________________ એવી દશાએ પહોંચેલા બહુ જ થોડા મનુષ્યની પ્રાપ્તિ પણ દુર્લભ છે, ત્યાં અપ્રમત્તતા વિષે વાતનો અસંભવ ત્વરાએ થશે એમ ગણી તેઓએ પોતાનું જીવન અનિયતપણે અને ગુપ્તપણે ગાળ્યું. એવી જ દશામાં જો તેઓ રહ્યા હોત તો ઘણાં મનુષ્યો તેમના મુનિપણાની સ્થિતિશિથિલતા સમજત અને તેમ સમજવાથી તેઓ પર આવા પુરુષથી અધીષ્ટ છાપ ન પડત. આવો હાર્દિક નિર્ણય હોવાથી તેઓએ એ દશા સ્વીકારી. णमो जहट्ठिय वत्थुवाईणं રૂપાતીત વ્યતીતમલ, પૂર્ણાનંદી ઈસ; ચિદાનંદ તાકું નમત, વિનય સહિત નિજ શીસ.... રૂપથી રહિત, કર્મરૂપી મેલ જેનો નાશ પામ્યો છે, પૂર્ણ આનંદના જે સ્વામી છે, તેને ચિદાનંદજી પોતાનું મસ્તક નમાવી વિનય સહિત નમસ્કાર કરે છે. રૂપાતીત- એ શબ્દથી પરમાત્મ-દશા રૂપ રહિત છે, એમ સૂચવ્યું. વ્યતીતમલ- એ શબ્દથી કર્મનો નાશ થવાથી તે દશા પ્રાપ્ત થાય છે, એમ સૂચવ્યું. પૂર્ણાનંદી ઈસ- એ શબ્દથી તે દશાના સુખનું વર્ણન કહ્યું કે જ્યાં સંપૂર્ણ આનંદ છે, તેનું સ્વામિત્વ એમ સૂચવ્યું. રૂપરહિત તો આકાશ પણ છે, એથી કર્મમલ જવાથી આત્મા જડરૂપ સિદ્ધ થાય. એ આશંકા જવા કહ્યું કે તે દશામાં આત્મા પૂર્ણાનંદનો ઇશ્વર છે, અને એવું તેનું રૂપાતીતપણું છે. ચિદાનંદ તાકું નમત- એ શબ્દો વડે પોતાની તે પર નામ લઈને અનન્ય પ્રીતિ દર્શાવી. સમુચ્ચયે નમસ્કાર કરવામાં જે ભક્તિ તેનાં નામ લઈ પોતાનું એકત્વ દર્શાવી વિશેષ ભક્તિનું પ્રતિપાદન કર્યું. વિનય સહિત શબ્દથી યથાયોગ્ય વિધિનો બોધ કર્યો. ભક્તિનું મૂળ વિનય છે, એમ દર્શાવ્યું. નિજ શીસ- એ શબ્દથી દેહના સઘળા અવયવોમાં મસ્તક એ શ્રેષ્ઠ છે, અને એના નમાવવાથી સર્વાગ નમસ્કાર થયો. તેમજ શ્રેષ્ઠ વિધિ મસ્તક નમાવી નમસ્કાર કરવાની છે, એમ સૂચવ્યું. નિજ શબ્દથી આત્મત્વ જુદું દર્શાવ્યું, કે મારા ઉપાધિજન્ય દેહનું જે ઉત્તમાંગ છે.........(શીસ) કાલજ્ઞાનાદિક થકી, લહી આગમ અનુમાન; ગુરૂ કરુના કરી કહત હું, શુચિ સ્વરોદયજ્ઞાન.