Page #1
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શાસનપ્રભાવક આર્ય મહાગિરિના શિષ્ય હતા. આર્ય મહાગિરિનો પૂર્વ ગુરુકમ નંદી સ્થવિરાવલીમાં અને કલ્પસૂત્ર
વિરાવલીમાં લગભગ સમાન છે. આર્ય સુહસ્તિસૂરિની પરંપરામાં ગણાચાર્યપદ પર તે સમયે આચાર્ય સુસ્થિતસૂરિ અને આચાર્ય સુપ્રતિબદ્ધસૂરિ હતા.
આચાર્ય સ્વાતિસૂરિને જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. નદીસૂત્રના ઉલેખ મુજબ તેમનું ગોત્ર હારિત હતું. સ્વાતિસૂરિ નામે કેટલાક આચાર્યો થયા છે તેમાં આ પહેલા સ્વાતિસૂરિ છે. તત્ત્વાર્થસૂત્રના રચનાકાર ઉમાસ્વાતિ આચાર્ય સ્વાતિસૂરિથી જુદા છે. ઉમાસ્વાતિનું ગેત્ર કૌભીષણ હતું, ને તેઓ ઉચૂનાગર શાખાના હતા. આચાર્ય સ્વાતિસૂરિના સમયમાં ઉચ્ચનાગર શાખાની ઉત્પત્તિ જ થઈ ન હતી. આથી બંને સ્પષ્ટપણે જુદા જ છે. આચાર્ય સ્વાતિજી પિતાના યુગમાં પ્રભાવક આચાર્ય હતા. તેમણે વાચનાચાર્યપદ અત્યંત કુશળતાપૂર્વક સંભાળ્યું હતું અને જૈનદર્શનની મોટી પ્રભાવના કરી હતી. આચાર્ય સ્વાતિસૂરિના સમયે મગધદેશ પર મૌર્યવંશનું શાસન ચાલતું હતું.
વાચનાચાર્ય સ્વાતિને આચાર્યપદાહણને સમય બલિહ અને આચાર્ય શ્યામસૂરિ વચ્ચેનો છે. આચાર્ય બલિસ્ટને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૩૨૯માં અને વાચનાચાર્ય શ્યામસૂરિને આચાર્યપદાહણ સમય વિરનિર્વાણ સં. ૩૩પમાં માનવામાં આવે છે. આથી વાચનાચાર્ય સ્વાતિને સમય વિરનિર્વાણ , ૩૨૯ પછી અને વીરનિર્વાણ સં. ૩૩પ પૂર્વનિ સંભવે છે.
જેનદર્શનનું મહદ્ અંશે જ્ઞાન દર્શાવતું “પ્રજ્ઞાપનાસૂત્ર'ના રચયિતા શ્રી શ્યામાચાર્યજી (પહેલા કાલકાચાર્યજી) મહારાજ
તથા ૧૦૮ વર્ષના વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ યુગપ્રધાન
શ્રી શાંડિલાચાર્ય (કંદિલસૂરિ) મહારાજ
આચાર્યશ્રી શ્યામાચાર્ય તથા શ્રી શાંડિલાચાર્ય નદીસૂત્રના ઉલ્લેખ મુજબ, અનુક્રમે ૧૧માં અને ૧રમાં વાચનાચાર્ય હતા. યુગપ્રધાન પટ્ટાવલીકાએ એ બંને આચાર્યોને સુગપ્રધાન માન્યા છે, અને અનુક્રમે ૧રમાં અને ૧૩મા યુગપ્રધાન તરીકે જણાવ્યા છે. જૈન પરંપરામાં ચાર કાલકાચાર્ય પ્રસિદ્ધિ પામ્યા છે, તેમાં શ્રી શ્યામાચાર્યને પ્રથમ કાલકાચાર્યથી ઓળખાવવામાં આવે છે. વલ્લભી યુગપ્રધાન પટ્ટાવલીમાં યુગપ્રધાનશ્રી ગુણસુંદરસૂરિ પછી કાલકાચાર્યનું નામ છે. અને સુરસમસમગસંઘરથ પટ્ટાવલીમાં ગુણસુંદરસૂરિ પછી યુગપ્રધાન રૂપે શ્યામાચાર્યનું નામ છે. વાસ્તવમાં તે બંને એક જ છે.
વાચનાચાર્યના ક્રમમાં આર્ય મહાગિરિના શિષ્ય વાચનાચાર્ય બલિરૂહની પછી આચાર્ય સ્વાતિ અને આચાર્ય સ્વાતિની પછી વાચનાચાર્ય શ્યામાચાર્ય થયા. ચામાચાર્ય પછી વાચનાચાર્ય પાંડિલ્યસૂરિને કમ બતાવ્યું છે. યુગપ્રધાન પટ્ટાવલીમાં યુગપ્રધાન ગુણસુંદરસૂરિ પછી અનુક્રમે શ્યામાચાર્ય અને પાંડિલ્યસૂરિને ઉલ્લેખ છે. પાંડિલ્યસૂરિને ઉલ્લેખ યુગપ્રધાન પટ્ટાવલીમાં
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવ તા
૧૨૯
સ્ક'દિલના નામથી છે. આ અને એક જ છે, પણ આગમવાચનાકાર સ્ફદિલથી આ યુગપ્રધાન સ્કંદિલ જુદા છે.
શ્રી શ્યામાચા અને શ્રી ષાંડિલ્યાચાય – બન્નેને! જન્મ બ્રાહ્મણ પિરવારમાં થયે હતે. નદીસૂત્ર અનુસાર આચાયૅ શ્યામનું ગેાત્ર હારિત અને આચાય ાંડિલ્યનું ગોત્ર કૌશિક છે. આચાર્ય શ્યામના જન્મ વીરનિર્વાણુ સું. ૨૮૦માં અને આચાર્ય ષાંડિલ્યના જન્મ વીરનિર્વાણુ સ. ૩૦૬માં દર્શાવવામાં આવે છે.
શ્રી શ્યામાચા : સ`સારથી વિરક્ત થઈ શ્યામાચાયે વીરનિર્વાણુ સં. ૩૦૦માં શ્રી ગુણાકરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા સમયે તેમની વય ૨૦ વર્ષની હતી. યુગપ્રધાનાચાય. ગુણસુંદરસૂરિ અને વાચનાચાર્ય સ્વાતિના સ્વર્ગવાસ પછી શ્યામમુનિએ વીરનિર્વાણુ સ’. ૩૩૫માં યુગપ્રધાનાચા તથા વાચનાચાર્ય એ બંનેય પદવીનું ઉત્તરદાયિત્વ સંભાળ્યું હતુ. શ્રી શ્યામાચાની શ્રુતસાધના વિશિષ્ટ હતી. તે તે સમયના દ્રવ્યાનુયાગના પ્રકાંડ જ્ઞાતા અને જૈનસિદ્ધાંતના વિષયામાં સૂક્ષ્મ વ્યાખ્યાકાર હતા. ઇતિહાસમાં તેમની પ્રસિદ્ધિ નિંગાદના વ્યાખ્યાતા તરીકે થાય છે, જે પ્રસંગ શ્રી સીમ`ધરપ્રભુને કરાયેલા ઇન્દ્રના પ્રશ્ન અને પ્રભુજીએ આપેલે ઉત્તર શાસ્ત્રપ્રસિદ્ધ છે, જે આ રીતે છે:
એક વખત સૌધમેન્દ્રે મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી પાસે સૂક્ષ્મ નિગેાદની વિશિષ્ટ વ્યાખ્યા સાંભળી અને પ્રશ્ન કર્યો કે- — ભગવન્ ! ભરતક્ષેત્રમાં નિગેદ સંબંધી આવા પ્રકારની વ્યાખ્યા કરવાવાળા કોઇ મુનિશ્રમણ, ઉપાધ્યાય કે આચાય છે? ” સૌધમેન્દ્રના પ્રશ્નને ઉત્તર આપતાં શ્રી સીમ’ધરસ્વામીએ આચાય શ્યામનું નામ બતાવ્યું. સૌધર્મેન્દ્ર ભરતક્ષેત્રમાં વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આચાર્ય શ્યામ પાસે આવ્યા. તેમના જ્ઞાનબળની પરીક્ષા કરવા માટે તેમણે પાતાના હાથ તેમની સામે ધર્યો. હસ્તરેખાના આધારે આચાર્ય શ્રી શ્યામે જાણ્યું કે, નવાગંતુક બ્રાહ્મણનું આયુષ્ય પત્યેાપમથી પણ વધારે છે. આથી આચાર્ય શ્રી શ્યામે તેમની સામે ગભીર ષ્ટિથી જોયું અને કહ્યું કે તમે મનુષ્ય નથી. દેવ છે. ” આ ઉત્તરથી સૌધમેન્દ્રને સતેષ મળ્યા અને નિાદનું સ્વરૂપ જાણવા ઇચ્છા કરી. આચાર્ય શ્રી શ્યામે નિાદનું સાંગોપાંગ વર્ણન કરી ઇન્દ્રને આશ્ચય ચક્તિ કર્યાં. પોતાના આગમનનું રહસ્ય ખુલ્લુ કરતાં સૌધર્મેન્દ્રે કહ્યું કે, મે... સીમ’ધરસ્વામી પાસે નિંગાદ સબધી જેવી દેશના સાંભળી તેવુ' જ વિવેચન આપની પાસે સાંભળી અત્યંત પ્રભાવિત થયે! છું. '
,,
દેવાની રૂપસ ́પત્તિ જોઈ કોઈ શિષ્યમુનિ નિયાણુ' ન બાંધી લે એ હેતુથી ભિક્ષાચર્યામાં ગયેલા મુનિમંડળના આગમન પહેલાં જ સૌધર્મેન્દ્ર શ્યામાચાય ની પ્રશંસા કરતાં કરતાં જવા લાગ્યા. શ્યામાચા શિષ્યાને સિદ્ધાંત પ્રત્યે અધિક આસ્થાશીલ કરવા માટેની દ્રષ્ટિથી એલ્યા, “ સૌધર્મ ન્દ્ર ! કોઈ પણ સાંકેતિક ચિહ્ન વિના શ્રમણા દેવાગમનની વાત કેવી રીતે જાણશે ?” આચાર્ય દેવની અનુજ્ઞા મેળવી સૌધર્મેન્દ્રે ઉપાશ્રયનુ દ્વાર પૂર્વમાંથી પશ્ચિમાભિમુખ કયુ. શ્રી શ્યામાચાયના શિષ્યા ગોચરી લઈને પાછા ફર્યાં ત્યારે તેઓ ઇન્દ્રના આગમનથી માંડીને દ્વારના સ્થાનાન્તર
શ્ર, ૧૭
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શાસનપ્રભાવકે
સુધીને સર્વ વૃત્તાંત સાંભળી વિસ્મય પામ્યા. ઇન્દ્રાગમનની આ વાત પ્રભાવકચારિત્રના કાલકસૂરિપ્રબંધમાં કાલકસૂરિ સાથે જોડાયેલી છે, જ્યારે વિશેષાવશ્યક, આવશ્યક ચૂર્ણ આદિ ગ્રંથમાં આચાર્ય રક્ષિત સાથે જોડાયેલી છે.
આચાર્ય પાંડિત્ય : ભેગોથી વિરક્ત થઈ બ્રાંડિલ્ય વીરનિર્વાણ સં. ૩૨૮માં મુનિદીક્ષા ગ્રહણ કરી હતી. આચાર્ય શ્યામાચાર્ય પછી વીરનિર્વાણ સં. ૩૭૬માં તેમણે વાચનાચાર્ય તેમ જ યુગપ્રધાનપદ – એ બંને પદવી સંભાળી હતી. આચાર્યપદાહણ સમયે શ્રી પાંડિલ્યમુનિની વય ૭૦ વર્ષની હતી. સ્થવિરાવલીમાં તેઓ માટે “અજજજીહર' એવું વિશેષણ આપ્યું છે, તેથી નકકી થાય છે કે તેઓ આર્યજીત વ્યવહારને સંપૂર્ણ વફાદાર હતા. તપગચ્છ પટ્ટાવલીમાં લખ્યું છે કે તેમણે વીરનિર્વાણ સં. ૪૦૬ થી સં. ૧૪ વચ્ચે “જતકલ્પ (છતમર્યાદા)” નામનું શાસ્ત્ર રચ્યું. હિમવત વિરાવલી મુજબ આર્ય પાંડિલ્યને આર્ય છતધર અને આર્ય સમુદ્ર નામના બે શિ હતા. પાંડિલ્યગચ્છનું નામ પણ આચાર્ય બાંડિલ્યથી નીકળ્યું છે તેમ બતાવ્યું છે.
પ્રજ્ઞાપના સૂત્ર : આચાર્યશ્રી શ્યામાચાર્ય દ્રવ્યાનુયેશના વિશિષ્ટ વ્યાખ્યાકાર હતા. તેમણે પ્રજ્ઞાપના (પન્નવણા) સૂત્ર જેવા વિશાળકાય સૂત્રની રચના કરી છે. ઉપાંગ સાહિત્યમાં પન્નવણા એથું ઉપાંગ છે. આ ઉપાંગમાં ૩૬ પદ છે, ૩૪૯ સૂત્ર છે અને ૭૭૮૭ કલેકપ્રમાણ છે. આ સમયાપાંગસૂત્રનું ઉપાંગ છે. પ્રજ્ઞાપનાના બે વિભાગ છે : (૧) જીવપ્રજ્ઞાપના અને (૨) અજીવપ્રજ્ઞાપના. જીવપ્રજ્ઞાપનામાં જૈનદર્શનસમ્મત જીવવિજ્ઞાન સંબંધી વિસ્તૃત વિવેચન છે. પાંચ સ્થાવર છનાં વર્ણનમાં વનસ્પતિ વિજ્ઞાન વિસ્તારપૂર્વક સમજાવેલ છે. ત્રસજીવોના પ્રકરણમાં મનુષ્યના ત્રણ પ્રકાર બતાવ્યા છે : (૧) કર્મભૂમિજ, (૨) અકર્મભૂમિ અને (૩) અંતદ્વપજ. અંતદ્વીપજ મનુષ્યનાં વર્ણનમાં એકરૂપ, હયકર્ણ, ગજકર્ણ, કર્ણ, અયોમુખ, ગેમુખ, ગજમુખ, સિહમુખ, વગેરે જુદા જુદા પ્રકારના મનુષ્યને ઉલ્લેખ છે. અનાર્યોના પ્રકરણમાં શક, યવન, કિરાત, બર્બર આદિ મ્લેચ્છ જાતિઓનું વર્ણન છે અને આર્યોના પ્રકરણમાં, જાતિઆર્ય, કુલાર્ક, કર્ય, શિધાર્યના વર્ણનમાં વિવિધ પ્રકારની આર્યજાતિઓ, આર્યકુલે અને આર્યજનેચિત વિવિધ પ્રકારના વ્યાપારમેન, જૈનદર્શનસમ્મત સાડા પચીસ આર્ય દેશોના તથા બ્રાહ્મી, યવન, ખરોટી, પુખર, સારિયા, અંતકખારિયા, અકબરપૂરિયા, વૈનાયિકી, અંકલિપિ, ગણિતલિપિ, ગાંધર્વલિપિ, આદર્શ લિપિ, મિલિપિ (દ્રવિડી), પૌલિન્દી આદિ અનેક લિપિઓને ઉલેખ પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ જાણવા માટે મહત્વપૂર્ણ છે. આ ગ્રંથમાં અર્ધમાગધી બોલવાવાળાને ભાષાયે કહ્યા છે. આથી સિદ્ધ થાય છે કે, આર્યદેશનિવાસી મનુષ્યની મુખ્ય ભાષા અર્ધમાગધી હતી.
અજીવપ્રજ્ઞાપના પ્રકરણમાં જૈનદર્શનસમ્મત ધર્માસ્તિકાય, અધમસ્તિકાય આદિ દ્રવ્યવિભાગનું વર્ણન છે. દાર્શનિક દષ્ટિથી આ વિભાગ મહત્વપૂર્ણ છે. પ્રજ્ઞાપનાનું ૧૧ મું પદ ભાષાવિજ્ઞાનની વિશદ વ્યાખ્યા જણાવે છે.
ચાર અનુગમાં પ્રજ્ઞાપના આગમ દ્રવ્યાનુયોગમાં ગણાય છે. અંગમાં ભગવતીસૂત્ર અને ઉપાંગોમાં પ્રજ્ઞાપનાસૂત્ર સર્વથી અધિક વિશાળ છે. આ સૂત્ર ઉપર ટીકાકાર શ્રી હરિભદ્ર
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________ શમણુભગવંત 131 સૂરિની ક૭૨૮ લેપ્રમાણ લઘુ ટીકા અને આચાર્યશ્રી મલયગિરિની 16,000 લોકપ્રમાણ વિસ્તૃત ટીકા છે. જેનદર્શનનું મહદ્ અંશે સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે આ એક જ આગમ છે તેમ કહીએ તે ચાલે. પન્નવણાના પ્રારંભિક મંગલાચરણનાં પદમાં શ્રી શ્યામાચાર્યને પૂર્વશ્રુતધારક જણાવ્યા છે. શ્રી શ્યામાચાર્ય દીર્ધાયુ હતા. મુનિજીવનના 76 વર્ષના કાળમાં 41 વર્ષ સુધી યુગપ્રધાન દે રહ્યા. તેમનું સંપૂર્ણ આયુષ્ય 96 વર્ષ, 1 માસ અને 1 દિવસનું હતું. તેમને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૩૭૬માં થયો. આર્ય શાંડિલ્યને ગૃહસ્થપયયને કાળ 22 વર્ષના હતા. તેઓ 48 વર્ષ સુધી સામાન્ય મુનિપર્યાયમાં રહ્યા. સંયમજીવનનાં કુલ 76 વર્ષના સમયગાળામાં 29 વર્ષ યુગપ્રધાનપદ શોભાવ્યું. આર્ય બ્રાંડિલ્ય 108 વર્ષની વય પૂર્ણ કરી વિરનિર્વાણ સં. ૪૧૪માં સ્વર્ગવાસ પામ્યા. આચાર્યશ્રી શ્યામાચર્ય અને આચાર્યશ્રી પંડિલ્ય એ બંને આચાર્યોએ જૈનશાસનમાં વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય એ અનેિય પદવીઓ અલંકૃત કરી આચાર્યની ભૂમિકામાં તે સમયે મહત્ત્વપૂર્ણ માન પ્રાપ્ત કર્યું હતું. શ્રમણગણની ધુરાને વહન કરનારા યુગધ ગણાચાર્યો શ્રી ઇદ્રદિવસૂરિજી મહારાજ, શ્રી આર્યદિન્નસૂરિજી મહારાજ અને શ્રી આર્ય સિહગિરિસૂરિજી મહારાજ પ્રભાવક આચાર્યોની પરંપરામાં આચાર્ય ઇન્દ્રદિસૂરિ, આચાર્ય આર્યદિન્નસૂરિ અને આર્ય-સિંહગિરિસૂરિ એ ત્રણેયનું એકસાથે વર્ણન કરવામાં આવેલ છે. આર્ય સુહસ્તિસૂરિની ગણાચાર્ય પરંપરામાં એ ત્રણેયને અનુક્રમે ઉલ્લેખ છે. કલ્પસૂત્ર સ્થવિરાવલિની લઘુ અને બૃહદ્ બંને વાચનામાં તેમનું વર્ણન છે. તેઓનાં જીવન વિશે ખાસ કઈ વિગતો ઉપલબ્ધ નથી. આચાર્ય શૂલિભદ્ર પછી આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ એ બંનેની શિષ્ય પરંપરા ભિન્ન ભિન્નરૂપે જોવા મળે છે. આર્ય મહાગિરિની શિષ્યપરંપરામાં આર્ય બલિસ્સહ, આર્ય સ્વાતિ વગેરેનો ઉલલેખ છે અને આર્ય સુહસ્તિસૂરિની પરંપરામાં ગણાચાર્ય સુસ્થિતસૂરિ અને સુપ્રતિબદ્ધસૂરિ પછી આચાર્ય ઇન્દ્ર દિન, આચાર્ય આર્યદિન અને આર્ય સિંહગિરિને ઉલ્લેખ છે. આચાર્ય સુસ્થિતસૂરિને મુખ્ય પાંચ શિષ્ય હતા, તેમાં આચાર્ય ઇન્દ્રદિનનું નામ સર્વ પ્રથમ છે. અને આચાર્ય આર્ય દિનને બે શિષ્ય હતા: 1. આર્ય શાન્નિશ્રેણિક અને આર્ય સિંહગિરિ. દશ પૂર્વધર ગગનગામિની વિદ્યાના ધારક આર્ય વાસ્વામીના ગુરુ આર્ય સિંહગિરિસૂરિ હતા. આચાર્ય ઇન્દ્રદિન્નસૂરિના ગુબંધુ આચાર્ય પ્રિયગ્રન્થસૂરિના જીવનની એક વિશેષ પ્રભાવક ઘટના આ પ્રમાણે મળે છે:–આચાર્ય પ્રિયગ્રન્થસૂરિ મંત્રવિદ્યાના વિશેષ જાણકાર હતા. 2010_04