________________
૧૩૦
શાસનપ્રભાવકે
સુધીને સર્વ વૃત્તાંત સાંભળી વિસ્મય પામ્યા. ઇન્દ્રાગમનની આ વાત પ્રભાવકચારિત્રના કાલકસૂરિપ્રબંધમાં કાલકસૂરિ સાથે જોડાયેલી છે, જ્યારે વિશેષાવશ્યક, આવશ્યક ચૂર્ણ આદિ ગ્રંથમાં આચાર્ય રક્ષિત સાથે જોડાયેલી છે.
આચાર્ય પાંડિત્ય : ભેગોથી વિરક્ત થઈ બ્રાંડિલ્ય વીરનિર્વાણ સં. ૩૨૮માં મુનિદીક્ષા ગ્રહણ કરી હતી. આચાર્ય શ્યામાચાર્ય પછી વીરનિર્વાણ સં. ૩૭૬માં તેમણે વાચનાચાર્ય તેમ જ યુગપ્રધાનપદ – એ બંને પદવી સંભાળી હતી. આચાર્યપદાહણ સમયે શ્રી પાંડિલ્યમુનિની વય ૭૦ વર્ષની હતી. સ્થવિરાવલીમાં તેઓ માટે “અજજજીહર' એવું વિશેષણ આપ્યું છે, તેથી નકકી થાય છે કે તેઓ આર્યજીત વ્યવહારને સંપૂર્ણ વફાદાર હતા. તપગચ્છ પટ્ટાવલીમાં લખ્યું છે કે તેમણે વીરનિર્વાણ સં. ૪૦૬ થી સં. ૧૪ વચ્ચે “જતકલ્પ (છતમર્યાદા)” નામનું શાસ્ત્ર રચ્યું. હિમવત વિરાવલી મુજબ આર્ય પાંડિલ્યને આર્ય છતધર અને આર્ય સમુદ્ર નામના બે શિ હતા. પાંડિલ્યગચ્છનું નામ પણ આચાર્ય બાંડિલ્યથી નીકળ્યું છે તેમ બતાવ્યું છે.
પ્રજ્ઞાપના સૂત્ર : આચાર્યશ્રી શ્યામાચાર્ય દ્રવ્યાનુયેશના વિશિષ્ટ વ્યાખ્યાકાર હતા. તેમણે પ્રજ્ઞાપના (પન્નવણા) સૂત્ર જેવા વિશાળકાય સૂત્રની રચના કરી છે. ઉપાંગ સાહિત્યમાં પન્નવણા એથું ઉપાંગ છે. આ ઉપાંગમાં ૩૬ પદ છે, ૩૪૯ સૂત્ર છે અને ૭૭૮૭ કલેકપ્રમાણ છે. આ સમયાપાંગસૂત્રનું ઉપાંગ છે. પ્રજ્ઞાપનાના બે વિભાગ છે : (૧) જીવપ્રજ્ઞાપના અને (૨) અજીવપ્રજ્ઞાપના. જીવપ્રજ્ઞાપનામાં જૈનદર્શનસમ્મત જીવવિજ્ઞાન સંબંધી વિસ્તૃત વિવેચન છે. પાંચ સ્થાવર છનાં વર્ણનમાં વનસ્પતિ વિજ્ઞાન વિસ્તારપૂર્વક સમજાવેલ છે. ત્રસજીવોના પ્રકરણમાં મનુષ્યના ત્રણ પ્રકાર બતાવ્યા છે : (૧) કર્મભૂમિજ, (૨) અકર્મભૂમિ અને (૩) અંતદ્વપજ. અંતદ્વીપજ મનુષ્યનાં વર્ણનમાં એકરૂપ, હયકર્ણ, ગજકર્ણ, કર્ણ, અયોમુખ, ગેમુખ, ગજમુખ, સિહમુખ, વગેરે જુદા જુદા પ્રકારના મનુષ્યને ઉલ્લેખ છે. અનાર્યોના પ્રકરણમાં શક, યવન, કિરાત, બર્બર આદિ મ્લેચ્છ જાતિઓનું વર્ણન છે અને આર્યોના પ્રકરણમાં, જાતિઆર્ય, કુલાર્ક, કર્ય, શિધાર્યના વર્ણનમાં વિવિધ પ્રકારની આર્યજાતિઓ, આર્યકુલે અને આર્યજનેચિત વિવિધ પ્રકારના વ્યાપારમેન, જૈનદર્શનસમ્મત સાડા પચીસ આર્ય દેશોના તથા બ્રાહ્મી, યવન, ખરોટી, પુખર, સારિયા, અંતકખારિયા, અકબરપૂરિયા, વૈનાયિકી, અંકલિપિ, ગણિતલિપિ, ગાંધર્વલિપિ, આદર્શ લિપિ, મિલિપિ (દ્રવિડી), પૌલિન્દી આદિ અનેક લિપિઓને ઉલેખ પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ જાણવા માટે મહત્વપૂર્ણ છે. આ ગ્રંથમાં અર્ધમાગધી બોલવાવાળાને ભાષાયે કહ્યા છે. આથી સિદ્ધ થાય છે કે, આર્યદેશનિવાસી મનુષ્યની મુખ્ય ભાષા અર્ધમાગધી હતી.
અજીવપ્રજ્ઞાપના પ્રકરણમાં જૈનદર્શનસમ્મત ધર્માસ્તિકાય, અધમસ્તિકાય આદિ દ્રવ્યવિભાગનું વર્ણન છે. દાર્શનિક દષ્ટિથી આ વિભાગ મહત્વપૂર્ણ છે. પ્રજ્ઞાપનાનું ૧૧ મું પદ ભાષાવિજ્ઞાનની વિશદ વ્યાખ્યા જણાવે છે.
ચાર અનુગમાં પ્રજ્ઞાપના આગમ દ્રવ્યાનુયોગમાં ગણાય છે. અંગમાં ભગવતીસૂત્ર અને ઉપાંગોમાં પ્રજ્ઞાપનાસૂત્ર સર્વથી અધિક વિશાળ છે. આ સૂત્ર ઉપર ટીકાકાર શ્રી હરિભદ્ર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org