Page #1
--------------------------------------------------------------------------
________________
૨૧૩
શ્રમણભગવંતે મહાન દાર્શનિક, સમર્થ વ્યાખ્યાકાર અને “ઉપમિતિભવપ્રપંચકથા જેવા
મહાન ગ્રંથના સર્જક આચાર્યશ્રી સિદ્ધર્ષિસૂરિજી મહારાજ પ્રભાવક જૈનાચાર્યોની પરંપરામાં શ્રી સિદ્ધર્ષિસૂરિ પ્રકાંડ વિદ્વાન, મહાન દાર્શનિક, સમર્થ વ્યાખ્યાકાર અને મેધાવી આચાર્ય હતા. સંસ્કૃત ભાષા પણ તેમનું અદ્ભુત પ્રભુત્વ હતું. તેમણે રચેલ “ઉપમિતિભવપ્રપંચ” કથા જૈન સાહિત્યને ઉત્તમ ગ્રંથ છે.
પ્રભાવક ચરિત્ર પ્રમાણે આચાર્ય સિદ્ધર્ષિ શ્રી વસેનસૂરિના નાગેન્દ્ર, નિવૃત્તિ, ચન્દ્ર અને વિદ્યાધર-એ ચાર મુખ્ય શિષ્યમાં શિષ્ય નિવૃત્તિસૂરિના નામથી પ્રવર્તેલ નિવૃત્તિગચ્છમાં થયેલા શ્રી સૂરાચાર્યના શિષ્ય “કર્મ-વિપાક વિચાર અને જતિષશાસ્ત્રના પ્રખર વિદ્વાન આચાર્ય ગર્ગષિના પ્રશિષ્ય શ્રી દુર્ગસ્વામીના શિષ્ય હતા. આચાર્યશ્રી ગગષિના વરદ હસ્તે તેમણે દીક્ષા અંગીકાર કરી હતી. ઉપમિતિભવપ્રપંચકથા”ની પ્રશસ્તિમાં સિદ્ધષિએ ધર્મબોધદાયક ગુરુના રૂપમાં યાકિની મહત્તાસૂનું શ્રી હરિભદ્રસૂરિનું સ્મરણ કર્યું છે. તેમણે પિતાની ગુરુપરંપરામાં લાટ દેશના આભૂષણરૂપ સૂરાચાર્યને સર્વપ્રથમ ઉલેખ કર્યો છે અને તેમને નિવૃત્તિકુળના બતાવ્યા છે. સૂરાચાર્ય પછી દેલમહત્તરાચાર્ય ઉલ્લેખ છે, જે તિષશાસ્ત્રના અને નિમિત્તશાસ્ત્રના સમર્થ વિદ્વાન હતા. તેમના શિષ્ય દુર્ગસ્વામી હતા. દુર્ગસ્વામીને જન્મ બ્રાહ્મણકુળમાં થયું હતું. સિદ્ધષિએ દુર્ગ સ્વામી પછી દીક્ષાગુરુ ગર્ગષિને નમસ્કાર કર્યા છે. આગળનાં પદોમાં દુર્ગસ્વામીની ભાવપૂર્ણ પદોમાં સ્તુતિ કરી છે. પ્રશસ્તિ મુજબ સિદ્ધાર્ષના ગુરુ દુગસ્વામી હતા.
સિદ્ધષિને જન્મ શ્રીમાલપુર ( ભિન્નમાલ)માં થયું હતું. તેમનું ગોત્ર શ્રીમાલ હતું. રાજા ધર્મપાલના મંત્રી સુપ્રભદેવને બે પુત્રો હતા: દત્ત અને શુભંકર. દત્તના પુત્રનું નામ માઘ અને શુભંકરના પુત્રનું નામ સિદ્ધ હતું. “શિશુપાલવધ ” આદિ મહાકાવ્ય દ્વારા માધની પ્રસિદ્ધિ મહાકવિ તરીકે થઈ. શુભંકરના પુત્ર સિદ્ધ (સિદ્ધષિ)ની માતાનું નામ લક્ષ્મી અને પત્નીનું નામ ધન્યા હતું.
પ્રભાવક ચરિત્ર, પુરાતનપ્રબંધસંગ્રહ વગેરે ગ્રંથો પ્રમાણે કવિ માઘ અને સિદ્ધષિ બંને મંત્રી સુપ્રભદેવના પૌત્ર હતા. કવિ માઘ સિદ્ધષિના પિતાના મોટાભાઈના પુત્ર હતા. “શિશુપાલવધ” મહાકાવ્યની પ્રશસ્તિમાં મહાકવિ માઘે પિતાના પરિવારને પરિચય આપતાં બતાવ્યું છે કે, શ્રી વર્મલ રાજાના સર્વાધિકાર મંત્રી સુપ્રભુદેવ હતા. તેમના પુત્રનું નામ દત્તક હતું. દત્તના પુત્ર માધે આ ગ્રંથની રચના કરી છે. રાજા વર્મલ, મંત્રી સુપ્રભદેવ, મંત્રીપુત્ર દત્તક તથા દત્તકના પુત્ર કવિ માઘ સંબંધી ઉલ્લેખ પ્રભાવકચરિત્ર, પુરાતનપ્રબંધસંગ્રહ અને “શિશુપાલવધ” કાવ્યની પ્રશસ્તિમાં એકસરખા છે.
સિદ્ધના જીવનમાં ઉદારતા, આજ્ઞાંકિતતા આદિ અનેક ગુણે વિકાસ પામ્યા હતા, પણ તેને જુગાર રમવાની જબરી આદત પડી ગઈ હતી. તે હંમેશાં અડધી રાત પછી ઘેર આવતા. સિદ્ધની પત્ની ધન્યાને તેની પ્રતીક્ષામાં રાત્રિ-જાગરણ કરવું પડતું. પતિની આ ટેવથી પત્ની
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
શાસનપ્રભાવક
૨૧૮ ખિન્ન રહેતી હતી. એક દિવસ સાસુએ વહુને ખિતાનું કારણ પૂછ્યું. લજજાશીલ વહુએ પતિના જુગારના વ્યસનની તથા રાત્રિમાં વિલંબથી આવવાની વાત જણાવી. સાસુએ કહ્યું – “વિનયિની ! તે મને આટલા દિવસ જણાવ્યું કેમ નહિ ? હું મારા પુત્રને કડવા—મીઠાં વચનથી સાચા માર્ગ પર લાવવા પ્રયત્ન કરત. પરંતુ હવે રાત્રિએ તે નિશ્ચિતપણે સૂઈ જજે, હું જાગરણ કરીશ.” સાસુના કહેવાથી વહે સૂઈ ગઈ. લક્ષ્મી પુત્રની રાહ જોતી બેઠી હતી. રાત્રિના પાછલા પહેરે પુત્રે દ્વાર ખખડાવ્યું. માતા લક્ષમી કેધ પામી બેલી કાલવિકાલે ભટકતા, અનુચિતવિહારી અને મર્યાદા વગરના પુત્રને માટે મારા ઘરમાં કેઈ સ્થાન નથી. તું જા, ઉઘાડાં દ્વાર મળે ત્યાં ચાલ્યા જા.” સિદ્ધ આ સાંભળી તત્કાલ ત્યાંથી પાછા ફર્યો. માર્ગમાં એક ઉપાશ્રયનાં દ્વાર ખુલ્લાં હતાં. તે તેમાં ગયે. ત્યાં વિવિધ પ્રકારની મુદ્રામાં સ્વાધ્યાય-ધ્યાનરત મુનિઓને જોયા. તેઓની સૌમ્ય મુદ્રાના દર્શન માત્રથી સિદ્ધનું મન પરિવર્તન પામ્યું. તેણે વિચાર્યું કે, મારા જન્મને ધિકાર છે. હું દુર્ગતિદાયક જીવન જીવી રહ્યો છું. આજ સુભાગ્યે પવિત્ર વેળા આવી, જેથી પવિત્ર મુનિઓનું દર્શન પામે. મારી માતા કેપ કરી પરમ ઉપકારિણી બની. તેના લીધે મને આ પરમ લાભ મળે. ઉત્તમ અધ્યવસાયમાં લીન સિદ્ધિ ઉગ્ર સ્વરે મુનિઓને નમસ્કાર કર્યો. ગુરુજનોએ પરિચય પૂછતાં તેણે પોતાના જુગારના વ્યસનથી માંડીને જીવનને સમગ્ર વૃત્તાંત જણાવ્યું અને કહ્યું કે—“મારા જીવનમાં જે થવાનું હતું તે થઈ ગયું. હવે હું ધર્મનું શરણ ગ્રહણ કરી આપની પાસે રહેવા ઇચ્છું છું.”
ગુરુએ સિદ્ધને ધ્યાનપૂર્વક છે. જ્ઞાનોપયોગથી જાણ્યું કે, આ જૈનશાસનને પ્રભાવક શ્રમણ થશે. તેમણે મુનિચર્યાને બોધ આપતાં કહ્યું કે, “મહાનુભાવ! સંયમ સ્વીકાર્યા વિના અમારી સાથે રહી શકાય નહીં. તેમાંય તમારા જેવા છાચારીઓને માટે આ જીવન કડિન છે. મુનિજીવન તલવારની ધાર જેવું છે. પાંચ મહાવ્રતોનું પાલન, માધુરીવૃત્તિથી આહારગ્રહણ અને ત્યાગ-તપ-યુક્ત કર મુનિવ્રતનું પાલન લોઢાના ચણાને મણના દાંતથી ચાવવા જેવું
સિદ્ધ કહ્યું કે, “મારે હવે આ વ્યસનયુક્ત જીવન કરતાં સંયમયુક્ત સાધુજીવન સ્વીકારવું છે. મને એ જ પ્રેયકર અને શ્રેયકર હેઈ કૃપા કરી આપ મને દીક્ષા આપો.” સિદ્ધની તીવ્ર દીક્ષાભાવના જાણી ગુરુએ કહ્યું કે, “હે ભવિ ! તું તારાં માતાપિતાની રજા લઈ આવ. પછી તને જરૂર દીક્ષા આપીએ.” સંચગવશાત્ સિદ્ધના પિતા શુભંકર પુત્રને શોધતાં શોધતાં ત્યાં આવ્યા. પુત્રને જોઈ પ્રસન્ન થયા. પુત્રને ઘરે આવવા કહ્યું. સિદ્ધ દિક્ષા લેવાને વિચાર જણાવ્યું. પિતાને સમજાવવા છતાં સિદ્ધ દીક્ષા લેવાને પિતાને વિચાર ન બદ. પુત્રને દઢ સંકલ્પ જોઈ પિતાએ સમ્મતિ આપી. સિદ્ધ પિતાની અનુસા મેળવી, આચાર્ય ગર્ગષિના હસ્તે દીક્ષા ગ્રહણ કરી, અને શ્રી દુર્ગ સ્વામીના શિષ્ય બની મુનિજીવનમાં પ્રવેશ કર્યો.
મુનિ સિદ્ધષિએ સંયમની ઉચ્ચ સાધના સાથે જૈન ધર્મગ્રંથનું ગહન અધ્યયન કર્યું. તેમાં એક દિવસ બૌદ્ધદર્શનને અભ્યાસ કરવાની ઉત્કટ ઇચ્છા જાગી. ગુરુની ના છતાં તેઓ બૌદ્ધદર્શનને અભ્યાસ કરવા બૌદ્ધાચાર્ય પાસે મહાબોધનગર ગયા. જતાં પૂર્વે ગુરુદેવે એક
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
ર૧પ
શ્રમણભગવતે વચન લીધું કે, “કદાચ બૌદ્ધદર્શનનો અભ્યાસ કરતાં બૌદ્ધ ધર્મ સ્વીકારવાની ઇચ્છા થાય તે, પહેલાં એક વાર અહીં આવીને મને મળી જવું.” મુનિ સિદ્ધષિએ મહાબોધિનગર જઈ બૌદ્ધ ગ્રંથોનો અભ્યાસ કર્યો. દુર્ભાગ્યે તેમને બૌદ્ધધર્મ સ્વીકારવાની ઇચ્છા થતાં, ગુરુદેવને આપેલ વચન મુજબ, ગુરુ પાસે જવા નીકળ્યા. આ જાણી બૌદ્ધાચા પણ એવી જ રીતનું તેમની પાસેથી વચન લીધું. આથી મુનિ સિદ્ધષિને ગુરુદેવ પાસેથી બૌદ્ધાચાર્ય પાસે અને બૌદ્ધાચાર્ય પાસેથી ગુરુદેવ પાસે અનેકવાર-૨૧ વખત–આવાગમન કરવું પડયું. ગુરુદેવે વારંવાર સમજાવતાં અને તેનું કોઈ પરિણામ ન આવતાં પ્રાંતે લલિતવિસ્તરા” નામના ગ્રંથ મુનિ સિદ્ધષિને આપે. આ ગ્રંથ વાંચતાં જ મુનિ સિદ્વષિની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને વિચારવા લાગ્યા કે, “આવા પરમ ઉપકારી જૈનશાસન અને સદ્દગુરુને પામ્યા છતાં મારું આ મન કેવું થયું?” તેમનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં, મતિભ્રમ દૂર થશે અને પશ્ચાત્તાપના અગ્નિમાં વિશુદ્ધ થઈ જૈનધર્મમાં સ્થિર થયા. ત્યાર બાદ ગ્ય સમયે ગુરુદેવે તેમને યથાયોગ્ય જાણ આચાર્યપદ પ્રદાન કર્યું, અને પિતે અનશનપૂર્વક, ભિન્નમાલ નગરે, સ્વર્ગે સિધાવ્યા.
આચાર્ય સિદ્ધષિએ ઉપમિતિભવપ્રપંચકથા' નામની તેમની કૃતિમાં “લલિતવિસ્તારના રચયિતા આચાર્ય હરિભદ્રસૂરિ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવતાં લખ્યું છે કે
नमोस्तु हरिभद्राय, तस्मै प्रवरसूरये । મર્ચે નિર્માતા હવે વૃત્તિર્સ્ટવિસ્તરા તેમ જ महोपकारी स श्रीमान् हरिभद्रप्रभुर्यतः ।।
मदर्थ मेत्र येनासौ ग्रंथोऽपि निरमायत ॥ તાત્પર્ય કે, શ્રી સિદ્ધષિમૂરિએ પિતાને સન્માર્ગે વાળનાર મહાન ઉપકારી આચાર્યશ્રી હરિભદ્રસૂરિને નમસ્કાર કર્યા છે અને તેમણે “લલિતવિસ્તા” જાણે પિતાના માટે જ રચ્યું હોય એ અનન્ય ભાવ પ્રગટ કર્યો છે.
ગ્રંથરચના : * ઉપદેશમાલાવૃત્તિ અને અંતે પ્રશસ્તિમાં દર્શાવ્યું છે કે, સ્યાદ્વાદ, મીમાંસા, વૈશેષિક, સાંખ્ય અને બૌદ્ધ વગેરે દર્શનના જાણકાર, સકલ ગ્રંથોના અર્થમાં નિપુણ મહાચાર્ય સિદ્ધર્ષિએ આ વૃત્તિ બનાવી છે. શ્રી રત્નપ્રભસૂરિએ તેમાં આચાર્ય સિદ્ધિવિને વ્યાખ્યાતૃચૂડામણિ' કહ્યા છે. આમ, આચાર્ય સિદ્ધષિ મહાન વ્યાખ્યાકાર, સમર્થ ગ્રંથકાર, અજોડ દાર્શનિક અને અત્યંત મેધાવી સૂરિવર હતા. તેમણે શ્રી ધર્મદાસગણિની ઉપદેશમાલા પર ટીકા અને શ્રી સિદ્ધસેન દિવાકરના ન્યાયાવતાર પર ટીકા રચી છે. વિ. સં. ૯૭૩ માં ચંદ્રકેવલિચરિત્ર વગેરે ગ્રંથ લખ્યા છે. ઉપમિતિભવપ્રપંચથ્થા તેમની અદ્વિતીય કૃતિ છે.
ઉપમિતિભવપ્રપંચકહા : આચાર્ય સિદ્ધષિસૂરિએ ૬૦૦૦ પ્રમાણ આ કથાથમાં સંસારી જીવ કઈ રીતે સત્યધર્મ પામી ઊંચે ચડે છે એ બતાવવા માટે પિતાને જ આગળ ધરી પ્રસ્તાવનાની પીઠિકા બાંધી છે, અને પછી પિતાને જાત-અનુભવ જણાવ્યું છે. આ રૂપક ગ્રંથ ભારતીય સાહિત્યમાં જ નહિ, વિશ્વસાહિત્યમાં પણ પહેલવહેલે રૂપક ગ્રંથ છે. તેમાં
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________ 216 શાસનપ્રભાવકે ભાષાનું લાલિત્ય, શૈલીની સુંદરતા મુક્ત ઝરણાની જેમ ભાવેને અખલિત પ્રવાહ વહાવે છે. આ ગ્રંથ મુખ્યત્વે ધર્મકથાનુગ છે. તેમાંનાં વર્ણન જોતાં ચારે અનુગે ઘટી શકે છે. આ કથામાં ન્યાય, દર્શન, આયુર્વેદ, યેતિષશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, ધાતુવિદ્યા, વ્યાપાર, યુદ્ધનીતિ આદિ વિવિધ વિષયેનું વર્ણન છે. આ કથાના આઠ પ્રસ્તાવ છે. પ્રથમ પ્રસ્તાવ વિષયની ભૂમિકા રૂપે છે. બીજા પ્રસ્તાવમાં કર્મ, જીવ અને સંસારની અવસ્થાઓનું રૂપક રૂપે વર્ણન છે. ત્રીજા પ્રસ્તાવમાં કેળ, વિષયાસક્તિની પરિણતિ કથાના માધ્યમથી સમજાવી છે. ચેથા પ્રસ્તાવમાં પિતાના પ્રતિપાદ્ય વિષયનું વિસ્તારથી વર્ણન અને અનેક અવાન્તર કથાઓ છે. આઠમાંથી ચાર પ્રસ્તાવ મહત્વના છે. તેમાંય એથે પ્રસ્તાવ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. “ઉપમિતિભવપ્રપંચ કથા” ગ્રંથ પૂર્ણ થયા પછી એનું વાચન ભિન્નમાલ નગરમાં કર્યું હતું. આ ગ્રંથની પ્રતિલિપિ ગણું” નામનાં સાધ્વીએ તૈયાર કરી હતી. તેઓ દુર્ગાસ્વામીના આજ્ઞાતિની હતાં. આ ગ્રંથ વિ. સં. ૯૯ર માં જેઠ સુદ પાંચમને ગુરુવારે પૂર્ણ થયે હતે. ઉપશમભાવથી પરિપૂર્ણ આ કથાવાચન સાંભળી લેક પ્રસન્ન થયે અને જૈનસંઘે આચાર્ય સિદ્ધષિસૂરિને “સિદ્ધવ્યાખ્યાતા”ની પદવી આપી હતી. આ કથા વિ. સં. ૯રમાં રચાયેલી હોવાથી આચાર્ય સિદ્ધષિને સમય વિક્રમની દસમી સદી સિદ્ધ થાય છે. ન્યાયશેલીની ટીકા રચનારાઓમાં અગ્રેસર, સમર્થ આગમ ટીકાકાર આચાર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજ ટીકાકાર આચાર્યોમાં શ્રી શીલાંકસૂરિનું નામ પ્રસિદ્ધ છે. તેમનાં બીજાં નામે શીલા કાચાર્ય, શીલાચાર્ય, વિમલમતિ, તત્ત્વાદિત્ય વગેરે છે. સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું. ન્યાયશૈલીની ટીકા રચનાઓમાં તેઓ સૌથી પહેલા છે. આજે પ્રાપ્ત થતી આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રની વિશાળ ટીકાઓ તેમની વિદ્વત્તાની પશ્ચિાયક છે. આચાર્ય શીલાંકસૂરિની ગુરુપરંપરાને સંબંધ નિવૃત્તિકુલ સાથે છે. નિવૃત્તિકુલ (ગ૭)ના આચાર્ય માનદેવસૂરિ તેમના ગુરુ છે. આચારાંગસૂત્રની ટકામાં પોતાને “નિવૃત્તિકુલીન” અને ચઉપન્નમહાપુરિસીરિય”માં પિતાને માનદેવસૂરિના શિષ્ય બતાવ્યા છે. આ સિવાય તેમના ગૃહસ્થજીવનની વિગત કે સાધુજીવનની વિગતો મળતી નથી. - શ્રી શીલાચાયે આગમો પર ટીકાઓ રચવાનું યશસ્વી કાર્ય કર્યું છે. તેમણે ચઉવનમહાપુરિસચરિયું', આચારાંગ ટીકા, સૂત્રકૃતાંગ ટકા, ભગવતીસૂત્રની ટીકા, જીવસમાસની વૃત્તિ વગેરે ગ્રંથની રચના કરી છે. આ સર્વ ગ્રંથે ગાંભુ ગામે રચ્યા છે. પ્રભાવકચરિત્ર પ્રમાણે શ્રી શીલાંકાચાયે અગિયાર અંગશા–આગ પર ટીકાઓ રચી હતી. પણ વર્તમાનમાં માત્ર આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્ર પરની ટીકાઓ જ મળે છે, જેને પરિચય આ પ્રમાણે છે : આચારાંગ ટીકા : બંને શ્રતસ્ક પર રચેલી આ ટીકાનું ગ્રંથ પ્રમાણ 12300 કલેક છે. મૂળ અને નિયુક્તિના આધારે આગમના પ્રથમ કૃતસ્કંધનું મહાપરિક્ષા નામનું સાતમું અધ્યયન 2010_04