી ધીરજ, સંઘયણ, આયુષની પૂર્ણતા ઇત્યાદિના અભાવથી કદાચ સાતમાં ગુણસ્થાનક ઉપરનો વિચાર અનુભવમાં ન આવી શકે, પરંતુ સુપ્રતીત થઈ શકવા યોગ્ય છે. 149 સિંહના દાખલાની માફક :- સિંહને લોઢાના જબરજસ્ત પાંજરામાં પૂરવામાં આવ્યો હોય તો તે અંદર રહ્યો પોતાને સિંહ સમજે છે, પાંજરામાં પુરાયેલો માને છે; અને પાંજરાની બહારની ભૂમિકા પણ જુએ છે; માત્ર લોઢાના મજબૂત સળિયાની આડને લીધે બહાર નીકળી શકતો નથી. આ જ રીતે સાતમા ગુણસ્થાનક ઉપરનો વિચાર સુપ્રતીત થઈ શકે છે. 150 આ પ્રમાણે છતાં જીવ મતભેદાદિ કારણોને લઈને રોકાઈ જઈ આગળ વધી શકતો નથી. 151 મતભેદ અથવા રૂઢિ આદિ નજીવી બાબત છે, અર્થાત તેમાં મોક્ષ નથી. માટે ખરી રીતે સત્યની પ્રતીતિ કરવાની જરૂર છે. 152 શુભાશુભ, અને શુદ્ધાશુદ્ધ પરિણામ ઉપર બધો આધાર છે. અલ્પ અલ્પ બાબતમાં પણ દોષ માનવામાં આવે ત્યાં મોક્ષ થતો નથી. લોકરૂઢિમાં અથવા લોકવ્યવહારમાં પડેલો જીવ મોક્ષતત્ત્વનું રહસ્ય જાણી શકતો નથી, તેનું કારણ તેને વિષેનું રૂઢિનું અથવા લોકસંજ્ઞાનું માહાત્મ છે. આથી કરી બાદરક્રિયાનો નિષેધ કરવામાં આવતો નથી. જે કાંઈ પણ ન કરતાં તદ્દન અનર્થ કરે છે, તે કરતાં બાદરક્રિયા ઉપયોગી છે. તોપણ તેથી કરી બાદરક્રિયાથી આગળ ન વધવું એમ પણ કહેવાનો હેતુ નથી. 153 જીવને પોતાનાં ડહાપણ અને મરજી પ્રમાણે ચાલવું એ વાત મનગમતી છે, પણ તે જીવનું ભૂંડું કરનાર વસ્તુ છે. આ દોષ મટાડવા સારુ પ્રથમ તો કોઈને ઉપદેશ દેવાનો નથી, પણ પ્રથમ ઉપદેશ લેવાનો છે, એ જ્ઞાનીનો ઉપદેશ છે. જેનામાં રાગદ્વેષ ન હોય, તેવાનો સંગ થયા વિના સમ્યત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યક્ત્વ આવવાથી (પ્રાપ્ત થવાથી) જીવ ફરે છે (જીવની દશા ફરે છે); એટલે પ્રતિકૂળ હોય તો અનુકૂળ થાય છે. જિનની પ્રતિમા (શાંતપણા માટે) જોવાથી સાતમા ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીની જે શાંત દશા છે તેની પ્રતીતિ થાય છે.
Page #22
--------------------------------------------------------------------------
________________ 154 જૈનમાર્ગમાં હાલમાં ઘણા ગચ્છ પ્રવર્તે છે, જેવા કે તપગચ્છ, અચલગચ્છ, લંકાગચ્છ, ખરતરગચ્છ ઇત્યાદિ. આ દરેક પોતાથી અન્ય પક્ષવાળાને મિથ્યાત્વી માને છે. તેવી રીતે બીજા વિભાગ છ કોટિ, આઠ કોટિ ઇત્યાદિ દરેક પોતાથી અન્ય કોટિવાળાને મિથ્યાત્વી માને છે. વાજબી રીતે નવ કોટિ જોઈએ. તેમાંથી જેટલી ઓછી તેટલું ઓછું, અને તે કરતાં પણ આગળ જવામાં આવે તો સમજાય કે છેવટે નવ કોટિયે છોડ્યા વિના રસ્તો નથી. 155 તીર્થંકરાદિ મોક્ષ પામ્યા તે માર્ગ પામર નથી. જૈનરૂઢિનું થોડું પણ મૂકવું એ અત્યંત આકરું લાગે છે, તો મહાન અને મહાભારત એવો મોક્ષમાર્ગ તે શી રીતે આદરી શકાશે ? તે વિચારવા યોગ્ય છે. 156 મિથ્યાત્વપ્રકૃતિ ખપાવ્યા વિના સમ્યકત્વ આવે નહીં. સમ્યકત્વ પ્રાપ્ત થાય તેની દશા અદ્ભુત વર્તે. ત્યાંથી 5, 6, 7 અને 8 મે જઈ બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. એક સમ્યકત્વ પામવાથી કેવું અદ્ભુત કાર્ય બને છે! આથી સમ્યક્ત્વની ચમત્કૃતિ અથવા તેનું માહાસ્ય કોઈ અંશે સમજી શકાય તેમ છે. 157 દુર્ધર પુરુષાર્થથી પામવા યોગ્ય મોક્ષમાર્ગ તે અનાયાસે પ્રાપ્ત થતો નથી. આત્મજ્ઞાન અથવા મોક્ષમાર્ગ કોઈના શાપથી અપ્રાપ્ત થતો નથી, કે કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતો નથી. પુરુષાર્થ પ્રમાણે થાય છે, માટે પુરુષાર્થની જરૂર છે. 158 સૂત્ર, સિદ્ધાંત, શાસ્ત્રો, સપુરુષના ઉપદેશ વિના ફળતાં નથી. ફેરફાર જે છે તે વ્યવહારમાર્ગમાં છે. મોક્ષમાર્ગ તો ફેરફારવાળો નથી, એક જ છે. તે પ્રાપ્ત કરવામાં શિથિલપણું છે, તેનો નિષેધ કરવામાં આવ્યો છે. ત્યાં આગળ શૂરવીરપણું ગ્રહણ કરવા યોગ્ય છે. જીવને અમૂર્ણિત કરવો એ જ જરૂરનું છે. 159 વિચારવાન પુરુષે વ્યવહારના ભેદથી મૂંઝાવું નહીં. 160 ઉપરની ભૂમિકાવાળા નીચેની ભૂમિકાવાળાની બરોબર નથી, પરંતુ નીચેની ભૂમિકાવાળાથી ઠીક છે. પોતે જે વ્યવહારમાં હોય તેથી બીજાનો ઊંચો વ્યવહાર જોવામાં આવે તો તે ઊંચા વ્યવહારનો નિષેધ કરવો નહીં, કારણ કે મોક્ષમાર્ગને વિષે કશો ફેરફાર છે નહીં. ત્રણે કાળમાં ગમે તે ક્ષેત્રમાં, એક જ સરખો જે પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ. 161 અલ્પમાં અલ્પ એવી નિવૃત્તિ કરવામાં પણ જીવને ટાઢ વછૂટે છે, તો તેવી અનંત પ્રવૃત્તિથી કરી જે મિથ્યાત્વ થાય છે, તેથી નિવર્તવું એ કેટલું દુર્ધર થઈ પડવું જોઈએ ? મિથ્યાત્વની નિવૃત્તિ તે જ “સમ્યકત્વ.” 162 જીવાજીવની વિચારરૂપે પ્રતીતિ કરવામાં આવી ન હોય, અને બોલવામાત્ર જ જીવાજીવ છે, એમ કહેવું તે સમ્યક્ત્વ નથી. તીર્થંકરાદિએ પણ પૂર્વે આરાધ્યું છે તેથી પ્રથમથી જ સમ્યકત્વ તેમને વિષે છે, પરંતુ
Page #23
--------------------------------------------------------------------------
________________ બીજાને તે કંઈ અમુક કુળમાં, અમુક નાતમાં, કે જાતમાં કે અમુક દેશમાં અવતાર લેવાથી જન્મથી જ સમ્યકત્વ હોય એમ નથી. 163 વિચાર વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યકત્વ નહીં. સમ્યકત્વ વિના ચારિત્ર ન આવે, અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે, અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી; એમ જોવામાં આવે છે. 164 દેવનું વર્ણન. તત્વ. જીવનું સ્વરૂપ. 165 કર્મરૂપે રહેલા પરમાણુ કેવળજ્ઞાનીને દ્રય છે, તે સિવાયને માટે ચોક્કસ નિયમ હોય નહીં. પરમાવધિવાળાને દ્રય થવા સંભવે છે, અને મન:પર્યવજ્ઞાનીને અમુક દેશે દ્રશ્ય થવા સંભવે છે. 166 પદાર્થને વિષે અનંતા ધર્મ (ગુણાદિ) રહ્યા છે. તેના અનંતમા ભાગે વાણીથી કહી શકાય છે. તેના અનંતમા ભાગે સૂત્રમાં ગૂંથી શકાય છે. 167 યથાપ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ ઉપરાંત યુજનકરણ અને ગુણકરણ છે. યુજનકરણને ગુણકરણથી ક્ષય કરી શકાય છે. 168 યુજનકરણ એટલે પ્રકૃતિને યોજવી તે. આત્મગુણ જે જ્ઞાન, ને તેનાથી દર્શન, ને તેનાથી ચારિત્ર, એવા ગુણકરણથી યુજનકરણનો ક્ષય કરી શકાય છે. અમુક અમુક પ્રકૃતિ જે આત્મગુણરોધક છે તેને ગુણકરણે કરી ક્ષય કરી શકાય છે. 169 કર્મપ્રકૃતિ, તેના જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવ, તેનાં બંધ, ઉદય, ઉદીરણા, સંક્રમણ, સત્તા, અને ક્ષયભાવ જે બતાવવામાં આવ્યાં છે (વર્ણવવામાં આવ્યાં છે), તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. આ વર્ણવનાર જીવકોટિના પુરુષ નહીં, પરંતુ ઈશ્વરકોટિના પુરુષ જોઈએ, એવી સુપ્રતીતિ થાય છે. 170 કઈ કઈ પ્રકૃતિનો કેવા રસથી ક્ષય થયેલો હોવો જોઈએ ? કઈ પ્રકૃતિ સત્તામાં છે ? કઈ ઉદયમાં છે ? કઈ સંક્રમણ કરી છે ? આ આદિની રચના કહેનારે, ઉપર મુજબ પ્રકૃતિનું સ્વરૂપ માપીને કહ્યું છે, તે તેમના પરમજ્ઞાનની વાત બાજુએ મૂકીએ તોપણ તે કહેનાર ઈશ્વરકોટિનો પુરુષ હોવો જોઈએ એ ચોક્કસ થાય છે. 171 જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના “ધારણાનામના ભેદમાં સમાય છે. તે પાછલા ભવ જાણી શકે છે. તે જ્યાં સુધી પાછલા ભવમાં અસંજ્ઞીપણું ન આવ્યું હોય ત્યાં સુધી આગળ ચાલી શકે છે.
Page #24
--------------------------------------------------------------------------
________________ 172 (1) તીર્થકરે આજ્ઞા ન આપી હોય અને જીવ પોતાના સિવાય પરવસ્તુનું જે કાંઈ ગ્રહણ કરે તે પારકું લીધેલું, ને તે અદત્ત ગણાય. તે અદત્તમાંથી તીર્થકરે પરવસ્તુ જેટલી ગ્રહણ કરવાની છૂટ આપી છે, તેટલાને અદત્ત ગણવામાં નથી આવતું. (2) ગુરૂની આજ્ઞા પ્રમાણે કરેલા વર્તનના સંબંધે અદત્ત ગણવામાં આવતું નથી. 173 ઉપદેશના ચાર મુખ્ય પ્રકાર છેઃ- (1) દ્રવ્યાનુયોગ. (2) ચરણાનુયોગ. (3) ગણિતાનુયોગ. (4) ધર્મકથાનુયોગ. (1) લોકને વિષે રહેલાં દ્રવ્યો, તેનાં સ્વરૂપ, તેના ગુણ, ધર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે ‘દ્રવ્યાનુયોગ'. (2) આ દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીનું વર્ણન તે ‘ચરણાનુયોગ'. (3) દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ, તથા લોકને વિષે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે ‘ગણિતાનુયોગ'. (4) સત્પરષોનાં ધર્મચરિત્રની કથાઓ કે જેનો ધડો લઈ જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે તે “ધર્મકથાનુયોગ'. 174 પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવાદિ કાયમ રહે છે, અને પર્યાય તે ફરે છે. દ્રષ્ટાંત તરીકે:- પાણીમાં રહેલો શીતગુણ એ ફરતો નથી, પણ પાણીમાં જે તરંગો ઊઠે છે તે ફરે છે, અર્થાત્ તે એક પછી એક ઊઠી તેમાં સમાઈ જાય છે. આ પ્રમાણે પર્યાય, અવસ્થા અવસ્થાંતર થયા કરે છે, તેથી કરી પાણીને વિષે રહેલ જે શીતલતા અથવા પાણીપણું તે ફરી જતાં નથી, પણ કાયમ રહે છે; અને પર્યાયરૂપ તરંગ તે ફર્યા કરે છે. તેમજ તે ગુણની હાનિવૃદ્ધિરૂપ ફેરફાર તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે. 175 તેજસ અને કાર્મણ શરીર સ્કૂલદેહપ્રમાણ છે. તેજસ શરીર ગરમી કરે છે, તથા આહાર પચાવવાનું કામ કરે છે. શરીરનાં અમુક અમુક અંગ ઘસવાથી ગરમ જણાય છે, તે તેજસના કારણથી જણાય છે. માથા ઉપર વૃતાદિ મૂકી તે શરીરની પરીક્ષા કરવાની રૂઢિ છે. તેનો અર્થ એ કે તે શરીર સ્કૂલ શરીરમાં છે કે શી રીતે ? અર્થાત પૂલ શરીરમાં જીવની માફક તે આખા શરીરમાં રહે છે. 176 તેમ જ કાર્પણ શરીર પણ છે, જે તેજસ કરતાં સૂક્ષ્મ છે, તે પણ તેજસની માફક રહે છે. સ્કૂલ શરીરની અંદર પીડા થાય છે, અથવા ક્રોધાદિ થાય છે તે જ કાર્મણ શરીર છે. કાર્મણથી ક્રોધાદિ થઈ તેજોલેયાદિ ઉત્પન્ન થાય છે. વેદનાનો અનુભવ જીવ કરે છે, પરંતુ વેદના થવી તે કામણ શરીરને લઈને થાય છે. કાર્પણ શરીર એ જીવનું અવલંબન છે. 177 ઉપર જણાવેલ ચાર અનુયોગનું તથા તેના સૂક્ષ્મ ભાવોનું જ સ્વરૂપ, તે જીવે વારંવાર વિચારવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. તે પરિણામે નિર્જરાનો હેતુ થાય છે, વા નિર્જરા થાય છે. ચિત્તની સ્થિરતા કરવા માટે
Page #25
--------------------------------------------------------------------------
________________ સઘળું કહેવામાં આવ્યું છે, કારણ કે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જીવે જો કાંઈ જાણ્યું હોય તો તેને વાસ્ત વારંવાર વિચાર કરવાનું બને છે અને તેવા વિચારથી જીવની બાહ્યવૃત્તિ નહીં થતાં અંદરની અંદર વિચારતાં સુધી સમાયેલી રહે છે. 178 અંતરવિચારનું સાધન ન હોય તો જીવની બાહ્યવસ્તુ ઉપર વૃત્તિ જઈ અનેક જાતના ઘાટ ઘડાય છે. જીવને અવલંબન જોઈએ છે. તેને નવરો બેસી રહેવાનું ઠીક પડતું નથી. એવી જ ટેવ પડી ગઈ છે; તેથી જો ઉપલા પદાર્થનું જાણપણુ થયું હોય તો તેના વિચારને લીધે સચિત્તવૃત્તિ બહાર નીકળવાને બદલે અંદર સમાયેલી રહે છે, અને તેમ થવાથી નિર્જરા થાય છે. 179 પુગલ, પરમાણુ અને તેના પર્યાયાદિનું સૂક્ષ્મપણું છે, તે જેટલું વાણીગોચર થઈ શકે તેટલું કહેવામાં આવ્યું છે. તે એટલા સારુ કે એ પદાર્થો મૂર્તિમાન છે, અમૂર્તિમાન નથી. મૂર્તિમાન છતાં આ પ્રમાણે સૂક્ષ્મ છે, તેના વારંવાર વિચારથી સ્વરૂપ સમજાય છે, અને તે પ્રમાણે સમજાયાથી તેથી સૂક્ષ્મ અરૂપી એવો જે આત્મા તે સંબંધી જાણવાનું કામ સહેલું થાય છે. 180 માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા સ્તંભરૂપ છે. તે મૂકી શકાતાં નથી, અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનયભક્તિની પહેલી જરૂર પડે છે. તે ભક્તિ માન, મહાગ્રહના કારણથી આદરી શકાતી નથી. 181 (1) વાંચવું. (2) પૂછવું. (3) વારંવાર ફેરવવું. (4) ચિત્તને નિશ્ચયમાં આણવું. (5) ધર્મકથા. વેદાંતમાં પણ શ્રવણ, મનન, નિદિધ્યાસન એમ ભેદ બતાવ્યા છે. પુરુષના વચનનું શ્રવણ. 182 ‘ઉત્તરાધ્યયન'માં ધર્મનાં મુખ્ય ચાર અંગ કહ્યાં છેઃ- (1) મનુષ્યપણું. (2) (3) તેની પ્રતીતિ. (4) ધર્મમાં પ્રવર્તવું. આ ચાર વસ્તુ દુર્લભ છે. 183 મિથ્યાત્વના બે ભેદ છે. (1) વ્યક્ત. (2) અવ્યક્ત. તેના ત્રણ ભેદ પણ કર્યા છે:- (1) ઉત્કૃષ્ટ. (2) મધ્યમ. (3) જઘન્ય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી પહેલા ગુણસ્થાનકમાંથી બહાર નીકળતો નથી. ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય ત્યાં સુધી તે મિથ્યાત્વ ગુણસ્થાનક ન ગણાય. ગુણસ્થાનક એ જીવઆશ્રયી છે. 184 મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મોળું પડે છે, અને તે કારણથી તે જરા આગળ ચાલ્યો કે તરત તે મિથ્યાત્વગુણસ્થાનકમાં આવે છે. 185 ગુણસ્થાનક એ આત્માના ગુણને લઈને છે. 186 મિથ્યાત્વમાંથી સાવ ખસ્યો ન હોય પણ થોડો ખમ્યો હોય તોપણ તેથી મિથ્યાત્વ મોળું પડે છે. આ મિથ્યાત્વ પણ મિથ્યાત્વે કરીને મોળું પડે છે. મિથ્યાત્વગુણસ્થાનકે પણ મિથ્યાત્વનો અંશ કષાય હોય તે અંશથી પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વગુણસ્થાનક કહેવામાં આવે છે. 187 પ્રયોજનભૂત જ્ઞાનના મૂળમાં, પૂર્ણ પ્રતીતિમાં, તેવા જ આકારમાં મળતા આવતા અન્ય માર્ગની સરખામણીના અંશે સરખાપણારૂપ પ્રતીત થવું તે મિશ્રગુણસ્થાનક છે; પરંતુ ફલાણું દર્શન સત્ય છે, અને
Page #26
--------------------------------------------------------------------------
________________ ફલાણું દર્શન પણ સત્ય છે, એવી બન્ને ઉપર સરખી પ્રતીતિ તે મિશ્ર નહીં પણ મિથ્યાત્વગુણસ્થાનક છે. અમુકથી અમુક દર્શન અમુક અંશે મળતું આવે છે, એમ કહેવામાં સમ્યક્ત્વને બાધ નથી; કારણ કે ત્યાં તો અમુક દર્શનની બીજા દર્શનની સરખામણીમાં પહેલું દર્શન સર્વાગે પ્રતીતિરૂપ થાય છે. 188 પહેલેથી બીજે જવાતું નથી, પરંતુ ચોથેથી પાછા વળતાં પહેલે આવવામાં રહેતો વચલો અમુક કાળ તે બીજું છે. તેને જો ચોથા પછી પાંચમું ગણવામાં આવે તો ચોથાથી પાંચમું ચડી જાય અને અહીં તો સાસ્વાદન ચોથાથી પતિત થયેલ માનેલ છે, એટલે તે ઊતરતું છે, તેથી પાંચમા તરીકે ન મૂકી શકાય પણ બીજા તરીકે મૂકવું એ બરાબર છે. 189 આવરણ છે એ વાત નિઃસંદેહ છે; જે શ્વેતાંબર તથા દિગંબર બન્ને કહે છે, પરંતુ આવરણને સાથે લઈ કહેવામાં થોડું એકબીજાથી તફાવતવાળું છે. 190 દિગંબર કહે છે કે કેવળજ્ઞાન સત્તારૂપે નહીં, પરંતુ શક્તિરૂપે રહ્યું છે. 191 જોકે સત્તા અને શક્તિનો સામાન્ય અર્થ એક છે, પરંતુ વિશેષાર્થ પ્રમાણે કંઈક ફેર રહે છે. 192 દ્રઢપણે ઓઘ આસ્થાથી, વિચારપૂર્વક અભ્યાસથી ‘વિચારસહિત આસ્થા’ થાય છે. 193 તીર્થકર જેવા પણ સંસારપક્ષે વિશેષ વિશેષ સમૃદ્ધિના ધણી હતા છતાં તેમને પણ ત્યાગ કરવાની જરૂર પડી હતી, તો પછી અન્ય જીવોને તેમ કરવા સિવાય છૂટકો નથી. 194 ત્યાગના બે પ્રકાર છે. એક બાહ્ય અને બીજો અત્યંતર, તેમાંનો બાહ્ય ત્યાગ તે અત્યંતર ત્યાગને સહાયકારી છે. ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે, કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે. 195 જીવ એમ માને છે કે હું કાંઈક સમજું છું, અને જ્યારે ત્યાગ કરવા ધારીશ ત્યારે એકદમ ત્યાગ કરી શકીશ, પરંતુ તે માનવું ભૂલભરેલું થાય છે. જ્યાં સુધી એવો પ્રસંગ નથી આવ્યો, ત્યાં સુધી પોતાનું જોર રહે છે. જ્યારે એવો વખત આવે છે ત્યારે શિથિલપરિણામી થઈ મોળો પડે છે. માટે આસ્તે આસ્તે તપાસ કરવી તથા ત્યાગનો પરિચય કરવા માંડવો; જેથી ખબર પડે કે ત્યાગતી વખત પરિણામ કેવાં શિથિલ થઈ જાય છે ? 196 આંખ, જીભાદિ ઇંદ્રિયોની એકેક આંગળ જેટલી જગો જીતવી જેને મુશ્કેલ થઈ પડે છે, અથવા જીતવું અસંભવિત થઈ પડે છે, તેને મોટું પરાક્રમ કરવાનું અથવા મોટું ક્ષેત્ર જીતવાનું કામ સોંપ્યું હોય તો તે શી રીતે બની શકે ? એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત ત્યારે, એ વિચાર તરફ લક્ષ રાખી હાલ તો આસ્તે આસ્તે ત્યાગની કસરત કરવાની જરૂર છે. તેમાં પણ શરીર અને શરીર સાથે સંબંધ રાખતાં સગાંસંબંધીઓના સંબંધમાં પ્રથમ અજમાયશ કરવી; અને શરીરમાં પણ આંખ, જીભ અને ઉપસ્થ એ ત્રણ
Page #27
--------------------------------------------------------------------------
________________ ઇંદ્રિયોના વિષયના દેશે દેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરાવવાનું છે, અને તેના અભ્યાસથી એકદમ ત્યાગ સુગમતાવાળો થઈ પડે છે. 197 હાલ તપાસ દાખલ, અંશે અંશે જેટલો જેટલો ત્યાગ કરવો તેમાં પણ મોળાશ ન રાખવી તેમ જ રૂઢિને અનુસરી ત્યાગ કરવો એમ પણ નહીં. જે કાંઈ ત્યાગ કરવો તે શિથિલપણા રહિત તથા બારીબારણાં રહિત કરવો. અથવા બારીબારણાં રાખવાં જરૂર હોય તો તે પણ ચોક્કસ આકારમાં ખુલ્લી રીતે રાખવાં; પણ એવાં ન રાખવાં કે તેનો અર્થ જ્યારે જેવો કરવો હોય તેવો થઈ શકે. જ્યારે જેની જરૂર પડે ત્યારે તેની ઇચ્છાનુસાર અર્થ થઈ શકે, તેવી ગોઠવણ જ ત્યાગને વિષે રાખવી નહીં. જો અચોક્કસપણે એટલે જરૂર પડે ત્યારે મનગમતો અર્થ થઈ શકે એવા આકારમાં ગોઠવણ રાખવામાં આવે તો શિથિલપરિણામી થઈ ત્યાગેલું બધું બગાડી મૂકે છે. 198 અંશે પણ ત્યાગ કરવો. તેની પ્રથમથી જ ચોક્કસપણે વ્યાખ્યા બાંધી, સાક્ષી રાખી ત્યાગ કરવો, તથા ત્યાગ કરવા પછી પોતાને મનગમતો અર્થ કરવો નહીં. 199 સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક્રોધ, માન, માયા, લોભની ચોકડીરૂપ કષાય છે, તેનું સ્વરૂપ પણ સમજવા યોગ્ય છે. તેમાં પણ અનંતાનુબંધી જે કષાય છે તે અનંત સંસાર રખડાવનાર છે. તે કષાય ક્ષય થવાનો ક્રમ સામાન્ય રીતે ક્રોધ, માન, માયા, લોભ એ પ્રમાણે છે, અને તેનો ઉદય થવાનો ક્રમ સામાન્ય રીતે માન, લોભ, માયા, ક્રોધ એ પ્રમાણે છે. 200 આ કષાયના અસંખ્યાત ભેદ છે. જેવા આકારમાં કષાય તેવા આકારમાં સંસારપરિભ્રમણને માટે કર્મબંધ જીવ પાડે છે. કષાયમાં મોટામાં મોટો બંધ અનંતાનુબંધી કષાયનો છે. જે અંતર્મુહર્તમાં ચાળીસ કોડાકોડ સાગરોપમનો બંધ પાડે છે, તે અનંતાનુબંધીનું સ્વરૂપ પણ જબરજસ્ત છે; તે એવી રીતે કે મિથ્યાત્વમોહરૂપી એક રાજાને બરાબર જાળવણીથી સૈન્યના મધ્ય ભાગમાં રાખી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર તેની રક્ષા કરે છે, અને જે વખતે જેની જરૂર પડે છે તે વખતે તે વગર બોલાવ્યા મિથ્યાત્વમોહની સેવા બજાવવા મંડી પડે છે. આ ઉપરાંત નોકષાયરૂપ બીજો પરિવાર છે, તે કષાયના આગળના ભાગમાં રહી મિથ્યાત્વમોહની ચોકી ભરે છે, પરંતુ એ બીજા સઘળા ચોકિયાતો નહીં જેવા કષાયનું કામ કરે છે. રખડપાટ કરાવનાર કષાય છે, અને તે કષાયમાં પણ અનંતાનુબંધી કષાયના ચાર યોદ્ધાઓ બહુ મારી નાખે છે. આ ચાર યોદ્ધાઓ મધ્યેથી ક્રોધનો સ્વભાવ બીજા ત્રણ કરતાં કાંઈક ભોળો માલૂમ પડે છે; કારણ કે તેનું સ્વરૂપ સર્વ કરતાં વહેલું જણાઈ શકે છે. એ પ્રમાણે જ્યારે જેનું સ્વરૂપ વહેલું જણાય ત્યારે તેની સાથે લડાઈ કરવામાં ક્રોધીની ખાતરી થયેથી લડવાની હિંમત થાય છે. 201 ઘનઘાતી એવાં ચાર કર્મ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, જે આત્માના ગુણને આવરનારાં છે, તે એક પ્રકારે ક્ષય કરવાં સહેલાં પણ છે. વેદનીયાદિ કર્મ જે ઘનઘાતી નથી તોપણ તે એક પ્રકારે ખપાવવાં આકરાં છે. તે એવી રીતે કે વેદનીયાદિ કર્મનો ઉદય પ્રાપ્ત થાય તે ખપાવવા સારુ
Page #28
--------------------------------------------------------------------------
________________ ભોગવવાં જોઈએ તે ન ભોગવવાં એવી ઇચ્છા થાય તોપણ ત્યાં તે કામ આવતી નથી; ભોગવવાં જ જોઈએ; અને જ્ઞાનાવરણીયનો ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય છે. ઉદાહરણ તરીકે, એક સ્લોક જે જ્ઞાનાવરણીયના ઉદયથી યાદ રહેતો ન હોય તે બે, ચાર, આઠ, સોળ, બત્રીશ, ચોસઠ, સો અર્થાત્ વધારે પિશમ અથવા ક્ષય થઈ યાદ રહે છે; અર્થાત બળવાન થવાથી તે તે જ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે. તેમ જ દર્શનાવરણીય કર્મના સંબંધમાં સમજવું. મોહનીયકર્મ જે મહા જોરાવર તેમ ભોળું પણ છે, તે તરત ખપાવી શકાય છે. જેમ તેની આવણી, વેગ આવવામાં જબ્બર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે. મોહનીયકર્મનો તીવ્ર બંધ હોય છે, તોપણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્યાદિ કર્મ, જેનો પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભોગવવા પડે છે, જ્યારે મોહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે. 202 ‘ઘેલછા’ એ ચારિત્રમોહનીયનો વિશેષ પર્યાય છે. ક્વચિત હાસ્ય, ક્વચિત શોક, ક્વચિત રતિ, ક્વચિત અરતિ, ક્વચિત ભય અને ક્વચિત જુગુપ્સારૂપે તે જણાય છે. કંઈ અંશે તેનો જ્ઞાનાવરણીયમાં પણ સમાસ થાય છે. સ્વપ્નમાં વિશેષપણે જ્ઞાનાવરણીયના પર્યાય જણાય છે. 203 ‘સંજ્ઞા’ એ જ્ઞાનનો ભાગ છે. પણ ‘પરિગ્રહસંજ્ઞા’ ‘લોભપ્રકૃતિમાં સમાય છે; “મૈથુનસંજ્ઞા’ ‘વેદપ્રકૃતિમાં સમાય છે; ‘આહારસંજ્ઞા’ ‘વેદનીય’માં સમાય છે; અને ‘ભયસંજ્ઞા’ ભયપ્રકૃતિમાં સમાય છે. 204 અનંત પ્રકારનાં કર્મો મુખ્ય આઠ પ્રકારે અને ઉત્તર એકસો અઠ્ઠાવન પ્રકારે “પ્રકૃતિ’ના નામથી ઓળખાય છે. તે એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ, અમુક અમુક ‘ગુણસ્થાનક' સુધી હોય છે. આવું માપ તોળીને જ્ઞાનીદેવે બીજાઓને સમજાવવા સારુ સ્થૂલ સ્વરૂપે તેનું વિવેચન કર્યું છે, તેમાં બીજાં કેટલીએક જાતનાં કર્મ અર્થાત “કર્મપ્રકૃતિ' સમાય છે. અર્થાત જે પ્રકૃતિનાં નામ ‘કર્મગ્રંથ'માં નથી આવતાં, તે તે પ્રકૃતિ ઉપર બતાવેલી પ્રકૃતિના વિશેષ પર્યાય છે, અથવા તે ઉપર બતાવેલી પ્રકૃતિમાં સમાય છે. 205 ‘વિભાવ’ એટલે ‘વિરુદ્ધભાવ’ નહીં, પરંતુ ‘વિશેષભાવ'. આત્મા આત્મારૂપે પરિણમે તે ભાવ’ છે, અથવા સ્વભાવ’ છે. જ્યારે આત્મા તથા જડનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ ‘વિશેષભાવે’ પરિણમે તે ‘વિભાવ' છે. આ જ રીતે જડને માટે પણ સમજવું. 206 ‘કાળ'ના ‘અણુ’ લોકપ્રમાણ અસંખ્યાત છે. તે ‘અણુ’માં ‘રુક્ષ અથવા ‘સ્નિગ્ધ’ ગુણ નથી; તેથી તે દરેક અણુ એકબીજામાં મળતા નથી, અને દરેક પૃથક પૃથક રહે છે. પરમાણુપુદગલમાં તે ગુણ હોવાથી મૂળ સત્તા કાયમ રહ્યા છતાં તેનો (પરમાણુપુગલનો) “સ્કંધ’ થાય છે. 207 ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, (લોક) આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય તેના પણ અસંખ્યાતા પ્રદેશ છે. અને તેના પ્રદેશમાં રુક્ષ અથવા સ્નિગ્ધ ગુણ નથી, છતાં તે કાળની માફક દરેક અણુ જુદા જુદા રહેવાને બદલે એક સમૂહ થઈ રહે છે. તેનું કારણ એ છે કે કાળ છે તે પ્રદેશાત્મક નથી, પણ અણુ હોઈને પૃથક પૃથક છે, અને ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્ય પ્રદેશાત્મક છે.
Page #29
--------------------------------------------------------------------------
________________ 208 વસ્તુને સમજાવવા માટે અમુક નયથી ભેદરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે વસ્તુ, તેના ગુણ અને પર્યાય એમ ત્રણ જુદા જુદા નથી, એક જ છે. ગુણ અને પર્યાયને લઈને વસ્તુનું સ્વરૂપ સમજાય છે. જેમ સાકર એ વસ્તુ, મીઠાશ એ ગુણ, ખડબચડો આકાર એ પર્યાય છે. એ ત્રણને લઈને સાકર છે. મીઠાશવાળા ગુણ વિના સાકર ઓળખી શકાતી નથી. તેવો જ એક ખડબચડા આકારવાળો કટકો હોય પણ તેમાં ખારાશનો ગુણ હોય તો તે સાકર નહીં, પરંતુ મીઠું અર્થાત લૂણ છે. આ ઠેકાણે પદાર્થની પ્રતીતિ અથવા જ્ઞાન, ગુણને લઈને થાય છે; એ પ્રમાણે ગુણી અને ગુણ જુદા નથી. છતાં અમુક કારણને લઈને પદાર્થનું સ્વરૂપ સમજાવવા માટે જુદા કહેવામાં આવે છે. 209 ગણ અને પર્યાયને લઈને પદાર્થ છે. જો તે બે ન હોય તો પછી પદાર્થ છે તે ન હોવા બરાબર છે. કારણ કે તે શા કામનો છે ? 210 એકબીજાથી વિરુદ્ધ પદવાળી એવી ત્રિપદી પદાર્થમાત્રને વિષે રહી છે. ધ્રુવ અર્થાત સત્તા, હોવાપણું પદાર્થનું હંમેશાં છે. તે છતાં તે પદાર્થમાં ઉત્પાદ અને વ્યય એવાં બે પદ વર્તે છે. તે પૂર્વપર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ થયા કરે છે. 211 આ પર્યાયના પરિવર્તનથી કાળ જણાય છે. અથવા તે પર્યાયને પરિવર્તન થવામાં કાળ સહાયકારી છે. 212 દરેક પદાર્થમાં સમય સમય ખટચક્ર ઊઠે છે; તે એ કે સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ, અનંતગુણવૃદ્ધિ, સંખ્યાતગુણહાનિ, અસંખ્યાતગુણહાનિ અને અનંતગુણહાનિ; જેનું સ્વરૂપ શ્રી વીતરાગદેવ અવાકગોચર કહે છે. 213 આકાશના પ્રદેશની શ્રેણિ સમ છે. વિષમમાત્ર એક પ્રદેશની વિદિશાની શ્રેણિ છે. સમશ્રેણિ છ છે, અને તે બે પ્રદેશ છે. પદાર્થમાત્રનું ગમન સમશ્રેણિએ થાય છે. વિષમશ્રેણિએ થતું નથી. કારણ કે આકાશના પ્રદેશની સમશ્રેણિ છે. તેમ જ પદાર્થમાત્રમાં અગરૂલઘુ ધર્મ છે. તે ધર્મે કરીને પદાર્થ વિષમશ્રેણીએ ગમન નથી કરી શકતા. 214 ચક્ષઇંદ્રિય સિવાય બીજી ઇંદ્રિયોથી જે જાણી શકાય તેનો જાણવામાં સમાવેશ થાય છે. 215 ચક્ષુઇંદ્રિય જે દેખાય છે તે પણ જાણવું છે. જ્યાં સુધી સંપૂર્ણ જાણવા દેખવામાં ના આવે ત્યાં સુધી જાણવાપણું અધૂરું ગણાય; કેવળજ્ઞાન ન ગણાય. 216 ત્રિકાળ અવબોધ ત્યાં સંપૂર્ણ જાણવાનું થાય છે. 217 ભાસન શબ્દમાં જાણવા અને દેખવા બન્નેનો સમાવેશ થાય છે. 218 કેવળજ્ઞાન છે તે આત્મપ્રત્યક્ષ છે અથવા અતીન્દ્રિય છે. અંધપણું છે તે ઇંદ્રિય વડે દેખવાનો વ્યાઘાત છે. તે વ્યાઘાત અતીન્દ્રિયને નડવા સંભવ નથી.
Page #30
--------------------------------------------------------------------------
________________ ચાર ઘનઘાતી કર્મ નાશ પામે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. તે ચાર ઘનઘાતીમાં એક દર્શનાવરણીય છે. તેની ઉત્તર પ્રકૃતિમાં એક ચક્ષુદર્શનાવરણીય છે. તે ક્ષય થયા બાદ કેવળજ્ઞાન ઊપજે. અથવા જન્માંધપણાનું કે અંધપણાનું આવરણ ક્ષય થયેથી કેવળજ્ઞાન ઊપજે. અચકુંદન આંખ સિવાયની બીજી ઇંદ્રિયો અને મનથી થાય છે. તેનું પણ જ્યાં સુધી આવરણ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન ઊપજતું નથી. તેથી જેમ ચક્ષને માટે છે તેમ બીજી ઇંદ્રિયોને માટે પણ જણાય છે. 219 જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઇંદ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મપ્રત્યક્ષ. આત્મા ઇંદ્રિયોની સહાય વડે કરી એટલે આંખ, કાન, જિહાદિક વડે જાણે દેખે તે ઇંદ્રિયપ્રત્યક્ષ છે. વ્યાઘાત અને આવરણના કારણને લઈને ઇંદ્રિયપ્રત્યક્ષ ન હોય તેથી આત્મપ્રત્યક્ષને બાધ નથી. જ્યારે આત્માને પ્રત્યક્ષ થાય છે ત્યારે ઇંદ્રિયપ્રત્યક્ષ સ્વયમેવ થાય છે, અર્થાત ઇંદ્રિયપ્રત્યક્ષનું જે આવરણ તે દૂર થયે જ આત્મપ્રત્યક્ષ છે. 220 આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યકત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દ્રષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જો આગળ વધે તોપણ પગ પાછા પડે છે, અર્થાત પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યકત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે. જો કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હોય તોપણ તે બોલવામાત્ર છે, કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી. 221 જેણે વડનું વૃક્ષ જોયું ના હોય તેવાને જો એમ કહેવામાં આવે કે આ રાઈના દાણા જેવડા વડના બીજમાંથી આશરે એક માઈલના વિસ્તારમાં સમાય એવું મોટું ઝાડ થઈ શકે છે તો તે વાત તેના માનવામાં ન આવતાં કહેનારને ઊલટા રૂપમાં લઈ જાય છે. પણ જેણે વડનું વૃક્ષ જોયું છે અને આ વાતનો અનુભવ છે. તેને વડના બીજમાં ડાળ, મૂળ, પાન, શાખા, ફળ, ફૂલાદિવાળું મોટું વૃક્ષ સમાયું છે એ વાત માનવામાં આવે છે, પ્રતીત થાય છે. પુગલ જે રૂપી પદાર્થ છે, મૂર્તિમંત છે તેના એક સ્કંધના એક ભાગમાં અનંતા ભાગ છે એ વાત પ્રત્યક્ષ હોવાથી માનવામાં આવે છે, પણ તેટલા જ ભાગમાં જીવ અરૂપી, અમૂર્તિમંત હોવાથી વધારે સમાઈ શકે છે. પણ ત્યાં અનંતાને બદલે અસંખ્યાતા કહેવામાં આવે તોપણ માનવામાં આવતું નથી, એ આશ્ચર્યકારક વાત છે. આ પ્રમાણે પ્રતીત થવા માટે અનેક નય, રસ્તા બતાવવામાં આવ્યા છે, જેથી કોઈ રીતે જો પ્રતીતિ થઈ તો વડના બીજની પ્રતીતિ માફક મોક્ષના બીજની સમ્યકત્વરૂપે પ્રતીતિ થાય છે; મોક્ષ છે એ નિશ્ચય થાય છે, એમાં કશો શક નથી.
Page #31
--------------------------------------------------------------------------
________________ 222 ધર્મ સંબંધી (શ્રી રત્નકરંડ શ્રાવકાચાર) : આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ. આત્માનો સ્વભાવ તે ધર્મ. સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ. સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ; ત્યાં બંધનો અભાવ છે. સમ્યફજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યફચારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે. પદ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ. જે સંસારપરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર, આગમ એટલે આપ્ટે કહેલા પદાર્થની શબ્દદ્વારાએ કરી રચનારૂપ શાસ્ત્ર. આપ્તના પ્રરૂપ્યાં શાસ્ત્રાનુસાર આચરણ કરવાવાળા, આપ્તના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદગુરૂ. સમ્યક્દર્શન એટલે સત્ય આપ્ત, શાસ્ત્ર અને ગુરૂનું શ્રદ્ધાન. સમ્યક્દર્શન ત્રણ મૂઢતા કરી રહિત, નિઃશંકાદિ આઠ અંગ સહિત, આઠ મદ અને છ અનાયતનથી રહિત છે. સાત તત્વ અથવા નવ પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યક્દર્શન કહ્યું છે. પરંતુ દોષરહિત શાસ્ત્રના ઉપદેશ વિના સાત તત્ત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય ? નિર્દોષ આપ્ત વિના સત્યાર્થ આગમ શી રીતે પ્રગટ થાય ? તેથી સમ્યક્દર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે. આપ્તપુરુષ ક્ષુધાતૃષાદિ અઢાર દોષ રહિત હોય છે. ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે. આપ્ત ભગવાન નિર્દોષ, સર્વજ્ઞ અને હિતોપદેશક છે.