________________ 94 અર્વાચીન જૈન જયોતિર્ધરો સંવત ૧૯૫૯માં તેમણે ઇન્દોર અને છાવણીની મધ્યમાં જમીન ખરીદી અને તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું. ઈતવારિવાના ભવ્ય જિનમંદિરના નિર્માણ માટે તેમણે જયપુર અને ઈરાનથી કુશળ કારીગરો બોલાવ્યા હતા. અહીં મોટા ભાગનું કામકાજ કાચનું છે. રંગબેરંગી કાચનાં અત્યંત સુંદર અને મનોહર ચિત્રો બનાવવામાં આવ્યાં છે. તેમાં સિદ્ધક્ષેત્ર, સમવસરાણ, ત્રણલોક, નન્દીશ્વરદ્વીપ, સ્વર્ગની રચના, સપ્તવ્યસન તથા અષ્ટકર્મ વગેરે ચિત્રો બનાવવામાં આવ્યાં છે. આ દશ્યો જોઈને દર્શક ભાવવિભોર બની જાય છે. આથી જ ઈન્દોરને તીર્થનગરી' તરીકે ઓળખવામાં આવે છે. ઇન્દોરમાં પ્લેગથી પીડાતી જનતાને પણ તેમણે સહાય કરી હતી તેમજ અસહાય જૈન ભાઈઓ માટે સો રૂપિયાના માસિક ખર્ચ પર એક ભોજનાલયની વ્યવસ્થા પણ કરી હતી. સંવત 1970 માં પાલિતાણામાં એક અધિવેશનમાં તેઓ સભાપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમાગે ચાર લાખ રૂપિયાના દાનની ઘોષણા કરી હતી. સંવત 1974 માં તેમણે દિલ્હીની લેડી હાડિંગ મૅડિકલ હૉસ્પિટલમાં ચાર લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. શેઠ સાહેબ હંમેશાં વિદ્યાદાન માટે કોઈ પણ નાતજનો ભેદભાવ રાખતા નહીં. તેમણે 25 હજાર રૂપિયા આપીને સ્કુલ માટે એક મકાન ખરીદ્યું હતું. આવી જ્ઞાત-અજ્ઞાત અનેકવિધ દાનપ્રવૃત્તિઓ શેઠસાહેબના જીવનની રોજબરોજની ઘટનાઓ બની ગઈ હતી. શેઠજીની અલવિદા : આમ સતત પાંચ દાયકાઓ સુધી સમાજ, ધર્મ અને ઉદ્યોગના ક્ષેત્રો ઉચ્ચસ્તરીય સેવાઓ આપી શેઠશ્રીએ તા. ૨૬–૨–૧૯૫૯ના રોજ આપણા સૌની પાસેથી ચિરવિદાય લઈ લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org