Book Title: Vachanamrut 0022 1 Swarodaya Gnan
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330142/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 22 સ્વરોદય જ્ઞાન મુંબઈ, કારતક, 1943 આ ગ્રંથ ‘સ્વરોદય જ્ઞાન’ વાંચનારના કરકમળમાં મૂકતાં તે વિષે કેટલીક પ્રસ્તાવના કરવી યોગ્ય છે એમ ગણી તેવી પ્રવૃત્તિ કરું છું. ‘સ્વરોદય જ્ઞાન’ની ભાષા અર્ધ હિંદી અને અર્ધ ગુજરાતી આપણે જોઈ શકીશું. તેના કર્તા એ આત્માનુભવી માણસ હતા; પરંતુ બેમાંથી એકે ભાષા સંપ્રદાયપૂર્વક ભણ્યા હોય એવું કંઈ જણાતું નથી. એથી એમની આત્મશક્તિ કે યોગદશાને કંઈ બાધા નથી, તેમ ભાષાશાસ્ત્રી થવાની તેમની કંઈ ઇચ્છા પણ રહી હોય એમ નહીં હોવાથી પોતાને જે કંઈ અનુભવગમ્ય થયું છે, તેમાંનો લોકોને મર્યાદાપૂર્વક કંઈ પણ બોધ જણાવી દેવો, એ તેમની જિજ્ઞાસાથી આ ગ્રંથની ઉત્પત્તિ છે - અને એમ હોવાથી જ ભાષા કે છંદની ટાપટીપ અથવા યુક્તિપ્રયુક્તિનું વધારે દર્શન આ ગ્રંથમાં જોઈ શકતા નથી. જગત જ્યારે અનાદિ અનંત માટે છે, ત્યારે પછી તેની વિચિત્રતા ભણીમાં વિસ્મયતા શું કરીએ ? આજ કદાપિ જડવાદ માટે સંશોધન ચાલી રહી આત્મવાદને ઉડાવી દેવાનું પ્રયત્ન છે - તો એવા પણ અનંત કાળ આવ્યા છે કે આત્મવાદનું પ્રાધાન્યપણું હતું, તેમ જડવાદ માટે પણ હતું. તત્ત્વજ્ઞાનીઓ એ માટે કંઈ વિચારમાં પડી જતા નથી, કારણ જગતની એવી જ સ્થિતિ છે, ત્યાં વિકલ્પથી આત્માને દુખવવો કાં ? પણ સર્વ વાસનાનો ત્યાગ કર્યા પછી જે વસ્તુનો અનુભવ થયો, તે વસ્તુ શું, અર્થાત પોતે અને બીજું શું ? કે પોતે તે પોતે, એ વાતનો નિર્ણય લીધો. ત્યાર પછી તો ભેદવૃત્તિ રહી નહીં, એટલે દર્શનની સમ્યકતાથી તેઓને એ જ સમતિ રહી કે મોહાધીન આત્મા પોતે પોતાને ભૂલી જઈ જડપણું સ્વીકારે છે, તેમાં કંઈ આશ્ચર્ય નથી. વળી તેનું સ્વીકારવું શબ્દની તકરારમાં--- વર્તમાન સૈકામાં અને વળી તેનાં પણ કેટલાંક વર્ષ વ્યતીત થતાં સુધી ચિદાનંદજી આત્મજ્ઞનું વિદ્યમાનપણું હતું. ઘણો જ સમીપનો વખત હોવાથી જેમને તેમનાં દર્શન થયેલા, સમાગમ થયેલો, અને જેઓને તેમની દશાનો અનુભવ થયેલો તેમાંના કેટલાંક પ્રતીતિવાળાં મનુષ્યોથી તેમને માટે જાણી શકાયું છે, તેમ હજુ પણ તેવાં મનુષ્યોથી જાણી શકાય તેવું છે. જૈન મુનિ થયા પછી પોતાની નિર્વિકલ્પ દશા થઈ જવાથી ક્રમપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી યમનિયમ તેઓ હવે પાળી શકશે નહીં, તેમ તેમને લાગ્યું. જે પદાર્થની પ્રાપ્તિ માટે યમનિયમનું ક્રમપૂર્વક પાલન રહ્યું છે, તે વસ્તુની પ્રાપ્તિ થઈ તો પછી તે શ્રેણીએ પ્રવર્તવું અને ન પ્રવર્તવું બન્ને સમ છે, આમ તત્વજ્ઞાનીઓની માન્યતા છે. જેને અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલો મુનિ એમ નિગ્રંથ પ્રવચનમાં માનેલું છે, એમાંની સર્વોત્તમ જાતિ માટે કાંઈ કહેવાઈ શકાતું નથી, પણ એકમાત્ર તેમના વચનનો મારા અનુભવજ્ઞાનને લીધે પરિચય થતાં એમ કહેવાનું બની શક્યું છે કે તેઓ મધ્યમ અપ્રમત્તદશામાં પ્રાયે હતા. વળી યમનિયમનું પાલન ગૌણતાએ તે દશામાં આવી જાય છે. એટલે વધારે આત્માનંદ માટે તેમણે એ દશા માન્ય રાખી. આ કાળમાં Page #2 -------------------------------------------------------------------------- ________________ એવી દશાએ પહોંચેલા બહુ જ થોડા મનુષ્યની પ્રાપ્તિ પણ દુર્લભ છે, ત્યાં અપ્રમત્તતા વિષે વાતનો અસંભવ ત્વરાએ થશે એમ ગણી તેઓએ પોતાનું જીવન અનિયતપણે અને ગુપ્તપણે ગાળ્યું. એવી જ દશામાં જો તેઓ રહ્યા હોત તો ઘણાં મનુષ્યો તેમના મુનિપણાની સ્થિતિશિથિલતા સમજત અને તેમ સમજવાથી તેઓ પર આવા પુરુષથી અધીષ્ટ છાપ ન પડત. આવો હાર્દિક નિર્ણય હોવાથી તેઓએ એ દશા સ્વીકારી. णमो जहट्ठिय वत्थुवाईणं રૂપાતીત વ્યતીતમલ, પૂર્ણાનંદી ઈસ; ચિદાનંદ તાકું નમત, વિનય સહિત નિજ શીસ.... રૂપથી રહિત, કર્મરૂપી મેલ જેનો નાશ પામ્યો છે, પૂર્ણ આનંદના જે સ્વામી છે, તેને ચિદાનંદજી પોતાનું મસ્તક નમાવી વિનય સહિત નમસ્કાર કરે છે. રૂપાતીત- એ શબ્દથી પરમાત્મ-દશા રૂપ રહિત છે, એમ સૂચવ્યું. વ્યતીતમલ- એ શબ્દથી કર્મનો નાશ થવાથી તે દશા પ્રાપ્ત થાય છે, એમ સૂચવ્યું. પૂર્ણાનંદી ઈસ- એ શબ્દથી તે દશાના સુખનું વર્ણન કહ્યું કે જ્યાં સંપૂર્ણ આનંદ છે, તેનું સ્વામિત્વ એમ સૂચવ્યું. રૂપરહિત તો આકાશ પણ છે, એથી કર્મમલ જવાથી આત્મા જડરૂપ સિદ્ધ થાય. એ આશંકા જવા કહ્યું કે તે દશામાં આત્મા પૂર્ણાનંદનો ઇશ્વર છે, અને એવું તેનું રૂપાતીતપણું છે. ચિદાનંદ તાકું નમત- એ શબ્દો વડે પોતાની તે પર નામ લઈને અનન્ય પ્રીતિ દર્શાવી. સમુચ્ચયે નમસ્કાર કરવામાં જે ભક્તિ તેનાં નામ લઈ પોતાનું એકત્વ દર્શાવી વિશેષ ભક્તિનું પ્રતિપાદન કર્યું. વિનય સહિત શબ્દથી યથાયોગ્ય વિધિનો બોધ કર્યો. ભક્તિનું મૂળ વિનય છે, એમ દર્શાવ્યું. નિજ શીસ- એ શબ્દથી દેહના સઘળા અવયવોમાં મસ્તક એ શ્રેષ્ઠ છે, અને એના નમાવવાથી સર્વાગ નમસ્કાર થયો. તેમજ શ્રેષ્ઠ વિધિ મસ્તક નમાવી નમસ્કાર કરવાની છે, એમ સૂચવ્યું. નિજ શબ્દથી આત્મત્વ જુદું દર્શાવ્યું, કે મારા ઉપાધિજન્ય દેહનું જે ઉત્તમાંગ છે.........(શીસ) કાલજ્ઞાનાદિક થકી, લહી આગમ અનુમાન; ગુરૂ કરુના કરી કહત હું, શુચિ સ્વરોદયજ્ઞાન. Page #3 -------------------------------------------------------------------------- ________________ કાલજ્ઞાન નામના ગ્રંથ વગેરેથી, જૈન સિદ્ધાંતમાં કહેલા બોધના અનુમાનથી અને ગુરૂની કૃપાના પ્રતાપ વડે કરીને સ્વરોદયનું પવિત્ર જ્ઞાન કહું છું. કાલજ્ઞાન એ નામનો અન્ય દર્શનમાં આયુષ્ય જાણવાનો બોધ કરનારો ઉત્તમ ગ્રંથ છે અને તે સિવાયના આદિ શબ્દથી બીજા ગ્રંથનો પણ આધાર લીધો છે, એમ કહ્યું. આગમ અનુમાન- એ શબ્દથી એમ દર્શાવ્યું કે જૈન શાસ્ત્રમાં આ વિચારો ગૌણતાએ દર્શાવ્યા છે, તેથી મારી દ્રષ્ટિએ જ્યાં જ્યાં જેમ બોધ લીધો તેમ તેમ મેં દર્શાવ્યું છે. મારી દ્રષ્ટિએ અનુમાન છે, કારણ હું આગમનો પ્રત્યક્ષ જ્ઞાની નથી, એ હેતુ. ગુરૂ કરુના- એ શબ્દોથી એમ કહ્યું કે કાલજ્ઞાન અને આગમના અનુમાનથી કહેવાની મારી સમર્થતા ન થાત, કારણ તે મારી કાલ્પનિક દ્રષ્ટિનું જ્ઞાન હતું, પણ તે જ્ઞાનનો અનુભવ કરી દેનારી જે ગુરૂ મહારાજની કૃપાદ્રષ્ટિ સ્વરકા ઉદય પિછાનિયે, અતિ થિરતા ચિત્ત ધાર; તાથી શુભાશુભ કીજીએ, ભાવિ વસ્તુ વિચાર. ચિત્તની અતિશય સ્થિરતા ધારણ કરીને ભાવિ વસ્તુનો વિચાર કરી “શુભાશુભ” એ; અતિ થિરતા ચિત્ત ધાર- એ વાક્યથી ચિત્તનું સ્વસ્થપણું કરવું જોઈએ ત્યારે સ્વરનો ઉદય થાય-યથાયોગ્ય, એમ સૂચવ્યું. શુભાશુભ ભાવિ વસ્તુ વિચાર- એ શબ્દથી એમ સૂચવ્યું કે તે જ્ઞાન પ્રતીતભૂત છે, અનુભવ કરી જુઓ ! હવે વિષયનો પ્રારંભ કરે છેઃ નાડી તો તનમેં ઘણી, પણ ચૌવીસ પ્રધાન; તામેં નવ પુનિ તાહમેં, તીન અધિક કર જાન. શરીરમાં નાડી તો ઘણી છે; પણ ચોવીસ તે નાડીઓમાં મુખ્ય છે; તેમાં વળી નવ મુખ્ય અને તેમાં પણ વિશેષ તો ત્રણ જાણ. હવે તે ત્રણ નાડીનાં નામ કહે છેઃ ઇંગલા પિંગલા સુષમના, એ તીનુંકે નામ; ભિન્ન ભિન્ન અબ કહત હું, તાકે ગુણ અરુ ધામ. ઇંગલા, પિંગલા, સુષુમણા એ ત્રણ નાડીનાં નામ છે; હવે તેના જુદા જુદા ગુણ અને રહેવાનાં સ્થળ કહું છું. અલ્પાહાર નિદ્રા વશ કરે, હેત સ્નેહ જગથી પરિહરે, Page #4 -------------------------------------------------------------------------- ________________ લોકલાજ નવિ ધરે લગાર. એક ચિત્ત પ્રભુથી પ્રીત ધાર. અલ્પ આહાર કરનાર, નિદ્રાને વશ કરનાર, એટલે નિયમિત નિદ્રાનો લેનાર; જગતનાં હેત-પ્રીતથી દૂર રહેનાર; (કાર્યસિદ્ધિથી પ્રતિકૂળ એવા) લોકની લજ્જા જેને નથી; ચિત્તને એકાગ્ર કરીને પરમાત્મામાં પ્રીતિ ધરનાર. આશા એક મોક્ષકી હોય, બીજી દુવિધા નવિ ચિત્ત કોય; ધ્યાન જોગ જાણો તે જીવ, જે ભવદુઃખથી ડરત સદીવ. મોક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે, અને સંસારના ભયંકર દુઃખથી નિરંતર જે કંપે છે; તેવા આત્માને ધ્યાન કરવા યોગ્ય જાણવો. પરનિંદા મુખથી નવિ કરે, નિજનિંદા સુણી સમતા ધરે, કરે સહુ વિકથા પરિહાર; રોકે કર્મ આગમન દ્વારા પોતાના મુખથી જેણે પરની નિંદાનો ત્યાગ કર્યો છે, પોતાની નિંદા સાંભળીને જે સમતા ધરી રહે છે, સ્ત્રી, આહાર, રાજ, દેશ ઇત્યાદિક સર્વ કથાનો જેણે છેદ કર્યો છે, અને કર્મને પ્રવેશ કરવાનાં દ્વાર જે અશુભ મન, વચન, કાયા તે જેણે રોકી રાખ્યાં છે. અહર્નિશ અધિકો પ્રેમ લગાવે, જોગાનલ ઘટમાંહિ જગાવે; અલ્પાહાર આસન દ્રઢ કરે, નયન થકી નિદ્રા પરિહરે. રાત્રિદિન ધ્યાનવિષયમાં ઘણો પ્રેમ લગાવ્યાથી યોગરૂપી અગ્નિ (કર્મને બાળી દેનાર) ઘટમાં જગાવે. (એ જાણે ધ્યાનનું જીવન.) હવે તે વિના તેનાં બીજાં સાધન બોધે છે. થોડો આહાર અને આસનનું દ્રઢપણું કરે. પદ્મ, વીર, સિદ્ધ કે ગમે તે આસન કે જેથી મનોગતિ વારંવાર ન ખેંચાય તેવું આસન આ સ્થળે સમજાવ્યું છે. એ પ્રમાણે આસનનો જય કરી નિદ્રાનો પરિત્યાગ કરે. અહીં પરિત્યાગને દેશપરિત્યાગ સમજાવ્યો છે. યોગને જે નિદ્રાથી બાધ થાય છે તે નિદ્રા અર્થાત પ્રમત્તપણાનું કારણ દર્શનાવરણીયની વૃદ્ધિ ઇત્યાદિકથી ઉત્પન્ન થતી અથવા અકાલિક નિદ્રા તેનો ત્યાગ. Page #5 -------------------------------------------------------------------------- ________________ મેરા મેરા મત કરે, તેરા નહિ હૈ કોય; ચિદાનંદ પરિવારકા, મેલા હૈ દિન દોય. ચિદાનંદજી પોતાના આત્માને ઉપદેશ છે કે રે જીવ ! મારું મારું નહીં કર; તારું કોઈ નથી. હે ચિદાનંદ ! પરિવારનો મેળ બે દિવસનો છે. ઐસા ભાવ નિહાર નિત, કીજે જ્ઞાન વિચાર; મિટે ન જ્ઞાન બિચાર બિન, અંતર-ભાવ-વિકાર. એવો ક્ષણિક ભાવ નિરંતર જોઈને હે આત્મા, જ્ઞાનનો વિચાર કર. જ્ઞાનવિચાર કર્યા વિના માત્ર એકલી બાહ્ય ક્રિયાથી) અંતરમાં ભાવકર્મના રહેલા વિકાર મટતા નથી. જ્ઞાન-રવિ વૈરાગ્ય જસ, હિરદે ચંદ સમાન; તાસ નિકટ કહો ક્યોં રહે, મિથ્યાતમ દુ:ખ જાન. જીવ ! સમજ કે જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્યનો પ્રકાશ થયો છે, અને જેના હૃદયમાં વૈરાગ્યરૂપી ચંદ્રનો ઉદય થયો છે; તેના સમીપ કેમ રહે - શું? મિથ્યા ભ્રમરૂપી અંધકારનું દુઃખ. જૈસે કંચુક ત્યાગસે, બિનસત નહીં ભુજંગ; દેહ ત્યાગસે જીવ પુનિ, તૈસે રહત અભંગ. જેમ કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ નાશ પામતો નથી તેમ દેહનો ત્યાગ કરવાથી જીવ પણ અભંગ રહે છે એટલે નાશ પામતો નથી. અહીં દેહથી જીવ ભિન્ન છે એમ સિદ્ધતા કરેલી છે. કેટલાક આત્માઓ તે દેહ અને જીવની ભિન્નતા નથી, દેહનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય એમ કહે છે, તે માત્ર વિકલ્પરૂપ છે પણ પ્રમાણભૂત નથી, કેમકે તેઓ કાંચળીના નાશથી સર્પનો પણ નાશ થયેલો સમજે છે, અને એ વાત તો પ્રત્યક્ષ છે કે સર્પનો નાશ કાંચળીના ત્યાગથી નથી, તેમ જ જીવને માટે છે. દેહ છે તે જીવની કાંચળી માત્ર છે. કાંચળી જ્યાં સુધી સર્પના સંબંધમાં છે, ત્યાં સુધી જેમ સર્પ ચાલે છે, તેમ તે તેની સાથે ચાલે છે, તેની પેઠે વળે છે અને તેની સર્વ ક્રિયાઓ સર્પની ક્રિયાને આધીન છે. સર્પે તેનો ત્યાગ કર્યો કે ત્યાર પછી તેમાંની એકે ક્રિયા કાંચળી કરી શકતી નથી, જે ક્રિયામાં પ્રથમ તે વર્તતી હતી તે સર્વ ક્રિયાઓ માત્ર સર્પની હતી, એમાં કાંચળી માત્ર સંબંધરૂપ હતી. એમ જ દેહ પણ જેમ જીવ કર્માનુસાર ક્રિયા કરે છે તેમ વર્તે છે; ચાલે છે, બેસે છે, ઊઠે છે, એ બધું જીવરૂપ પ્રેરકથી છે, તેનો વિયોગ થવા પછી કાંઈ નથી; [અપૂર્ણ Page #6 -------------------------------------------------------------------------- _