SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુજીની પ્રતિષ્ઠાનો પ્રભાવ પ્રભુ પ્રતિષ્ઠાના મંત્રોચ્ચાર સમગ્ર વાયુ મંડળને પ્રભાવિત કરે છે. દેવી દેવતાઓનું સાન્નિધ્ય પ્રાપ્ત કરાવે છે, પુણ્ય પરમાણુઓનો પ્રચાર પ્રસાર કરે છે, મંગલ અને કલ્યાણની વણથંભી પરંપરાનું સર્જન કરે છે, આધ્યાત્મિક વિકાસની પંકિતઓ ખૂલી મુકે છે, જગતની આધિ-વ્યાધિ અને ઉપાધિઓનું શમન કરે છે. નિષ્કામ જિનભકિત કરનાર ભકતને ઊંચામાં ઊંચા ભૌતિક સુખોનું પ્રદાન કહે છે, વાળી આ સુખોમાં પણ આત્માના વૈરાગ્યને જવલંત અને જીવંત રાખે છે, જીવનમાં સગુણોની સુરસરિતા અને શાંતિનો સમુદ્ર સર્જી આપે છે. કર્મોદયે જીવનમાં તૂટી પડતા દુઃખના ડુંગરામાંય જીવને દુઃખી બનતાં અટકાવે છે, સાગરની જેમ છલગતા સુખમાંય મલકાતા અટકાવે છે, સુખ અને દુઃખ, શત્રુ અને મિત્ર, સંપતિ અને આપતિ, અનુકૂળતા અને પ્રતિકૂળતા આ દરેક પરિસ્થિતિમાં સમાધિ અપાવે છે. અનાદિકાળથી ચાલ આવતી રઝળપાટનો અંત લાવી અનંત દુઃખથી મુકિત આપવા અનંત, અક્ષય, શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવવા સ્વરૂપ પરમપદ મોક્ષપદ આપે છે. ==================================== શાંતિરજ્ઞાત્ર પૂજન * :::::::::::::: સકળ સંઘની ચડતી માટે, ઋધ્ધિ વૃદ્ધિ માટે, સુખશાંતિ માટે સંઘ પર આવતાં ઉપદ્રવોની શાંતિ માટે સંઘના અભ્યદય માટે પ્રતિષ્ઠાના પાવનકારી પ્રસંગે આ પૂજન ભણાવય છે. વિશ્વશાંતિ માટે ખૂબ જ મંગલકારી વિધાન છે. સકલ શ્રી સંઘમાં મુકિતમાર્ગમ્ની આરાધના અખંડ ચાલે એ માટે આરાધનામાં અશાંતિ ઉત્પન્ન કરતાં પરિબળોને શાંત કરવા આ પવિત્ર વિધાન છે. ર૭ અથવા 108 પરિવાર લાભ લઈ શકે છે. શાંતિનાથ ભગવાન, પાશ્ર્વનાથ ભગવાન, 170 તીર્થકરો અને ચતુનિકોય દેવોનું સ્મરણ, વંદન કરવા દ્વારા દરેક વખતે અભિષેક થાય અને અષ્ટપ્રકારી પૂજા થાય છે.
SR No.290004
Book TitleSwetambar Pratishtha Vidhi Gujrati Phoenix
Original Sutra AuthorN/A
AuthorJain Center Phoenix
PublisherUSA Jain Center Phoenix AZ
Publication Year
Total Pages4
LanguageGujarati
ClassificationArticle, Ritual_text, Pratistha, Ritual, & Vidhi
File Size106 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy