________________ 22 સ્વરોદય જ્ઞાન મુંબઈ, કારતક, 1943 આ ગ્રંથ ‘સ્વરોદય જ્ઞાન’ વાંચનારના કરકમળમાં મૂકતાં તે વિષે કેટલીક પ્રસ્તાવના કરવી યોગ્ય છે એમ ગણી તેવી પ્રવૃત્તિ કરું છું. ‘સ્વરોદય જ્ઞાન’ની ભાષા અર્ધ હિંદી અને અર્ધ ગુજરાતી આપણે જોઈ શકીશું. તેના કર્તા એ આત્માનુભવી માણસ હતા; પરંતુ બેમાંથી એકે ભાષા સંપ્રદાયપૂર્વક ભણ્યા હોય એવું કંઈ જણાતું નથી. એથી એમની આત્મશક્તિ કે યોગદશાને કંઈ બાધા નથી, તેમ ભાષાશાસ્ત્રી થવાની તેમની કંઈ ઇચ્છા પણ રહી હોય એમ નહીં હોવાથી પોતાને જે કંઈ અનુભવગમ્ય થયું છે, તેમાંનો લોકોને મર્યાદાપૂર્વક કંઈ પણ બોધ જણાવી દેવો, એ તેમની જિજ્ઞાસાથી આ ગ્રંથની ઉત્પત્તિ છે - અને એમ હોવાથી જ ભાષા કે છંદની ટાપટીપ અથવા યુક્તિપ્રયુક્તિનું વધારે દર્શન આ ગ્રંથમાં જોઈ શકતા નથી. જગત જ્યારે અનાદિ અનંત માટે છે, ત્યારે પછી તેની વિચિત્રતા ભણીમાં વિસ્મયતા શું કરીએ ? આજ કદાપિ જડવાદ માટે સંશોધન ચાલી રહી આત્મવાદને ઉડાવી દેવાનું પ્રયત્ન છે - તો એવા પણ અનંત કાળ આવ્યા છે કે આત્મવાદનું પ્રાધાન્યપણું હતું, તેમ જડવાદ માટે પણ હતું. તત્ત્વજ્ઞાનીઓ એ માટે કંઈ વિચારમાં પડી જતા નથી, કારણ જગતની એવી જ સ્થિતિ છે, ત્યાં વિકલ્પથી આત્માને દુખવવો કાં ? પણ સર્વ વાસનાનો ત્યાગ કર્યા પછી જે વસ્તુનો અનુભવ થયો, તે વસ્તુ શું, અર્થાત પોતે અને બીજું શું ? કે પોતે તે પોતે, એ વાતનો નિર્ણય લીધો. ત્યાર પછી તો ભેદવૃત્તિ રહી નહીં, એટલે દર્શનની સમ્યકતાથી તેઓને એ જ સમતિ રહી કે મોહાધીન આત્મા પોતે પોતાને ભૂલી જઈ જડપણું સ્વીકારે છે, તેમાં કંઈ આશ્ચર્ય નથી. વળી તેનું સ્વીકારવું શબ્દની તકરારમાં--- વર્તમાન સૈકામાં અને વળી તેનાં પણ કેટલાંક વર્ષ વ્યતીત થતાં સુધી ચિદાનંદજી આત્મજ્ઞનું વિદ્યમાનપણું હતું. ઘણો જ સમીપનો વખત હોવાથી જેમને તેમનાં દર્શન થયેલા, સમાગમ થયેલો, અને જેઓને તેમની દશાનો અનુભવ થયેલો તેમાંના કેટલાંક પ્રતીતિવાળાં મનુષ્યોથી તેમને માટે જાણી શકાયું છે, તેમ હજુ પણ તેવાં મનુષ્યોથી જાણી શકાય તેવું છે. જૈન મુનિ થયા પછી પોતાની નિર્વિકલ્પ દશા થઈ જવાથી ક્રમપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી યમનિયમ તેઓ હવે પાળી શકશે નહીં, તેમ તેમને લાગ્યું. જે પદાર્થની પ્રાપ્તિ માટે યમનિયમનું ક્રમપૂર્વક પાલન રહ્યું છે, તે વસ્તુની પ્રાપ્તિ થઈ તો પછી તે શ્રેણીએ પ્રવર્તવું અને ન પ્રવર્તવું બન્ને સમ છે, આમ તત્વજ્ઞાનીઓની માન્યતા છે. જેને અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલો મુનિ એમ નિગ્રંથ પ્રવચનમાં માનેલું છે, એમાંની સર્વોત્તમ જાતિ માટે કાંઈ કહેવાઈ શકાતું નથી, પણ એકમાત્ર તેમના વચનનો મારા અનુભવજ્ઞાનને લીધે પરિચય થતાં એમ કહેવાનું બની શક્યું છે કે તેઓ મધ્યમ અપ્રમત્તદશામાં પ્રાયે હતા. વળી યમનિયમનું પાલન ગૌણતાએ તે દશામાં આવી જાય છે. એટલે વધારે આત્માનંદ માટે તેમણે એ દશા માન્ય રાખી. આ કાળમાં