Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી કુંભસ્થાપના
શ્રી કુંભ એ પૂર્ણત્વનું પ્રતિક છે. શૂન્યમાંથી પૂર્ણ બનવાની વિકાસયાત્રાનું પ્રતિક છે. કુંભ મંગલ ચિહ્નોમાં એનો સમાવેશ જ એની મહત્તા દર્શાવે છે. કુંભમાં રહેલા પારદર્શી જળ આત્માના અનંત ગુણોને પ્રગટાવવાની પ્રેરણા આપે છે. કુંભમાં જેમ જળ સ્થિર થાય તેમ આપણને સ્વભાવમાં સ્થિર થવાનું છે.
ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ માંગલિક પ્રસંગે, નવુ ઘર લેત, નવી દુકાન કે ફેકટરી શરૂ કરતાં પહેલા કુંભ સ્થાપન કરવામાં આવે છે. શ્રી કુંભ એ માંગલિક અને શ્રેષ્ઠ શુકન માનવામાં આવે છે. શ્રી કુંભસ્થાપના કરનાર પરિવાર હંમેશા ભરેલા રહે છે. નવકાર, ઉપસગ્ગહર અને મોટી શાંતિ બોલવા દ્વારા અખંડ ધારાએ આ કુંભ ભરવાનો હોય છે. વિશ્વના સર્વ જીવોની સુખશાંતિની મંગલ ભાવના ભાવવામાં આવે છે. બંને ટાઈમ નવસ્મરણ ગણવામાં આવે છે.
આમ, આપણી મહોત્સવ નિવિદને પરિપૂર્ણ થાય તેનું આ પ્રથમ સોપાન છે. આ ખૂબ માંગલિક વિધાન છે અને બાહયશાંતિનું પ્રતિક છે.
============================================
શ્રી અખંડ દિપક સ્થાપના
અંધકારનો નાશ કરી પ્રમોદદાયી પ્રકાશ પાથરે છે. દીપક, દીપક એ જ્ઞાનનું પ્રતીક છે. અનાદિકાળના અજ્ઞાનતાના અંધકારને હરી આત્માને કેવળ જ્ઞાનથી ભરી દે એવો એની પાછળ આશય છે. દીપક પોતે મૂંગો છતાં ખૂબ પ્રેરણા આપ્યા કરે છે. પોતે બળી બીજાને ઉર્જા અને ઉષ્મા આપવાનું એનું વ્રત હોય છે. દીપક જયાં હોય ત્યાં પવિત્રતા વાસ કરે છે. દેવો સાન્નિધ્ય કરે એની સ્થિર શાંત જયોતિ આત્મધ્યાનની પરિચાયિકા બની રહે છે.
દીપક સ્થાપના એ આંતરશકિતનું પ્રતીક છે. આપણી અંદર રહેલી ચેતના જાગૃત થાય એ એનો ઉદ્દેશ છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી જવારારોપણ
આત્મારૂપી શુધ્ધ ભૂમિનું ગુરૂપચનરૂપી તીણ હળથી ખેડાણ કરી, એમાં જિનાસાનું બીજ જવ વાવી, વત-મહાવત-ભાવના-સમિતિ ગુપ્તિ આદિની વાડ કરી, ઉપશમાદિ ગુણજળ સિંચી, સ્વાધ્યાય તપ જપનો પ્રકાશ આપીએ તો ભવસ્થિતિ પરિપકવતા રૂપી અંકુરા ખીલી નીકળે, સદગતિ, અને સદગુણ પ્રાપ્તિ રૂપ ડાળાં પાંખડી થાય, સમાધિરૂપ પુષ્પ પાંગરે અને પ્રાંતે શિવગતિ રૂપ ફળનો લાભ થાય. કુંવારી છોકરીઓ નવકાર મંત્રના સ્મરણ પૂર્વક આ પવિત્ર વિધાન કરે છે. વિશ્વમાં શાંતિ પ્રગટો એ આની પાછળનું હાર્દ છે.
========================================
શ્રી થાવગ્રહ પાટલા પૂજા
આપણે જેમ પરમાત્માના ભકત છીએ તેમ આ નવગ્રહો પણ પરમાત્માના પરમ ભકત દેવો છે. પરમાત્માના પાદપહોની સેવામાં નિરંતર રહે છે. તેઓ ખૂબ શકિતશાળી છે. આપણી પ્રતિષ્ઠા મહોત્સવમાં એમને સહપરિવાર, પોતાના વાહનો અને આયુધો સાથે પધારવાનું આમંત્રણ આપીએ છીએ. તેમની અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવે છે.
દરેક ગ્રહના રંગ પ્રમાણે એ રંગની માળાથી એમનો જાણ કરવામાં આવે છે. આપણી પ્રતિષ્ઠા મહોત્સવ નિવિદને પરિપૂર્ણ થાય તેવી ભાવના ભાવવામાં આવે છે.
============================================
શ્રી દર્શાદેપાલ પાટલાપૂજન
દશેય દિશાના સ્વાત્રિ આ દશદિપાલ દેવો છે. એમનું પણ બહુમાનપૂર્વક આહ્વાન કરી આમંત્રણ આપી અષ્ટપ્રકારી પુજન કરી એમના રંગે પ્રમાણે માળા ગણવા દ્વારા એમનો જાણ કરી સકળ સંઘની ઋધ્ધિ વૃધ્ધિ, તૃષ્ટિ, પુષ્ટિ, શાંતિ માટે આશીર્વાદ માંગવામાં આવે છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રી અષ્ટમંગલ પાટલાપૂજન
અષ્ટમંગલના દર્શન પુણ્યકારી અને મંગલકારી છે. શુભસૂચક અને . અશુભનાશક આઠ મંગળોનું અષ્ટપ્રકારી પૂજન કરવામાં આવે છે. ઈન્દ્ર મહારાજા પોતે મેરૂપર્વત ૫૨ પ્રભુના જન્મ સમયે આઠ મંગળોનું આલેખન કરે છે.
શ્રી નંદાવર્તપૂજન
નંદી + આવર્ત = આ બે શબ્દોથી નંદાવર્ત શબ્દ બન્ય છે. નંદી શબ્દ જ્ઞાનના અર્થમાં વપરાય છે. પરમાત્માની ભાવનિક્ષેપાની અવસ્થા એટલે કેવળજ્ઞાન થયા બાદની મસયસરણસ્થ અવસ્થા સમયસરણમાં જ્ઞાનની મુખ્યતા હોવાથી એ માટે નંદી શબ્દ પ્રયોજાય છે. 'નાણ' શબ્દએ જ્ઞાનનું અયાભ્રંશ રૂપ જ છે. પ્રભુના જ્ઞાનતિશય સાથે સંબંધ ધરાવતુ આ પૂજન છે. ૨૯૧ સમ્યગૃદ્રષ્ટિ દેવી દેવતાઓનું પૂજન થાય છે. પ્રતિષ્ઠા પ્રસંગે તેમને આમંત્રણ અપાય છે.
શ્રી અઢાર અભિષેક
જન્મતાં જ નિર્મળ, સુવાસી શ૨ી૨ લઈ પધારેલા પ્રભુના દેહમાં અશુચિનો સંભવ જ કયાંથી હોય ? વળી કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થયા બાદ અજ્ઞાનાદિ અઢાર દોષ પણ પ્રભુમાં કયાંથી હોય ? એટલે દોષને દૂર કરી શુધ્ધિ ક૨વા માટે અઢા૨ અભિષેક સાક્ષાત પ્રભુમાં ન ઘટે છતાંય શ્રી જિનનું બિંબ ઔદારિક પુદ્ગલમાંથી બનેલું હોઈ આપણ અવિયેક, અજ્ઞાન, અનુપયોગ વશ કોઈ અશુધ્ધિનો સંચય થયો હોય તેને દૂર કરી આલંબનની શુધ્ધતા ક૨વા માટે યોજાય છે. અઢાર ભષેક તેના દ્વારા નિર્મળ થાય છે. આપણો આત્મા પ્રોતક્ષણે અઢાર પાપસ્થાનકોનું સેવન કરવા દ્વારા ભા૨ેકર્મા બની સંસા૨ પરિભ્રમણ વિસ્તા૨ીએ છીએ. એનાથી બચવા આત્માને શુધ્ધ, નિર્મળ કરવા પવિત્ર, પુણ્યકારી વિધાન છે. અઢાર અભિષેક
Page #4
--------------------------------------------------------------------------
________________ પ્રભુજીની પ્રતિષ્ઠાનો પ્રભાવ પ્રભુ પ્રતિષ્ઠાના મંત્રોચ્ચાર સમગ્ર વાયુ મંડળને પ્રભાવિત કરે છે. દેવી દેવતાઓનું સાન્નિધ્ય પ્રાપ્ત કરાવે છે, પુણ્ય પરમાણુઓનો પ્રચાર પ્રસાર કરે છે, મંગલ અને કલ્યાણની વણથંભી પરંપરાનું સર્જન કરે છે, આધ્યાત્મિક વિકાસની પંકિતઓ ખૂલી મુકે છે, જગતની આધિ-વ્યાધિ અને ઉપાધિઓનું શમન કરે છે. નિષ્કામ જિનભકિત કરનાર ભકતને ઊંચામાં ઊંચા ભૌતિક સુખોનું પ્રદાન કહે છે, વાળી આ સુખોમાં પણ આત્માના વૈરાગ્યને જવલંત અને જીવંત રાખે છે, જીવનમાં સગુણોની સુરસરિતા અને શાંતિનો સમુદ્ર સર્જી આપે છે. કર્મોદયે જીવનમાં તૂટી પડતા દુઃખના ડુંગરામાંય જીવને દુઃખી બનતાં અટકાવે છે, સાગરની જેમ છલગતા સુખમાંય મલકાતા અટકાવે છે, સુખ અને દુઃખ, શત્રુ અને મિત્ર, સંપતિ અને આપતિ, અનુકૂળતા અને પ્રતિકૂળતા આ દરેક પરિસ્થિતિમાં સમાધિ અપાવે છે. અનાદિકાળથી ચાલ આવતી રઝળપાટનો અંત લાવી અનંત દુઃખથી મુકિત આપવા અનંત, અક્ષય, શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવવા સ્વરૂપ પરમપદ મોક્ષપદ આપે છે. ==================================== શાંતિરજ્ઞાત્ર પૂજન * :::::::::::::: સકળ સંઘની ચડતી માટે, ઋધ્ધિ વૃદ્ધિ માટે, સુખશાંતિ માટે સંઘ પર આવતાં ઉપદ્રવોની શાંતિ માટે સંઘના અભ્યદય માટે પ્રતિષ્ઠાના પાવનકારી પ્રસંગે આ પૂજન ભણાવય છે. વિશ્વશાંતિ માટે ખૂબ જ મંગલકારી વિધાન છે. સકલ શ્રી સંઘમાં મુકિતમાર્ગમ્ની આરાધના અખંડ ચાલે એ માટે આરાધનામાં અશાંતિ ઉત્પન્ન કરતાં પરિબળોને શાંત કરવા આ પવિત્ર વિધાન છે. ર૭ અથવા 108 પરિવાર લાભ લઈ શકે છે. શાંતિનાથ ભગવાન, પાશ્ર્વનાથ ભગવાન, 170 તીર્થકરો અને ચતુનિકોય દેવોનું સ્મરણ, વંદન કરવા દ્વારા દરેક વખતે અભિષેક થાય અને અષ્ટપ્રકારી પૂજા થાય છે.