________________
શ્રી જવારારોપણ
આત્મારૂપી શુધ્ધ ભૂમિનું ગુરૂપચનરૂપી તીણ હળથી ખેડાણ કરી, એમાં જિનાસાનું બીજ જવ વાવી, વત-મહાવત-ભાવના-સમિતિ ગુપ્તિ આદિની વાડ કરી, ઉપશમાદિ ગુણજળ સિંચી, સ્વાધ્યાય તપ જપનો પ્રકાશ આપીએ તો ભવસ્થિતિ પરિપકવતા રૂપી અંકુરા ખીલી નીકળે, સદગતિ, અને સદગુણ પ્રાપ્તિ રૂપ ડાળાં પાંખડી થાય, સમાધિરૂપ પુષ્પ પાંગરે અને પ્રાંતે શિવગતિ રૂપ ફળનો લાભ થાય. કુંવારી છોકરીઓ નવકાર મંત્રના સ્મરણ પૂર્વક આ પવિત્ર વિધાન કરે છે. વિશ્વમાં શાંતિ પ્રગટો એ આની પાછળનું હાર્દ છે.
========================================
શ્રી થાવગ્રહ પાટલા પૂજા
આપણે જેમ પરમાત્માના ભકત છીએ તેમ આ નવગ્રહો પણ પરમાત્માના પરમ ભકત દેવો છે. પરમાત્માના પાદપહોની સેવામાં નિરંતર રહે છે. તેઓ ખૂબ શકિતશાળી છે. આપણી પ્રતિષ્ઠા મહોત્સવમાં એમને સહપરિવાર, પોતાના વાહનો અને આયુધો સાથે પધારવાનું આમંત્રણ આપીએ છીએ. તેમની અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવે છે.
દરેક ગ્રહના રંગ પ્રમાણે એ રંગની માળાથી એમનો જાણ કરવામાં આવે છે. આપણી પ્રતિષ્ઠા મહોત્સવ નિવિદને પરિપૂર્ણ થાય તેવી ભાવના ભાવવામાં આવે છે.
============================================
શ્રી દર્શાદેપાલ પાટલાપૂજન
દશેય દિશાના સ્વાત્રિ આ દશદિપાલ દેવો છે. એમનું પણ બહુમાનપૂર્વક આહ્વાન કરી આમંત્રણ આપી અષ્ટપ્રકારી પુજન કરી એમના રંગે પ્રમાણે માળા ગણવા દ્વારા એમનો જાણ કરી સકળ સંઘની ઋધ્ધિ વૃધ્ધિ, તૃષ્ટિ, પુષ્ટિ, શાંતિ માટે આશીર્વાદ માંગવામાં આવે છે.