________________
૯૨
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા” દૈનિક અખબાર દ્વારા તેમને “મર્સટ પ્રિન્સ ઓફ માલવા” નામથી પ્રસિદ્ધિ આપવામાં આવી હતી. આમ છતાં વિ. સં. ૧૯૮૨ માં જ્યારે તેઓ વેપાર માટે મુંબઈ ગયા ત્યારે તેમને સટ્ટાના ત્યાગ માટે આત્મપ્રેરણા થઈ અને તેના ફળસ્વરૂપે પાંચ વર્ષ માટે સટ્ટો કરવાનું છોડી દીધું.
ઔદ્યોગિક જીવન : શેઠ હુકમચંદજીએ ભારતની ઔદ્યોગિક ઉન્નતિમાં અગ્રગણ્ય ફાળો આપીને દેશનું જે આર્થિક ઉત્થાન કર્યું તે અવર્ણનીય છે.
તેઓએ હુકમચંદ મિલ નં. ૧ અને ૨, રાજકુમાર મિલ, યુટમિલ તથા બીજાં અનેક કારખાનાં ચાલુ કર્યા. આ ઉપરાંત તેમણે કલકત્તામાં એક કાપડની અને બીજી સ્ટીલની મિલ ખોલી હતી. તેમણે એમ પણ કહ્યું કે ખાદી આ દેશનો પ્રાણ છે. ખાદી દ્વારા ગામડાના લોકો પોતાના ફાજલ સમયનો ઉપયોગ કરીને રોજી-રોટી મેળવી શકે છે. પોતાના ખાદીના ઉત્પાદન દ્વારા વિદેશમાં જતાં નાણાંને રોકી શકાય છે. આ કારણથી તેમણે ઇન્દોરમાં ખાદીવણાટ માટેની અને જાડા કાપડની મિલ શરૂ કરીને તેમાં લગભગ ૨૦ કરોડનું કાપડ બનાવ્યું. તેમની વૈવિધ્યપૂર્ણ ઔદ્યોગિક વસાહતો હજારો માણસો માટે ઉદરનિર્વાહનું સાધન બની હતી. એક અંદાજ પ્રમાણે તેઓનાં બધાં કારખાનાં તથા મિલો દ્વારા ૧૫ હજાર માણસોનો નિર્વાહ ચાલતો હતો. તેમણે અનેક પ્રકારના ઉદ્યોગો અને વેપારધંધામાં પોતાની વ્યાપારિક બુદ્ધિ, કુશળતા અને દીર્ધદષ્ટિથી કરોડોની સંપત્તિ પ્રાપ્ત કરી હતી અને કયારેક ગુમાવી પણ હતી. છતાં તેમની મુખમુદ્રા પર કદી હર્ષ-શોક દૃષ્ટિગોચર થતા નહોતા.
માનવતાવાદી પરોપકારમય જીવન : જેઓ પોતાનાં તન, મન અને ધનનો ઉપયોગ પરોપકારમય સત્કાર્યો માટે કરે છે તેઓ જ આ દુનિયામાં સાચા સુયશને પ્રાપ્ત કરે છે. સંસારમાં જે મહાપુરુષો થયા છે, તે બધા મનુષ્યની સેવાથી મહાન બન્યા છે. જેઓ પોતાનું જીવન દયા, નમ્રતા, સાદાઈ, ઉચ્ચ વિચાર અને માનવ સેવામાં વ્યતીત કરે છે તેઓ સંસારમાં પૂજનીય અને આદરણીય સ્થાન પ્રાપ્ત કરે છે.
તેમણે શીશમહલ, ઇન્દ્રભવન, ઇતિવારિયાનું મંદિર વગેરે ભવ્ય ઈમારતો બંધાવી. ઉપરાંત વિશ્રાંતિભવન, મહાવિદ્યાલય, બૉડિંગ હાઉસ, સૌ. કંચનબાઈ શ્રાવિકાશ્રમ, ઔષધશાળા, ભોજનશાળા, પ્રસૂતિગૃહ વગેરે અનેક સંસ્થાઓ તેઓની પરોપકારમયતા અને દાનવૃત્તિનું જ્વલંત પ્રતીક છે. તેઓએ ધર્મ અને સમાજહિત માટે લાખો રૂપિયા ખર્ચા હતા.
ધાર્મિક, સાધનામય, વિરકન જીવન : તેઓને બાળપણથી જ જૈનધર્મ પ્રત્યે બહુ રુચિ હતી. તેઓ ધર્મપ્રેમી પુરુષોની જેમ દરરોજ જિનેન્દ્રપૂજન, સ્વાધ્યાય તથા ધર્મચર્ચા કરતા હતા. વિ. સં. ૨૦૦૦ ના અષાઢ માસમાં, ઈ. સ. ૧૯૪૨ ના જુલાઈ માસમાં ઇન્દોરમાં “શાંતિમંગલ વિધાન” અષ્ટાનિકા પ દરમિયાન ઉજવાયેલ તેમાં પોતાને અપાયેલા માનપત્રના જવાબમાં તેમણે કહ્યું કે “મને જૈન ધર્મમાં પ્રગાઢ શ્રદ્ધા છે. મારા જીવનનો અભ્યદય જૈનશાસ્ત્ર, સ્વાધ્યાય, ત્યાગીઓ-વિદ્વાનોના સત્સંગ તથા ધાર્મિક મિત્રોની ગોષ્ઠી દ્વારા થયો છે.” Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org