________________
૨૧૩
શ્રમણભગવંતે મહાન દાર્શનિક, સમર્થ વ્યાખ્યાકાર અને “ઉપમિતિભવપ્રપંચકથા જેવા
મહાન ગ્રંથના સર્જક આચાર્યશ્રી સિદ્ધર્ષિસૂરિજી મહારાજ પ્રભાવક જૈનાચાર્યોની પરંપરામાં શ્રી સિદ્ધર્ષિસૂરિ પ્રકાંડ વિદ્વાન, મહાન દાર્શનિક, સમર્થ વ્યાખ્યાકાર અને મેધાવી આચાર્ય હતા. સંસ્કૃત ભાષા પણ તેમનું અદ્ભુત પ્રભુત્વ હતું. તેમણે રચેલ “ઉપમિતિભવપ્રપંચ” કથા જૈન સાહિત્યને ઉત્તમ ગ્રંથ છે.
પ્રભાવક ચરિત્ર પ્રમાણે આચાર્ય સિદ્ધર્ષિ શ્રી વસેનસૂરિના નાગેન્દ્ર, નિવૃત્તિ, ચન્દ્ર અને વિદ્યાધર-એ ચાર મુખ્ય શિષ્યમાં શિષ્ય નિવૃત્તિસૂરિના નામથી પ્રવર્તેલ નિવૃત્તિગચ્છમાં થયેલા શ્રી સૂરાચાર્યના શિષ્ય “કર્મ-વિપાક વિચાર અને જતિષશાસ્ત્રના પ્રખર વિદ્વાન આચાર્ય ગર્ગષિના પ્રશિષ્ય શ્રી દુર્ગસ્વામીના શિષ્ય હતા. આચાર્યશ્રી ગગષિના વરદ હસ્તે તેમણે દીક્ષા અંગીકાર કરી હતી. ઉપમિતિભવપ્રપંચકથા”ની પ્રશસ્તિમાં સિદ્ધષિએ ધર્મબોધદાયક ગુરુના રૂપમાં યાકિની મહત્તાસૂનું શ્રી હરિભદ્રસૂરિનું સ્મરણ કર્યું છે. તેમણે પિતાની ગુરુપરંપરામાં લાટ દેશના આભૂષણરૂપ સૂરાચાર્યને સર્વપ્રથમ ઉલેખ કર્યો છે અને તેમને નિવૃત્તિકુળના બતાવ્યા છે. સૂરાચાર્ય પછી દેલમહત્તરાચાર્ય ઉલ્લેખ છે, જે તિષશાસ્ત્રના અને નિમિત્તશાસ્ત્રના સમર્થ વિદ્વાન હતા. તેમના શિષ્ય દુર્ગસ્વામી હતા. દુર્ગસ્વામીને જન્મ બ્રાહ્મણકુળમાં થયું હતું. સિદ્ધષિએ દુર્ગ સ્વામી પછી દીક્ષાગુરુ ગર્ગષિને નમસ્કાર કર્યા છે. આગળનાં પદોમાં દુર્ગસ્વામીની ભાવપૂર્ણ પદોમાં સ્તુતિ કરી છે. પ્રશસ્તિ મુજબ સિદ્ધાર્ષના ગુરુ દુગસ્વામી હતા.
સિદ્ધષિને જન્મ શ્રીમાલપુર ( ભિન્નમાલ)માં થયું હતું. તેમનું ગોત્ર શ્રીમાલ હતું. રાજા ધર્મપાલના મંત્રી સુપ્રભદેવને બે પુત્રો હતા: દત્ત અને શુભંકર. દત્તના પુત્રનું નામ માઘ અને શુભંકરના પુત્રનું નામ સિદ્ધ હતું. “શિશુપાલવધ ” આદિ મહાકાવ્ય દ્વારા માધની પ્રસિદ્ધિ મહાકવિ તરીકે થઈ. શુભંકરના પુત્ર સિદ્ધ (સિદ્ધષિ)ની માતાનું નામ લક્ષ્મી અને પત્નીનું નામ ધન્યા હતું.
પ્રભાવક ચરિત્ર, પુરાતનપ્રબંધસંગ્રહ વગેરે ગ્રંથો પ્રમાણે કવિ માઘ અને સિદ્ધષિ બંને મંત્રી સુપ્રભદેવના પૌત્ર હતા. કવિ માઘ સિદ્ધષિના પિતાના મોટાભાઈના પુત્ર હતા. “શિશુપાલવધ” મહાકાવ્યની પ્રશસ્તિમાં મહાકવિ માઘે પિતાના પરિવારને પરિચય આપતાં બતાવ્યું છે કે, શ્રી વર્મલ રાજાના સર્વાધિકાર મંત્રી સુપ્રભુદેવ હતા. તેમના પુત્રનું નામ દત્તક હતું. દત્તના પુત્ર માધે આ ગ્રંથની રચના કરી છે. રાજા વર્મલ, મંત્રી સુપ્રભદેવ, મંત્રીપુત્ર દત્તક તથા દત્તકના પુત્ર કવિ માઘ સંબંધી ઉલ્લેખ પ્રભાવકચરિત્ર, પુરાતનપ્રબંધસંગ્રહ અને “શિશુપાલવધ” કાવ્યની પ્રશસ્તિમાં એકસરખા છે.
સિદ્ધના જીવનમાં ઉદારતા, આજ્ઞાંકિતતા આદિ અનેક ગુણે વિકાસ પામ્યા હતા, પણ તેને જુગાર રમવાની જબરી આદત પડી ગઈ હતી. તે હંમેશાં અડધી રાત પછી ઘેર આવતા. સિદ્ધની પત્ની ધન્યાને તેની પ્રતીક્ષામાં રાત્રિ-જાગરણ કરવું પડતું. પતિની આ ટેવથી પત્ની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org