Page #1
--------------------------------------------------------------------------
________________
૧૨. શેઠ શ્રી હુકમચંદજી
આત્મબળથી પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વનું નિર્માણ કરીને વિશિષ્ટ બુદ્ધિમત્તા, અનુપમ સાહસ અને પ્રબળ પુરુષાર્થ દ્રારા દેશના ઔદ્યોગિક, આર્થિક, સામાજિક અને સાંસ્કારિક ક્ષેત્રોમાં અનેકવિધ ફાળો આપનાર શેઠ હુકમચંદજીનું નામ વેપારી જગતના મહાપુરુષ તરીકે જાણીતું છે. અપાર ભૌતિક સંપત્તિના ઉપાર્જન દ્વારા અનેન્ય પ્રખ્યાતિ પામનાર અને તેનો સદુપયોગ કરી સામાજિક ઉદ્ધારકોમાં અગ્રેસરનું સ્થાન પ્રાપ્ત કરનારા આ યુગના પ્રતિભાશાળી પુરુષોમાં તેમની પ્રતિભા આગવી હતી. અવિચલ સહિષ્ણુતા, ઉદારતા, નિરભિમાનતા, ધાર્મિકતા, પરોપકારિતા તથા વિદ્રજજનો પ્રત્યેનો પ્રેમ-આ તેમના મુખ્ય અસાધારણ ગુણો હતા. તેમની વ્યાપારિક કુશળતા અને પરોપકારિતાએ તેમને સમસ્ત હિન્દુસ્તાનમાં કીર્તિ અને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરાવ્યાં હતાં.
જન્મ અને બાલ્યકાળ : શેઠ હુકમચંદજીનો જન્મ વિ. સં. ૧૯૩૧માં થયો હતો. તેમનો જન્મ થયા બાદ તેમના પુણ્યપ્રતાપથી લક્ષ્મી દિવસે દિવસે અધિકાધિક વૃદ્ધિ પામવા લાગી. તેમના પિતાનું નામ શેઠ સરૂપચંદજી અને માતાનું નામ જબરીબાઈ હતું. શેઠ સરૂપચંદજી તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. વ્યાપાર-વ્યવસાયમાં પ્રખર બુદ્ધિમત્તાને લીધે
८०
Page #2
--------------------------------------------------------------------------
________________
શેઠ શ્રી હુકમચંદજી
વ્યાપારજગતમાં તેમની ખૂબ નામના હતી. તેઓ સ્વભાવે ઉદાર, ધર્માત્મા, સ્વાધ્યાયશીલ અને નિયમિત હતા. આ ઉપરાંત તેમને ધર્મમાં અટલ શ્રદ્ધા હતી. આ બધા ગુણો શેઠ હુકમચંદજીને તેમના પિતા તરફથી વારસામાં જ મળ્યા હતા.
હુકમચંદજી બાલ્યાવસ્થાથી તીવ્ર બુદ્ધિવાળા અને અત્યંત પ્રતિભાશાળી હતા. તેમની સ્મરણશક્તિ બહુ તેજ હતી. તેથી સમસ્ત પરિવારનાં લોકો તેમને સુશિક્ષિત બનાવવા માટે આતુર હતાં. પાંચ વર્ષની ઉંમરમાં તેઓનો વિદ્યાભ્યાસ શ્રી મોહનલાલજી ગુરુ દ્વારા શરૂ કરવામાં આવ્યો. તે જમાનામાં લોકોનો ભણવાનો ઉત્સાહ ખૂબ ઓછો હતો. તેઓને સમય અનુસાર શિક્ષા મળી. આ ઉપરાંત તેઓએ ધાર્મિક જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. તેઓએ ૧૫ વર્ષની ઉંમર સુધીમાં તો વ્યાપારમાં સારી એવી પ્રગતિ કરી લીધી.
ગૃહસ્થજીવન : શેઠસાહેબને ચાર વિવાહ કરવા પડ્યા હતા. તેમના પહેલા વિવાહ વિ. સં. ૧૯૪૩ માં, બીજા વિવાહ ૧૯૫૬ માં, ત્રીજા વિવાહ ૧૯૬૩ માં અને ચોથા વિવાહ ૧૯૭૨ માં થયા હતા. તેમનાં ધર્મપત્ની કંચનબહેન લક્ષ્મીના અવતાર સમાન હતાં. તે સુયોગ્ય, ધર્માત્મા, વિદુષી અને પરોપકારિણી મહિલારત્ન હતાં. શ્રાવિકામ, પ્રસૂતિગૃહ, શિશુસ્વાસ્થ્ય-રક્ષા વગેરે સેવા-સંસ્થાઓમાં તેઓ ખૂબ રસ લેતાં અને તેને લગતાં કાર્યોનું નિરીક્ષણ પણ તેઓ જાતે જ કરતાં હતાં.
શેઠસાહેબનું વ્યક્તિત્વ : શેઠસાહેબને પૈતૃક સંપત્તિરૂપે બાળપણથી જ ધર્મશાસ્ત્ર વાંચવાનો અને ધર્મચર્ચા કરવાનો શોખ હતો, ધર્માત્મા પુરુષોને મળતાં તેમનું મન અતિશય આનંદિત થઈ જતું હતું. તેમનો તેઓ હંમેશાં આદરસત્કાર કરતા: તેઓ આધુનિક સાહિત્યના પણ પ્રેમી હતા. તેથી જીવનકાળ દરમિયાન તેઓએ હિંદી, ગુજરાતીનાં હજારો પુસ્તકો વાંચી લીધાં હતાં. તેઓ દરરોજ કોઈ નવું પુસ્તક વાંચતા જ રહેતા.
૯૧
તેઓ સરળ અને નિરાભિમાની હતા. સાધારણમાં સાધારણ આદમી સાથે પણ તેઓ વાર્તાલાપ કરતા. તેઓ પોતાને જનતાના સેવક સમજતા. નિક સમાજમાં તેમને શીલાંયમમાં આદર્શરૂપ માની શકાય. પોતાના શીશમહેલમાં બેઠા બેઠા તેઓ પોતાની કુશાગ્ર બુદ્ધિથી સંપૂર્ણ કાર્યનું ખૂબ સરળતાપૂર્વક સંચાલન કરતા.
વ્યાપાર અને વ્યવસાય : શેઠસાહેબ હંમેશાં સફળતાના વિચારોમાં જ ઓતપ્રોત રહેતા હતા. નિરાશા અને હતાશા તેમના જીવનમાં ભાગ્યે જ જોવા મળતાં. તેઓની સફળતાનાં મુખ્ય કારણો છે: (૧) તેમનું આશાવાદી માનસ (૨) સંસારભરના બજારોનું અધ્યયન અને મનન (૩) અવિચળ સાહસવૃત્તિ અને સતત પુરુષાર્થ. સાહસિક વૃત્તિ અને વેપારી કુનેહ તેમનામાં બાળપણથી જ હતાં. આથી જ પાછળથી તેઓ ‘શેઠસાહેબ’, ‘મર્ચંટ કિંગ’ અને ‘સ્વદેશી ઉદ્યોગધંધાના અગ્રણી' ગણાવા લાગ્યા. તેઓ બજારમાં આવતાં પરિવર્તનો પ્રમાણે પોતાના વેપારમાં પણ પરિવર્તન કરતા હતા. વેપારની બાબતમાં તેઓ હઠવાદી ન હતા. મધ્યપ્રદેશમાં, ખાસ કરીને ઇન્દોરમાં તે વખતે અફીણનો સટ્ટો ખૂબ જોરશોરથી ચાલતો હતો. તેમાં તેઓ ખૂબ રંગાયેલા હતા. અફીણના ધંધામાં ૩ કરોડ કમાયા અને ધરમાં સોના-ચાંદીની વર્ષા થવા લાગી,
Page #3
--------------------------------------------------------------------------
________________
૯૨
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા” દૈનિક અખબાર દ્વારા તેમને “મર્સટ પ્રિન્સ ઓફ માલવા” નામથી પ્રસિદ્ધિ આપવામાં આવી હતી. આમ છતાં વિ. સં. ૧૯૮૨ માં જ્યારે તેઓ વેપાર માટે મુંબઈ ગયા ત્યારે તેમને સટ્ટાના ત્યાગ માટે આત્મપ્રેરણા થઈ અને તેના ફળસ્વરૂપે પાંચ વર્ષ માટે સટ્ટો કરવાનું છોડી દીધું.
ઔદ્યોગિક જીવન : શેઠ હુકમચંદજીએ ભારતની ઔદ્યોગિક ઉન્નતિમાં અગ્રગણ્ય ફાળો આપીને દેશનું જે આર્થિક ઉત્થાન કર્યું તે અવર્ણનીય છે.
તેઓએ હુકમચંદ મિલ નં. ૧ અને ૨, રાજકુમાર મિલ, યુટમિલ તથા બીજાં અનેક કારખાનાં ચાલુ કર્યા. આ ઉપરાંત તેમણે કલકત્તામાં એક કાપડની અને બીજી સ્ટીલની મિલ ખોલી હતી. તેમણે એમ પણ કહ્યું કે ખાદી આ દેશનો પ્રાણ છે. ખાદી દ્વારા ગામડાના લોકો પોતાના ફાજલ સમયનો ઉપયોગ કરીને રોજી-રોટી મેળવી શકે છે. પોતાના ખાદીના ઉત્પાદન દ્વારા વિદેશમાં જતાં નાણાંને રોકી શકાય છે. આ કારણથી તેમણે ઇન્દોરમાં ખાદીવણાટ માટેની અને જાડા કાપડની મિલ શરૂ કરીને તેમાં લગભગ ૨૦ કરોડનું કાપડ બનાવ્યું. તેમની વૈવિધ્યપૂર્ણ ઔદ્યોગિક વસાહતો હજારો માણસો માટે ઉદરનિર્વાહનું સાધન બની હતી. એક અંદાજ પ્રમાણે તેઓનાં બધાં કારખાનાં તથા મિલો દ્વારા ૧૫ હજાર માણસોનો નિર્વાહ ચાલતો હતો. તેમણે અનેક પ્રકારના ઉદ્યોગો અને વેપારધંધામાં પોતાની વ્યાપારિક બુદ્ધિ, કુશળતા અને દીર્ધદષ્ટિથી કરોડોની સંપત્તિ પ્રાપ્ત કરી હતી અને કયારેક ગુમાવી પણ હતી. છતાં તેમની મુખમુદ્રા પર કદી હર્ષ-શોક દૃષ્ટિગોચર થતા નહોતા.
માનવતાવાદી પરોપકારમય જીવન : જેઓ પોતાનાં તન, મન અને ધનનો ઉપયોગ પરોપકારમય સત્કાર્યો માટે કરે છે તેઓ જ આ દુનિયામાં સાચા સુયશને પ્રાપ્ત કરે છે. સંસારમાં જે મહાપુરુષો થયા છે, તે બધા મનુષ્યની સેવાથી મહાન બન્યા છે. જેઓ પોતાનું જીવન દયા, નમ્રતા, સાદાઈ, ઉચ્ચ વિચાર અને માનવ સેવામાં વ્યતીત કરે છે તેઓ સંસારમાં પૂજનીય અને આદરણીય સ્થાન પ્રાપ્ત કરે છે.
તેમણે શીશમહલ, ઇન્દ્રભવન, ઇતિવારિયાનું મંદિર વગેરે ભવ્ય ઈમારતો બંધાવી. ઉપરાંત વિશ્રાંતિભવન, મહાવિદ્યાલય, બૉડિંગ હાઉસ, સૌ. કંચનબાઈ શ્રાવિકાશ્રમ, ઔષધશાળા, ભોજનશાળા, પ્રસૂતિગૃહ વગેરે અનેક સંસ્થાઓ તેઓની પરોપકારમયતા અને દાનવૃત્તિનું જ્વલંત પ્રતીક છે. તેઓએ ધર્મ અને સમાજહિત માટે લાખો રૂપિયા ખર્ચા હતા.
ધાર્મિક, સાધનામય, વિરકન જીવન : તેઓને બાળપણથી જ જૈનધર્મ પ્રત્યે બહુ રુચિ હતી. તેઓ ધર્મપ્રેમી પુરુષોની જેમ દરરોજ જિનેન્દ્રપૂજન, સ્વાધ્યાય તથા ધર્મચર્ચા કરતા હતા. વિ. સં. ૨૦૦૦ ના અષાઢ માસમાં, ઈ. સ. ૧૯૪૨ ના જુલાઈ માસમાં ઇન્દોરમાં “શાંતિમંગલ વિધાન” અષ્ટાનિકા પ દરમિયાન ઉજવાયેલ તેમાં પોતાને અપાયેલા માનપત્રના જવાબમાં તેમણે કહ્યું કે “મને જૈન ધર્મમાં પ્રગાઢ શ્રદ્ધા છે. મારા જીવનનો અભ્યદય જૈનશાસ્ત્ર, સ્વાધ્યાય, ત્યાગીઓ-વિદ્વાનોના સત્સંગ તથા ધાર્મિક મિત્રોની ગોષ્ઠી દ્વારા થયો છે.”
Page #4
--------------------------------------------------------------------------
________________
શેઠ શ્રી હેમચંદજી
૯િ૩
જીવનમાં લગભગ ૫૦ વર્ષો સુધી નિયમિત રીતે શાસ્ત્ર-ચર્ચા, સ્વાધ્યાય, સદાચારપાલન, અધ્યાત્મવૃત્તિ, તેમજ ત્યાગીઓ-વિદ્વાનોના સત્સમાગમ દ્વારા પોતાના આત્માને સુસંસ્કૃત બનાવવામાં તથા પારલૌકિક સુખના હેતુને પાર પાડવામાં મગ્ન રહ્યા હતા 'સમ્રાટ જેવી સંપત્તિ અને ઇન્દ્ર જેવા ભોગવિલાસોને ગૌણ કરીને આ પ્રમાણે સાધનામય જીવનનો સ્વીકાર કરવો સહેલો નથી.
પરમ પૂજ્ય આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ જ્યારે સંઘ સહિત ઈન્દોર પધાર્યા ત્યારે તેમના પર પણ શેઠજીના અદ્વિતીય વ્યક્તિત્વનો ભારે પ્રભાવ પડ્યો.
જ્યારે પણ આચાર્યશ્રી અને મુનિધર્મ પર કોઈ પણ ઉપસર્ગ કે સંકટ આવતું ત્યારે તેઓ હાજર રહી તેનું નિવારણ કરના. એક વાર બીમાર હોવા છતાં તેમણે આચાર્યશ્રીના દર્શને જવાનો પોતાનો વિચાર અમલમાં મૂક્યો હતો. તેઓને પોતાના કરતાં આચાર્યશ્રીના સ્વાથ્યની વિશેષ ચિંતા રહેતી હતી, જે તેમની રૂડી ગુરુભક્તિ સૂચવે છે.
સૌરાષ્ટ્રમાં દિગમ્બર જૈન યાત્રાધામ, સોનગઢની તેમણે ત્રણ વાર યાત્રા કરી હતી. પૂ. શ્રી કાનજી સ્વામી પ્રત્યે તેમને ઉત્કંઠા અને વાત્સલ્ય ભાવ હતો. ત્યાં સ્વાધ્યાય હૉલ તથા જૈન મંદિર બનાવવા માટે તેમણે લગભગ એક લાખ રૂપિયાનું દાન કર્યું હતું.
એક વાર જૈનોના પવિત્ર યાત્રાધામ સમેતશિખરજી પર એક સંકટ ઉપસ્થિત થયું હતું. ત્યાં અંગ્રેજોએ વસવાટ કરવાનું નક્કી કર્યું હતું. આથી જૈન સમાજમાં હલચલ મચી ગઈ હતી. ઇન્દોરથી શેઠસાહેબે પણ અન્ય અગ્રણી વ્યક્તિઓ સાથે ખુલ્લે પગે ત્યાંની યાત્રા કરી તેમજ અંગ્રેજ સરકારને કહ્યું કે જે જૈન સમાજનો વિરોધ ધ્યાનમાં લેવામાં નહીં આવે તો તેમનો વિરોધાગ્નિ સળગી ઊઠશે. આ વાત ધ્યાનમાં લઈને અંગ્રેજોએ પોતાના વિચારો સ્થગિત કર્યા. ત્યાર પછી જૈન સમાજે નિશ્ચય કર્યો કે આ પહાડ આપણે ખરીદી લઈએ તો ભવિષ્યમાં ફરી આવો પ્રશ્ન ઊભો ન થાય તે માટે તેઓએ રૂ. પ૦૦૦ આપ્યા અને ઇન્દોરમાંથી રૂ. ૨૫,૦૦૦/નું ફંડ એકઠું કરી આપ્યું.
જન ધર્મ અને સમાજની સેવા કરવી તે તેમના જીવનનું મહાન કાર્ય હતું. તેને તેમણે મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચી દીધું હતું :
(૧) તીર્થોની સેવા. (૨) મુનિધર્મ કે તીથો પર આવેલા સંકટનું નિવારણ કરવું. (૩) અંદર અંદરના વિવાદો સમાધાન દ્વારા દૂર કરવા. (૪) સંસ્થાઓની સ્થાપના અને સહાયતા.
દિગંબર જૈન સમાજની પ્રગતિ અને વિકાસનો ઈ. સ. ૧૯૦૦થી ૧૯૫૦ સુધીનો ઇતિહાસ તેમના જીવન સાથે ઠીક ઠીક રીતે સંકળાયેલો છે.
Page #5
--------------------------------------------------------------------------
________________ 94 અર્વાચીન જૈન જયોતિર્ધરો સંવત ૧૯૫૯માં તેમણે ઇન્દોર અને છાવણીની મધ્યમાં જમીન ખરીદી અને તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું. ઈતવારિવાના ભવ્ય જિનમંદિરના નિર્માણ માટે તેમણે જયપુર અને ઈરાનથી કુશળ કારીગરો બોલાવ્યા હતા. અહીં મોટા ભાગનું કામકાજ કાચનું છે. રંગબેરંગી કાચનાં અત્યંત સુંદર અને મનોહર ચિત્રો બનાવવામાં આવ્યાં છે. તેમાં સિદ્ધક્ષેત્ર, સમવસરાણ, ત્રણલોક, નન્દીશ્વરદ્વીપ, સ્વર્ગની રચના, સપ્તવ્યસન તથા અષ્ટકર્મ વગેરે ચિત્રો બનાવવામાં આવ્યાં છે. આ દશ્યો જોઈને દર્શક ભાવવિભોર બની જાય છે. આથી જ ઈન્દોરને તીર્થનગરી' તરીકે ઓળખવામાં આવે છે. ઇન્દોરમાં પ્લેગથી પીડાતી જનતાને પણ તેમણે સહાય કરી હતી તેમજ અસહાય જૈન ભાઈઓ માટે સો રૂપિયાના માસિક ખર્ચ પર એક ભોજનાલયની વ્યવસ્થા પણ કરી હતી. સંવત 1970 માં પાલિતાણામાં એક અધિવેશનમાં તેઓ સભાપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમાગે ચાર લાખ રૂપિયાના દાનની ઘોષણા કરી હતી. સંવત 1974 માં તેમણે દિલ્હીની લેડી હાડિંગ મૅડિકલ હૉસ્પિટલમાં ચાર લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. શેઠ સાહેબ હંમેશાં વિદ્યાદાન માટે કોઈ પણ નાતજનો ભેદભાવ રાખતા નહીં. તેમણે 25 હજાર રૂપિયા આપીને સ્કુલ માટે એક મકાન ખરીદ્યું હતું. આવી જ્ઞાત-અજ્ઞાત અનેકવિધ દાનપ્રવૃત્તિઓ શેઠસાહેબના જીવનની રોજબરોજની ઘટનાઓ બની ગઈ હતી. શેઠજીની અલવિદા : આમ સતત પાંચ દાયકાઓ સુધી સમાજ, ધર્મ અને ઉદ્યોગના ક્ષેત્રો ઉચ્ચસ્તરીય સેવાઓ આપી શેઠશ્રીએ તા. ૨૬–૨–૧૯૫૯ના રોજ આપણા સૌની પાસેથી ચિરવિદાય લઈ લીધી.